Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AAP અને Congress ના ગઠબંધન વચ્ચે કોંગ્રેસીઓ અન્ય પક્ષમાં પક્ષ પલ્ટો કરે તેવા અણસાર

AAP and Congress : જ્યારે પણ કોઈ ચૂંટણી (Election)આવતી હોય ત્યારે અન્ય પક્ષમાં જવા માટેનો ભરતી મેળો યોજાતો હોય છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) સામે છે અને તેમાંય ભરૂચ લોકસભા બેઠક (Bharuch Lok Sabha Seat) ઉપર આપ અને...
aap અને congress ના ગઠબંધન વચ્ચે કોંગ્રેસીઓ અન્ય પક્ષમાં પક્ષ પલ્ટો કરે તેવા અણસાર

AAP and Congress : જ્યારે પણ કોઈ ચૂંટણી (Election)આવતી હોય ત્યારે અન્ય પક્ષમાં જવા માટેનો ભરતી મેળો યોજાતો હોય છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) સામે છે અને તેમાંય ભરૂચ લોકસભા બેઠક (Bharuch Lok Sabha Seat) ઉપર આપ અને કોંગ્રેસના ગઠબંધન (AAP and Congress alliance) વચ્ચે કોંગ્રેસ ફરી એકવાર મેદાનમાં ઉતાર્યું છે અને AAP ના ઉમેદવાર કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી (Election) લડે તેવી માંગ સાથે પત્રકાર પરિષદ યોજી હતી. પરંતુ આપ અને કોંગ્રેસના ગઠબંધન (AAP and Congress alliance) વચ્ચે ઘણા કોંગ્રેસીઓ અન્ય પક્ષમાં પક્ષ પલ્ટો કરે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે.

Advertisement

ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ ઘણા કોંગ્રેસીઓમાં નારાજગી જોવા મળી રહી છે અને આવનાર સમયમાં ભરૂચ જિલ્લો કોંગ્રેસ મુક્ત થઈ જાય તેવા એંધાણો વચ્ચે કોંગ્રેસીઓએ પણ હાલમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં જે ઉમેદવાર હોય તે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ઉમેદવારી કરે અને ચૂંટણી લડે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા અને પ્રદેશ અગ્રણી સંદીપ માંગરોલાએ ભરૂચ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી.

કોંગ્રેસ અગ્રણીઓએ યોજેલી પત્રકાર પરિષદમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં કોંગ્રેસીઓ ઈચ્છા ધરાવે છે કે જે ઉમેદવાર હોય તે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડે પરંતુ હાલમાં આપ અને કોંગ્રેસના ગઢ બંધન વચ્ચે આપના ઉમેદવાર ચૈતર વસાવાને જાહેર કરાયા છે અને ચૈતર વસાવાએ પણ કોંગ્રેસીઓની વેદના ઉપર કહ્યું હતું કે હું આપનો ધારાસભ્ય છું અને સ્વાભાવિક છે કે મારે આપના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવી પડે અને મોવડી મંડળ જે નક્કી કરશે તેને અમે વળીને રહીશું તેમ ચૈતર વસાવા મીડિયા સમક્ષ કહ્યું છે.

Advertisement

સામાન્ય રીતે ભરૂચ નગરપાલિકાની ચૂંટણી હોય કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે વિધાનસભાની ચૂંટણી હોય હંમેશા કોંગ્રેસી હોદેદારોમાં વિવાદ ઉભો થતો હોય છે અને ઘણી વખત તો કોંગ્રેસ કાર્યાલયના કાચ પણ ફૂટી ચૂક્યા છે કોંગ્રેસમાં જ્યાં સુધી એકતા નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ ક્યારેય સત્તા ઉપર નહીં આવે તેવા સવાલો લોકોમાં ચર્ચાસ્પદ બની ગયા છે પરંતુ હાલ તો ઘણા કોંગ્રેસીઓ આપના ઉમેદવાર ચૈતર વસાવાની સમર્થન આપતા લેટરો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી રહ્યા છે જો કોંગ્રેસીઓ આપને સહકાર આપી ચૈતર વસાવાની જીતાડવાના પ્રયાસ કરે તે પણ જરૂરી છે.

આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ ઘણા કોંગ્રેસીઓ અન્ય પક્ષમાં પહોંચે તેવા અણસારો

Advertisement

આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે કેટલાક નારાજ થયેલા કોંગ્રેસીઓ અન્ય પક્ષનો ખેસ ધારણ કરે તો નવાઈ નહીં કારણ કે ઘણા કોંગ્રેસીઓ અન્ય પક્ષમાં જવા માટે ઉત્સુક હોવાનું પણ માનવામાં આવે છે સામાન્ય રીતે કોઈપણ હોદ્દેદાર અન્ય પક્ષમાં જાય તો તે પ્રજાના હિત માટે અન્ય પક્ષમાં જતા નથી પોતાના ફાયદા માટે જ અન્ય પક્ષનો હાથ ચાલતા હોવાનું પણ લોકો માની રહ્યા છે.

કોંગ્રેસ કાર્યાલય ઉપર આમ આદમી પાર્ટીનું બેનર લગાડીશું :- યુવા પ્રમુખ નિખિલ શાહ

ભરૂચ જિલ્લામાં આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ હવે ભરૂચ કોંગ્રેસ મુક્ત બની રહ્યું છે એટલે કોંગ્રેસ કાર્યાલય હવે બંધ થઈ જશે કોંગ્રેસ કાર્યાલય ઉપર આમ આદમી પાર્ટીનું બેનર લગાડીને કોંગ્રેસીઓ હવે અન્ય પક્ષોમાં જશે પરંતુ એક વાત નિશ્ચિત છે કે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ મુક્ત બની રહ્યું છે.

અહેવાલ - દિનેશ મકવાણા

આ પણ વાંચો - ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક નોંધાઈ, જગ્યાના અભાવે હાલ પૂરતી આવક બંધ કરવામાં આવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.