Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha : મિથેનોલ ભરેલું ટેન્કર પલટતા લાગી આગ, લોકો તેલ સમજી લૂંટી ગયા

Banaskantha : સુઈગામના દુદોસણ નજીક મિથેનોલ ભરેલું ટેન્કર (tanker) પલટાયું હોવાના સમાચાર સામે આવ્યા છે. રાત્રીના સમયે આ ટેન્કર (tanker) પલટાઈ જતા દોડધામ મચી ગઇ હતી. જીહા, આજુબાજુના ગામના લોકો તેલ સમજીને મિથેનોલની લૂંટ ચલાવવા દોડી આવ્યા હતા. ઘટનાની જાણ...
banaskantha   મિથેનોલ ભરેલું ટેન્કર પલટતા લાગી આગ  લોકો તેલ સમજી લૂંટી ગયા

Banaskantha : સુઈગામના દુદોસણ નજીક મિથેનોલ ભરેલું ટેન્કર (tanker) પલટાયું હોવાના સમાચાર સામે આવ્યા છે. રાત્રીના સમયે આ ટેન્કર (tanker) પલટાઈ જતા દોડધામ મચી ગઇ હતી. જીહા, આજુબાજુના ગામના લોકો તેલ સમજીને મિથેનોલની લૂંટ ચલાવવા દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ સતર્ક થઇ ગઇ હતી. પોલીસની વિવિધ ટીમો દ્વારા ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કારણ કે જે ગામના લોકો તેલ સમજીને જે લઇને ગયા હતા તે એક જ્વલનશીલ મિથેનોલ હતું.

Advertisement

2 કિલોમીટર સુધી વાહનોની કતાર જોવા મળી

ટેન્કર (tanker) પલટાઈ જતા 2 કિલોમીટર સુધી વાહનોની કતાર જોવા મળી હતી. બનાવના પગલે થરાદ, દિયોદર DYSp, સુઇગામ મામલતદાર સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી તો તેમને જોવા મળ્યું કે એક ટેન્કરમાં ભયાનક આગ લાગેલી છે. જે બાદ થરાદ અને ભાભર ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવી અને તેમના દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબું મેળવવામાં આવ્યો હતો. બીજી તરફ લોકો આ ટેન્કરમાં તેલ સમજીને લૂંટ ચલાવવા લાગ્યા હતા. જે વિશે પોલીસને જાણ થતા પોલીસે ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. થરાદ DYSP એસ એમ વારોતરિયાએ ગામના લોકોને અપીલ પણ કરી હતી કે આ એક ઝેરી કેમિકલ છે જેનો ઉપયોગ ન કરે. પોલીસની વિવિદ ટીમો દ્વારા દુદોસમ, બોરું, ઝઝામમાં તપાસ કરવામાં આવી હતી.

Advertisement

કેવી રીતે બની ઘટના ?

આ ઘટના વિશે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બનાસકાંઠાના સુઈગામ પોલીસ સ્ટેશનની હદમાં એક ટેન્કર પલટાઈ ગયું હતું. આ ટેન્કર પલટાઈ જવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, આ ટેન્કરને રસ્તામાં બળદગાડું આવી ગયું જેને બચાવવા જતા ટેન્કર પલટાઈ ગયુ હોવાનું ડ્રાઈવરનું કહેવું છે. વધુમાં તેમણે કહ્યું કે, ટેન્કરમાં મિથેનોલ ભરેલું છે જે ખૂબ જ ઝેરી પ્રવાહી છે. તેમના કહેવા પ્રમાણે, આ મિથેનોલ કોઇ માણસ પી જાય છે તો તેનું થોડી જ ક્ષણોમાં મૃત્યું થઇ શકે છે. ટેન્કરમાંથી મિથેનોલ ઠોળાઈ જતા આગ પણ લાગી ગઇ હતી. જોકે, ફાયર બ્રિગેડ઼ની મદદથી પાણીનો મારો મારવામાં આવ્યો જેનાથી આગ કાબુંમાં આવી ગઇ છે. અધિકારીનું કહેવું છે કે, આ ટેન્કર કંડલાથી લુધિયાણા જઇ રહ્યું હતું અને આ ટેન્કરના માલિકનું નામ પ્રેબિરસિંઘ છે. ઘટનાને કારણે ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેને થોડીવારમાં રાબેતા મુજબ કરી દેવામાં આવશે.

Advertisement

બનાસકાંઠા જિલ્લા પોલીસે જાહેર જોગ સંદેશ આપ્યો

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને બનાસકાંઠા જિલ્લા પોલસે જાહેર જોગ સંદેશ આપ્યો છે. જેમા તેમણે ઉલ્લેખ કર્યો છે કે, ઝઝામ-દુદોસણ ગામની જાહેર જનતાને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે, આજે કંડલાથી લુધીયાણા જતુ એક ટેન્કર ઝઝામ દુદોસણ કસ્ટમ હાઈવે ઉપર પલટી મારી ગયું હતું અને તે ટેન્કરમાં મિથેનોલ પ્રકારનું ઝેરી રસાયણ ભરેલું હતું. જે ઢોળાયેલું હોઇ અને લોકો તેને પેટ્રોલ અથવા આલ્કોહોલ સમજી લઇ ગયા છે, જેનો કોઇ પણ ઉપયોગ કરવો જોખમી છે અને તેનો ઉપયોગ ન કરવો. આ રસાયણ માનવ તેમજ પશુપ્રાણી માટે ખૂબ જ હાનિકારક છે. જેથી ઘરની દૂર આવેલા ચરેડામાં કે અવાવરૂ જગ્યાએ તેનો તાત્કાલિક નાશ કરી દેવો.

આ પણ વાંચો - બનાસકાંઠાના કાંકરેજના આકોલીમાં દોઢ વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો - OPERATION ASUR : બનાસકાંઠામાંથી કતલખાને લઇ જવાતા અબોલ પશુઓને બચાવાયા, GUJARAT FIRST નું દિલધડક ઓપરેશન Video

Tags :
Advertisement

.