Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BHARUCH : જિલ્લા પોલીસે ગાંજા અને MD ડ્રગ્સ સપ્લાય કરતાં તત્વોને ઝડપ્યા

BHARUCH : ભરૂચ ( BHARUCH ) જીલ્લામાં ગેરકાનૂની પ્રવૃત્તિ રોકવા માટે ભરૂચ ( BHARUCH ) જીલ્લાની પોલીસે ગાંજો અને એમડી ડ્રગ્સ સપ્લાય કરતા તત્ત્વો ઉપર સપાટો બોલાવી 3 આરોપીઓને ઝડપી પાડતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્ત્વોમાં ફફડાટ મચી ગયો છે. અંકલેશ્વર...
bharuch   જિલ્લા પોલીસે ગાંજા અને md ડ્રગ્સ સપ્લાય કરતાં તત્વોને ઝડપ્યા

BHARUCH : ભરૂચ ( BHARUCH ) જીલ્લામાં ગેરકાનૂની પ્રવૃત્તિ રોકવા માટે ભરૂચ ( BHARUCH ) જીલ્લાની પોલીસે ગાંજો અને એમડી ડ્રગ્સ સપ્લાય કરતા તત્ત્વો ઉપર સપાટો બોલાવી 3 આરોપીઓને ઝડપી પાડતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્ત્વોમાં ફફડાટ મચી ગયો છે.

Advertisement

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઈ.ટી.એલ ચોકડી તરફ જતા રોડ ઉપર ગલ્લા ઉપર હાજર આરોપી બુલબુલ દેવી રાજેશ તુનતુન મંડલ જીતાલીની તપાસ કરતા તેની પાસેથી ગાંજાનો જથ્થો 3.512 કિલો ગ્રામની કિંમત રૂપિયા 35,120 તથા એક મોબાઈલ, રોકડા રૂપિયા 50,800 મળી કુલ રૂપિયા 86,420 ના મુદ્દામાલ સાથે મહિલા આરોપીની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં અંદાડા ગામ આવેલ છે. જ્યાં ખોડિયાર નગર સોસાયટીના મકાન નંબર એ-62 ના આગળના ભાગે ગાંજાનો છોડ અંદાજે 7.700 કિ.ગ્રામ જેની કિંમત રૂપિયા 77,000 મળી આવતા પોલીસે છોડનું વાવેતર કરનાર જીતેન્દ્ર કુમાર દેવલાલ પ્રસાદની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

તો ભરૂચ ( BHARUCH ) બી ડિવિઝન પોલીસ મથકની હદમાં બાતમીના આધારે ભરૂચના પીરકાંઠી રોડ ઉપર આવેલ ગરીબ નવાઝ એપાર્ટમેન્ટ અબદલવાડ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો વજન 130.7 ગ્રામ કિંમત રૂપિયા 13,7000 તથા ગાંજાનો જથ્થો વજન 238.87 કિ.ગ્રામની કિંમત 2388 તથા રોકડા રૂપિયા 45,920 મળી 13,65,508 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી અમીન ઉર્ફે જાવિદ હનીફ ઈબ્રાહીમ મલેક સામે ગુનો દાખલ કરી તેની ઘરપકડ કરી હતી.

Advertisement

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, ભરૂચ જીલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ ગેરકાનૂની પ્રવૃત્તિ અને નશાના કારોબારને ઝડપી પાડવા માટે ડ્રાઈવ ઉપાડવામાં આવી છે અને ભરૂચ જીલ્લાના એસઓજી પોલીસ,ભરૂચ બી ડિવિઝન પોલીસ અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ નાઓ એ ગાંજા તથા એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડતા નશાનો વેપલો કરતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો : BANASKANTHA : વર્ષો પહેલા શ્રાપિત હતું આ ગામ, માતાજીનો ચમત્કાર થયો અને..

Tags :
Advertisement

.