ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Banaskantha ના વિભાજનને મંજૂરી, વાવ-થરાદ જિલ્લાની રાજ્ય સરકારે કરી જાહેરાત

વર્ષના પહેલા જ દિવસે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લાનો વિભાજન કરી દેવામાં આવ્યું છે. હવે આ વિભાજન બાદ નવો "થરાદ-વાવ" જિલ્લો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
03:31 PM Jan 01, 2025 IST | Hardik Shah
featuredImage featuredImage
state government announces Vav-Tharad district

Banaskantha : વર્ષના પહેલા જ દિવસે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લાનો વિભાજન કરી દેવામાં આવ્યું છે. હવે આ વિભાજન બાદ નવો "થરાદ-વાવ" જિલ્લો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે, અને રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ નવા જિલ્લાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.

વાવ-થરાદને નવો જિલ્લો બનાવવાનો નિર્ણય લેવાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આજે કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં નવા વર્ષે બનાસકાંઠાવાસીઓને ખાસ ભેટ આપતા બનેલા મહત્વપૂર્ણ નિર્ણયોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે વાવ-થરાદને નવો જિલ્લો બનાવવાનો નિર્ણય લીધો છે. જણાવી દઇએ કે, હાલના બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાંથી 8 તાલુકાઓ - 4 નગરપાલિકાઓનો નવા બનનારા વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાશે. હાલમાં, બનાસકાંઠા જિલ્લામાં કુલ 13 તાલુકાઓ છે અને તેનું મુખ્ય મથક પાલનપુર છે. નવા વિભાજનથી 8 તાલુકાઓ થરાદ જિલ્લાના ભાગ બનશે, જેમાં વાવ, સુઈગામ, થરાદ, દિયોદર, ભાભર, કાંકરેજના તાલુકાઓનો સમાવેશ થશે. જ્યારે પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા, ધાનેરા અને વડગામ જિલ્લાની સ્થિતિમાં રહેશે.

કેમ લેવાયો આ નિર્ણય?

આ નિર્ણયના પાછળનો કારણ એ છે કે, બનાસકાંઠાનો વિસ્તાર બહુ મોટો છે અને સરકારી કામગીરી માટે લોકો સુધી પહોંચવું અને કામકાજ કરવાનો સમયદૂર અત્યંત મુશ્કેલ બની ગયો હતો. તેથી, રાજ્ય સરકારે આ નિર્ણય લઈ લોકોને સહાય કરતા નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો:  લેટરકાંડમાં હવે પાટીદાર સમાજની દિકરીના સન્માનનો મુદ્દો, કોંગ્રેસ આવ્યું મેદાને

Tags :
BanaskanthaBanaskantha districtBanaskantha NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsHardik ShahTharadVav