Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha: જિગ્નેશ મેવાણી વિવાદમાં સપડાયા, મનરેગામાં કામ કરતી મહિલાએ કર્યા આક્ષેપો

બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિવાદમાં સકલાણા ગામમાં મનરેગામાં કામ કરતી મહિલાનો આક્ષેપ જીગ્નેશ મેવાણીના PA અને તેમના માણસો હેરાન કરતા હોવાનો આક્ષેપ Vadgam: બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિવાદમાં આવ્યા હોવાનું સમે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે સકલાણા...
banaskantha  જિગ્નેશ મેવાણી વિવાદમાં સપડાયા  મનરેગામાં કામ કરતી મહિલાએ કર્યા આક્ષેપો
  1. બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિવાદમાં
  2. સકલાણા ગામમાં મનરેગામાં કામ કરતી મહિલાનો આક્ષેપ
  3. જીગ્નેશ મેવાણીના PA અને તેમના માણસો હેરાન કરતા હોવાનો આક્ષેપ

Vadgam: બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિવાદમાં આવ્યા હોવાનું સમે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે સકલાણા ગામમાં મનરેગામાં કામ કરતી મહિલાએ આક્ષેપો કર્યા હોવાનું સામે આવ્યું છે. મહિલાએ છે કે, જિજ્ઞેશ મેવાણીના PA અને તેમના માણસો હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જિજ્ઞેશ મેવાણીના PA સતીશ વણસોલા અને શૈલેષ સોલંકી માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ અત્યારે મહિલાએ લગાવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: કોંગ્રેસ આગેવાન ભૂલ્યા ભાન, મહિલા અધિકારી સાથે કર્યો મોટો કાંડ!

Advertisement

ફરિયાદી અગાઉ વડગામમાં કોંગ્રેસના SC મોરચાના પ્રમુખ હતા

નોંધનીય છે કે, ફરિયાદી મહિલા અરૂણા પરમાર અગાઉ વડગામ (Vadgam)માં કોંગ્રેસના SC મોરચાના પ્રમુખ હતા. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ છોડી દેતા જિજ્ઞેશ મેવાણીના ઇશારે હેરાન કરતા હોવાનો મહિલાએ દાવો કર્યો છે. મળતી વિગતો પ્રમાણે મહિલાએ વડગામ પોલીસ મથક અને જિલ્લા એસ.પી ને લેખિતમાં અરજી કરીને આ બાબતે રજૂઆત કરી છે. મહત્વની વાત એ છે કે, મહિલાએ જિલ્લા એસ.પીને અરજી કરીને કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે.

આ પણ વાંચો: Harshad Bhojak ના બેંક લોકરમાંથી મળી આવ્યા સોનાના બિસ્કીટ અને ચાંદીનીં ઈંટો

Advertisement

જિજ્ઞેશ મેવાણીના કહેવાથી તેમના માણસો હેરાન કરાવામાં આવે છે

મહિલાએ એવો આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ પક્ષ છોડી દેતા વિધાનસભાની ચૂંટણી બાદ જિજ્ઞેશ મેવાણીના કહેવાથી તેમના માણસો દ્વારા વારંવાર હેરાન કરાવામાં આવે છે. વધુમાં મહિલાએ કહ્યું કે, અત્યારે મારા પતિ હયાત નથી. ઘરની તમામ જવાબદારીઓ અત્યારે માર પર જ છે, આ લોકોને વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરીને રહેરાન કરી રહ્યા છે. આ સાથે મહિલાએ ન્યાય માટે માંગણી કરતા કહ્યું કે, ‘હવે મારાથી આ ટોર્ચર સહન થાય તેમ નથી, તેની બધા ભાઈઓ મને ન્યાય આપવાવો.’

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિ. માટે કોમન એકટ, ડીનનીની મુદ્દત 3 વર્ષ કરાઈ

મહિલાએ ફરિયાદ કરતા ફરી મેવાણી વિવાદમાં

આ પહેલા પણ જિગ્રેશ મેવાણી દ્વારા યોજવામાં આવેલા એક કાર્યક્રમણાં વિવાદ સામે આવ્યો હતો. તેમાં કચ્છના કોંગ્રેસ પ્રમુખે મહિલા સાથે ગેરવર્તણુ કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી મહિલા અધિકારીએ કચ્છ કોંગ્રેસ પ્રમુખ સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી છે. જેથી મહત્વની વાત એ છે કે,એ ઘટના પણ જિગ્નેશ મેવાણીના કાર્યક્રમમાં બની હતી અને અત્યારે એક મહિલાએ ફરિયાદ કરતા ફરી મેવાણી સાહેબ વિવાદમાં સપડાયા છે.

Tags :
Advertisement

.