Banaskantha: વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર, ગેનીબેન ઠાકોરના ગઢમાં આ તારીખે થશે મતદાન
- 13 નવેમ્બરે વાવ બેઠકની ચૂંટણી માટે થશે મતદાન
- 23 નવેમ્બરે વાવ બેઠકનું પરિણામ જાહેર થશે
- 18 ઓક્ટોબરે વાવ બેઠકનું જાહેરનામું પ્રસિદ્ધ થશે
- 25 ઓક્ટોબર સુધી ભરી શકાશે ઉમેદવારી ફોર્મ
Banaskantha: બનાસકાંઠાના વાત વિધાનસભા બેઠકન પેટાટચૂંટણી જાહેર થઈ ગઈ છે. વાવ વિધાનસભાને ગેનીબેન ઠાકોરનો ગઢ કહેવામાં આવે છે. આ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે મતદાન થશે તેવી જાહેરાત થઈ ગઈ છે. 13 નવેમ્બરના રોજ મતદાન યોજાશે જ્યારે 23 નવેમ્બર એટલે કે મતદાનના 10 દિવસ પછી પરિણામ જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, 18 ઓક્ટોબરે વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. મળતી જાણકારી પ્રમાણે 25 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.
13 નવેમ્બરે વાવ મતદાન અને 23 નવેમ્બરે પરિણામ | Gujarat First#VavElections #GujaratPolls #BJPvsCongress #PoliticalBattle #Election2024 #VoterAwareness #GeniBenThakor #ElectionResults #VoteSmart #GujaratPolitics #Gfcard #Gujaratfirst pic.twitter.com/Lo5XN4ngVD
— Gujarat First (@GujaratFirst) October 15, 2024
વાવ વિધાનસભા બેઠક એટલે ગેનીબેન ઠાકોરનો ગઢ
નોંધનીય છે કે, સાંસદ બનતા આ બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. જેથી આ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બેઠક પર 13 નવેમ્બરે મતદાન થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ બેઠક ગેનીબેન ઠાકોરનો ગઢ રહ્યો છે. જો કે, હવે આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તે જોવું રહ્યું પરંતુ અત્યારે આ બેઠકને લઈને અનેક પ્રકારની અટકળો સામે આવી રહીં છે. પ્રશ્ન એ પણ છે કે, શું હવે કોંગ્રેસ આ બેઠક પરથી જીત મેળવી શકે? જો કે, સમીકરણ એવા સામે આવી રહ્યાં છે કે, આ બેઠક પરથી કોંગ્રેસ પૂર્ણ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી શકે છે. ગુલાબસિંહ રાજપૂત થરાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા પરંતુ તેમની સામે શંકર ચોંધરીને આ બેઠક પરથી વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચો: Valsad : ઘરમાં એકલતાનો લાભ લઈ નરાધમ પિતાએ જ પોતાની 14 વર્ષીય પુત્રીને પીંખી નાંખી!
18 ઓક્ટોબરે પેટાચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ થશે
જો કે, સામે બીજેપી આ બેઠક પરથી કોને મેદાને ઉતારે છે તે મામલે હજી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ આ બેઠક પર પેટાચૂંટણીને લઈને અનેક સમીકરણો રચાઈ રહ્યાં છે. બનાસકાંઠા (Banaskantha)માં આવેલી આ વિધાનસભા બેઠક ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આગામી 13 નવેમ્બરે આ બેઠક પર મતદાન થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીને લઈને 18 ઓક્ટોબરે વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.
આ પણ વાંચો: FBI : નકલી કોલ સેન્ટરનું ગુજરાત કનેકશન, અમેરિકન નાગરિકોને છેતરતી ટોળકીના 26ની CBI એ કરી ધરપકડ