Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારત જોડો ન્યાય યાત્રા પંચમહાલ જિલ્લામાં પહોંચી, જાણો રાહુલ ગાંધીએ લોકોને શું કહ્યું

રાહુલ ગાંધી (Rahul Gandhi) ના નેતૃત્વમાં નીકળેલા અને કોંગ્રેસ (Congress) પ્રેરિત ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyaya Yatra) આજે બીજા દિવસે પંચમહાલ (Panchmahal) જિલ્લામાંથી પસાર થઈ હતી. દરમિયાન મોરવાના સંતરોડ ખાતે કોંગ્રેસ (Congress) દ્વારા ન્યાય યાત્રા અને રાહુલ ગાંધી...
10:33 PM Mar 08, 2024 IST | Hardik Shah
Rahul Gandhi in Panchmahal Gujarat First

રાહુલ ગાંધી (Rahul Gandhi) ના નેતૃત્વમાં નીકળેલા અને કોંગ્રેસ (Congress) પ્રેરિત ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyaya Yatra) આજે બીજા દિવસે પંચમહાલ (Panchmahal) જિલ્લામાંથી પસાર થઈ હતી. દરમિયાન મોરવાના સંતરોડ ખાતે કોંગ્રેસ (Congress) દ્વારા ન્યાય યાત્રા અને રાહુલ ગાંધી (Rahul Gandhi) નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોધરા (Godhara) શહેરના ચર્ચ સર્કલ પાસે પહોંચતા કોંગ્રેસના કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ આ યાત્રા ગોધરા (Godhara) ના ચર્ચ સર્કલ થઈ યાત્રા ગોધરાના મેડ વિસ્તારમાં પહોંચી હતી. ત્યાં રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું અને ભારત નફરત નહીં ભાઈચારાનો દેશ હોવાનું જણાવતાં આગામી સમયમાં કોંગ્રેસની સરકાર આવશે તો યુવાઓને રોજગારીની તક પૂરી પાડશે એમ જણાવ્યું હતું.

રાહુલ ગાંધીએ ગોધરાથી જાંબુઘોડા જતી વેળાએ ગોધરા નજીક આવેલા પોપટપુરા ગણેશ મંદિર (Popatpura Ganesha temple) ખાતે દર્શન કર્યા હતા. દરમિયાન પૂજારીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) ને તિલક કર્યું હતું. મંદિરમાંથી બહાર નીકળતી વેળાએ રાહુલ ગાંધીએ બે નાના ભૂલકાઓ સાથે ફોટો પણ પડાવ્યો હતો. રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને લઇ પંચમહાલ (Panchmahal) જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyaya Yatra) હાલ 7 માર્ચે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. જે 8 માર્ચે પંચમહાલ જિલ્લામાં આવી પહોંચી હતી. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સંતરોડ ખાતે ન્યાય યાત્રાનું કોંગ્રેસના પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ સંતરોડ ખાતે પત્રકારોને સંબોધવા ઉપરાંત ત્યાં ભોજન પણ કર્યું હતું. ત્યારબાદ ન્યાય યાત્રા ગોધરા ખાતે આવી પહોંચી હતી. દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ માર્ગો ઉપર યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પોલીસે બંદોબસ્ત તૈનાત રખાયો હતો. રાહુલ ગાંધી માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન કેટલાક વ્યક્તિઓ દ્વારા તેઓને પોસ્ટર પણ આપ્યા હતા. ગોધરા શહેરના ગિદવાણી રોડ થઈ પોલીસ ચોકી નંબર 7 પાસે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પસાર થઈ હતી. દરમિયાન લઘુમતી સમાજ દ્વારા ઉમળકાભેર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધીએ પણ તમામનું અભિવાદન ઝીલ્યું હતું.

ત્યારબાદ મેડ ખાતે રાહુલ ગાંધીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, હાલ બેરોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન છે, જેને ઉકેલવા માટે આગામી દિવસમાં કોંગ્રેસની સરકાર આવશે તો વિવિધ યોજનાઓ અમલમાં લાવશે. તેમજ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, બધા કોન્ટ્રાકટ પ્રાઇવેટ લોકોને જ આપવામાં આવી રહ્યા છે. અગ્નિવીર યોજના સૈનિકોને પણ નથી ગમતી, 4 વર્ષની નોકરી બાદ સેનાના જવાનને કોઈ પણ પ્રકારનું માન સન્માન મળતું નથી કે પેન્શન મળતું નથી, બધું જ મોદી સરકારે અદાણીના ખાતાને આપ્યું છે. હવે તો જ્યાં જુઓ ત્યાં અદાણી અદાણી છે. વધુમાં તેઓએ ભારત નફરતનો નહીં પણ ભાઈચારાનો સંદેશ આપતો દેશ છે એમ જણાવી તેઓએ વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરી દ્રષ્ટાંતો ટાંક્યા હતા. જેમાં દેશમાં યુવાનોને રોજગારી નથી મળતી, મોટા ઉદ્યોગકારોને જ તમામ પ્રકારનો ફાયદો મોદી સરકારે આપ્યો છે. નાના વેપારીઓ અને ખેડૂતો ની હાલત નોટ બંધી અને જીએસટીમાં કમર તોડી નાખી છે.

તમામ જગ્યાએ અદાણી જેવા ઉદ્યોગકારોને સ્થાન આપવામાં આવ્યું છે. જો અમારી સરકાર આવશે તો અમે રાજસ્થાનમાં 30 લાખ સરકારી નોકરીની ભરતી કરીશું તેવી જાહેરાત કરી છે. તેમજ નવો કાયદો લાવીશું, કોલેજ પાસ ડિપ્લોમા પાસ હશે એને એપરેન્ટીસ બેઝ પર એક વર્ષ માટે એપરેન્ટીસ સાથે પગાર પણ આપવામાં આવશે. પેપર લીક મામલે બોલતા જણાવ્યું હતું કે, આઉટ સોર્સિંગ બંધ થશે. તમામ પરીક્ષાના પેપર તેમજ પરીક્ષાની તમામ પ્રક્રિયા સરકારી સંસ્થાઓ પાસે જ રહેશે. અને જો પેપર લીકમાં પકડાશે એના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. મોદી સરકારે 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા છે. પરંતુ એક પણ ગરીબ સામાન્ય ખેડૂત કે વિદ્યાર્થીઓનું દેવું માફ કર્યો નથી એમ જણાવી તેઓએ વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરી દ્રષ્ટાંતો ટાંક્યા હતા. ત્યારબાદ તેઓ કાલોલ હાલોલ થઈ જાંબુઘોડા જવા માટે રવાના થયા હતા અને જાંબુઘોડા ખાતે રાત્રી રોકાણ કર્યું હતું.

રાહુલ ગાંધીએ ગોધરા શહેરમાંથી નીકળ્યા બાદ પોપટપુરા ખાતે આવેલ ગણેશ મંદિર ખાતે દર્શન કર્યા હતા સાથે જ તેઓ દર્શન કરી પરત ફરતી વેળાએ એક કિશોર અને કિશોરી સાથે ફોટોગ્રાફ્સ પણ પડાવ્યો હતો. જોકે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા દરમિયાન કાલોલમાં ઉત્સાહભેર સરદાર ભવન ખાતે રાહુલ ગાંધીનું સ્વાગત કરવા ઉભેલા કોંગ્રેસના કાર્યકરો અને પદાધિકારીઓમાં રાહુલ ગાંધી માત્ર અભિવાદન ઝીલી પસાર થઈ જતાં નારાજગી છવાઈ હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા કાલોલ થઈ હાલોલ થઈ યાત્રાધામ પાવાગઢ ખાતે પહોંચી હતી. જ્યાં રાહુલ ગાંધીએ તળેટી ખાતે મહાકાળી માતાજીના મંદિરમાં ધજા ચઢાવી પૂજા કરવામાં આવી. ધજા અને પૂજન કર્યા બાદ રાત્રી રોકાણ માટે જાંબુઘોડા જવા રવાના થયા હતા.

અહેવાલ - નામદેવ પાટીલ, પંચમહાલ 

આ પણ વાંચો - કોંગ્રેસ MLA Geniben Thakor એ જાણો કઇ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાની વ્યક્ત કરી ઈચ્છા

આ પણ વાંચો - સાયકલિંગથી મતદાતા જાગૃતિ : સાયકલ રેલીમાં સહભાગી થયેલા સર્વેને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

આ પણ વાંચો - ગુજરાત કોંગ્રેસના વધુ એક MLA નું રાજીનામું, ભાજપમાં ભળશે ?

Tags :
Bharat Jodo Nyaya YatraCongressGujaratGujarat CongressGujarat FirstGujarat NewsGujarati Newsrahul-gandhi
Next Article