Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch: સોશિયલ મીડિયાના જમાનામાં બાળકોને મોબાઇલ આપવો જોખમી સાબિત થયો, વાંચો અહેવાલ

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચના મકતમપુર વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ જવા નીકળેલી સગીરા પોતાના બે ભાઈઓને ટ્યુશન મોકલ્યા બાદ પોતે સ્ટેશનરીના બહાને નીકળી ગુમ થઈ ગઈ હતી. જેના તપાસ દરમિયાન સગીરા અજમેરથી મળી આવી હતી જે બાદ પોલીસે તેની પૂછપરછ...
10:16 PM Oct 18, 2023 IST | Maitri makwana

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ

ભરૂચના મકતમપુર વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ જવા નીકળેલી સગીરા પોતાના બે ભાઈઓને ટ્યુશન મોકલ્યા બાદ પોતે સ્ટેશનરીના બહાને નીકળી ગુમ થઈ ગઈ હતી. જેના તપાસ દરમિયાન સગીરા અજમેરથી મળી આવી હતી જે બાદ પોલીસે તેની પૂછપરછ કરતા માતાએ તેણીને મોબાઇલમાં જોવા બાબતે ઠપકો આપતા લાગી આવ્યું હોવાનું કબૂલ્યું હતું.

આજના સોશિયલ મીડિયાના જમાનામાં બાળકોને મોબાઇલ આપવો જોખમ સાબિત થઈ ગયો છે. ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકની હદમાં ટ્યુશનએ જવા નીકળેલી સગીરા ગુમ થયેલ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. અને તપાસ દરમિયાન સગીરા અજમેરમાં હોવાનું સામે આવતા તેણીને પરત લાવવામાં આવી હતી. અને તેની પૂછપરછમાં સગીરાને તેની માતા છેલ્લા બે દિવસથી મોબાઈલમાં જોવા બાબતે વારંવાર ઠપકો આપતી હોય જેનું લાગી આવતા તેણીની કંટાળીને ભાગી ગઈ હોય તેવી કબુલાત કરી હતી. એટલા માટે હવે બાળકોને મોબાઈલ આપવો પણ જોખમકારક સાબિત થઈ ગયો છે. અને વધુ પ્રમાણમાં મોબાઈલ બાળકોને આપવો જોખમકારક પણ સાબિત થઈ જાય છે

આ પણ વાંચો - ડભોઇમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં “મારી માટી મારા દેશ” કાર્યક્રમ યોજાયો

Tags :
BharuchchildrenGujaratmobileSocial Media
Next Article