Bharuch : વિકાસના નામે મીંડું! ગામમાં વિદ્યાર્થી માથે સ્કૂલ બેગ લઈ ઘૂંટણસમા પાણીમાંથી નીકળવા મજબૂર
ભરૂચ (Bharuch) જિલ્લાના જંબુસર તાલુકાનાં વેડચ ચમારિયા (બંગાલિયા) વગાનાં વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ચોમાસાનાં 4 મહિના ઘૂંટણસમા પાણીમાંથી માત્ર ગ્રામજનો જ નહિં પણ શાળાએ જતા માસૂમ બાળકોએ પણ કમરસમાં પાણીમાંથી પસાર થવું પડે છે. ત્યારે 21 મી સદીમાં પણ BJP નો વિકાસ ચમારિયા (બંગાલિયા) વગાનાં ગામ સુધી ન પહોંચ્યો હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.
ભરૂચ (Bharuch) જિલ્લાનાં જંબુસર તાલુકાનાં વેડચ ચમારિયા (Vedach Chamaria) વગાનાં વિસ્તારમાં ભાજપનો વિકાસ નહિ પહોંચતા અને માત્ર મતો મેળવતાં જનપ્રતિનિધિઓ સામે ઉકરતો ચરું જોવા મળી રહ્યો છે. સાથે જંબુસરનાં ચમારિયા (બંગાલિયા) વગાનાં વિસ્તારોમાં રોડ રસ્તા કે પાણીની સુવિધા મળી નથી. પરંતુ, આ વિસ્તારનાં ચોમાસાનાં 4 મહિના ગ્રામજનો અને ગામનાં બાળકો શિક્ષણ મેળવવા માટે પણ કમરસમાં પાણીમાં કપડાં અને દફ્તર માથે મૂકી તેમ જ ગામમાં કોઈનું મોત પણ થાય તો નનામી લઈને પાણીમાંથી પસાર થવું પડતું હોવાની નોબત આવી હોવાનાં આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ કોઈપણ ઈમરજન્સી એમ્બ્યુલસ કે અન્ય વાહનો આવી શકતા નથી અને આ પાણીના કારણે ગામનાં લોકો બેરોજગાર બની રહ્યા હોવાનાં ગામના માજી સભ્યે આક્ષેપ કર્યા છે.
આ પણ વાંચો - Gujarat Police : ઉત્તમ કામગીરી કરનારા DYSP, ADGP, IGP સહિતનાં 110 પોલીસ કર્મીઓનું એવોર્ડ-મેડલ આપી સન્માન
પાણી ભરાઈ જતા પતિ નોકરી પર નહિ જતા સુપરવાઈઝરે છુટા કર્યાં : મહિલા
ગામમાં (Vedach Chamaria) જે પાણી ભરાયું છે તેનાથી દર ચોમાસે લોકો પરેશાન થાય છે. પશુઓ માટે ઘાસચારો પણ આજ પાણીમાંથી લઈને પસાર થવું પડે છે. જીવન જરૂરીની વસ્તુઓ લાવવા માટે પણ આ જ પાણીમાંથી પસાર થવું પડે છે અને પાણી ભરાઈ રહેતા પતિ ત્રણ દિવસ નહિ જતા સુપરવાઈઝરે નોકરીમાંથી છૂટા પણ કરી દીધા અને આ પાણીનાં કારણે ઘણા બેરોજગાર પણ બની રહ્યા હોવાનાં ગામની મહિલાએ આક્ષેપ કર્યા છે.
અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો - Banaskantha : જીપની અંદર-ઉપર વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડ્યા, બંધ પડી જતાં બાળકોએ ધક્કો પણ માર્યો