ભરૂચ જિલ્લામાં ફુલના ખેડૂતો પાયમાલ, વાંચો અહેવાલ
અહેવાલ- દિનેશ મકવાણા, ભરૂચ
માં જગદંબાની આરાધનાનો પ્રવાસો નવરાત્રી ચાલી રહી છે. અને ધાર્મિક વિધિમાં ફૂલોનો ઉપયોગ થતો હોય છે અને ભરૂચ જિલ્લો ફૂલોની ખેતી ઉપર નિર્ભર છે. પરંતુ ફૂલોનું વેચાણ ન થતા હજારો કિલો નો જથ્થો નર્મદા નદીના કિનારે નિકાલ કરવામાં આવતા વેપારીઓને ફૂલ બજારમાં મંદીનો માહોલ રહેતા આસો નવરાત્રિ બગડી હોવાનો અનુભવ કરી રહ્યા છે.
આસો નવરાત્રિમાં ફૂલ બજારમાં મંદીનો માહોલ
આસો નવરાત્રિમાં મા જગદંબાની આરાધના અને હોમ હવન ધાર્મિક પૂજા અર્ચના કરવામાં સૌથી વધુ ફૂલોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને આસો નવરાત્રીમાં ફુલ બજારમાં તેજી જોવા મળતી હોય છે. પરંતુ તાજેતરમાં ચાલી રહેલી આસો નવરાત્રિમાં ફૂલ બજારમાં મંદીનો માહોલ છવાયો છે. અને બજારમાં ફૂલોના ટેકાના ભાવ પણ ન હોવાના કારણે ફૂલના વેપારીઓ અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વહેલી સવારથી દિવસ દરમિયાન સુધી ફૂલોનું વેચાણ ન થતા હજારો ટન ફૂલનો જથ્થો નર્મદા નદીના કાંઠે જ નિકાલ કરતા વેપારીઓ જોવા મળ્યા હતા. તો કેટલાક વેપારીઓ ફૂલોનો નિકાલ કચરાપેટીમાં કરતા જોવા મળ્યા હતા ત્યારે આસો નવરાત્રિ ફૂલ બજાર અને ખેડૂતોને ફરી ન હોવાનો અનુભવ કરી રહ્યા છે. ગોલ્ડન બ્રિજ બંધ થવાના કારણે પણ વેપારીઓને આર્થિક નુકસાન વેચવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
બોરભાઠા બેટના ખેડૂતો ફૂલોની ખેતી ઉપર નિર્ભર
ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના ગામોના ખેડૂતો તેમજ અંકલેશ્વરના બોરભાઠા બેટના ખેડૂતો ફૂલોની ખેતી ઉપર નિર્ભર હોય છે. અને તેમની દિવાળી સુધરશે આસો નવરાત્રિ સુધરશે તેવી આશાઓ વચ્ચે ખેતરોમાંથી ફૂલનો પાક લેતા હોય છે. પરંતુ નર્મદા મૈયા બ્રિજની નીચે ફૂલ બજારમાં મંદીનો માહોલ છવાયો છે. જેના કારણે રોજ હજારો કિલો ફૂલનો જથ્થો કચરામાં નાખવાની નોબત આવી રહી છે.
આસ પણ વાંચો - GONDAL : યાર્ડમાં મગફળી અને સોયાબીનની આવક નોંધાઈ, સોયાબીનમાં થઇ 30 હજાર કટ્ટાની આવક