Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha: પાલનપુરના 2 ઓપરેટરોએ કર્યું Aadhaar cardમાં સેટિંગ, મોટું કૌભાંડ સામે આવવાની સંભાવના

Aadhaar card માટે ફિંગર પ્રિન્ટ અથવા કોઈ શબ્દનું મિસ મેચ થાય છે તો રિજેક્ટ થાય છે. જેમાં અન્ય વ્યક્તિના ફિંગર પ્રિન્ટથી આધારકાર્ડ કેવી રીતે નીકળ્યું એ પણ એક સવાલ
banaskantha  પાલનપુરના 2 ઓપરેટરોએ કર્યું aadhaar cardમાં સેટિંગ  મોટું કૌભાંડ સામે આવવાની સંભાવના
Advertisement
  • પાલનપુરના જનસેવા કેન્દ્રનાAadhaar cardના 2 ઓપરેટરોને સાયબર સેલ ઉઠાવ્યા
  • યુઆઈડીના નાયબ સચિવ પાલનપુર જનસેવા કેન્દ્રમાં ઓપરેટર પાસેથી વિગતો મેળવી હતી
  • અન્ય વ્યક્તિના ફિંગર પ્રિન્ટથી આધારકાર્ડ કેવી રીતે નીકળ્યું એ પણ એક સવાલ!

Banaskanthaમાં આવેલ પાલનપુરના જનસેવા કેન્દ્રના Aadhaar cardના 2 ઓપરેટરને પૂછપરછ માટે અમદાવાદ સાયબર સેલની ટીમ લઈ ગઈ છે. જેમાં કુલીન પુરોહિત અને હર્ષદગીરીને પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયા છે. તેમાં અમદાવાદ સાયબર સેલની તપાસમાં બોગસ આધારકાર્ડ પાલનપુર જનસેવા કેન્દ્રમાંથી નીકળ્યું હોવાની તપાસમાં ખુલાસો થયો છે.

અન્ય વ્યક્તિના ફિંગર પ્રિન્ટથી આધારકાર્ડ કેવી રીતે નીકળ્યું એ પણ એક સવાલ

18 ડિસેમ્બરે યુઆઈડીના નાયબ સચિવ પાલનપુર જનસેવા કેન્દ્રમાં ઓપરેટર પાસેથી વિગતો મેળવી હતી. જેમાં એક વ્યક્તિના આધારકાર્ડ (Aadhaar card)માં બીજા અન્ય વ્યક્તિની ફિંગર પ્રિન્ટથી ફોટો અને મોબાઈલ નંબર અપડેટ કરાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ઓનલાઇન ગેમના પૈસા માટે બેંકમાં બોગસ આધારકાર્ડને આધારે બોગસ એકાઉન્ટ ખોલાવવા આધારકાર્ડનો ઉપયોગ થતો હોય છે. તેમજ એલસી, ચૂંટણીકાર્ડ જેવા દસ્તાવેજો પણ બોગસ હોય છે અને જેના કારણે આધારકાર્ડ અપડેટ કરાવતા હોય છે. ત્યારે આધારકાર્ડ માટે ફિંગર પ્રિન્ટ અથવા કોઈ શબ્દનું મિસ મેચ થાય છે તો રિજેક્ટ થાય છે. જેમાં અન્ય વ્યક્તિના ફિંગર પ્રિન્ટથી આધારકાર્ડ કેવી રીતે નીકળ્યું એ પણ એક સવાલ છે. આધારકાર્ડ માટે આધાર ઓપરેટરને ભલામણ કરનાર એક યુવકની પણ પાલનપુરમાંથી પૂછપરછ માટે લઈ જવાયો હતો જો કે તેને મોડી રાત્રે છોડી દેવાયો હતો.

Advertisement

આ પણ વાંચો: Morbi: હળવદમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા 5 બોગસ તબીબો ઝડપાયા

Advertisement

બે ઓપરેટરોની પૂછપરછમાં હજુ વધુ બોગસ આધારકાર્ડ (Aadhaar card)ની વિગતો બહાર આવશે

નવેમ્બર માસમાં અમદાવાદ સાયબર સેલમાં બોગસ આધારકાર્ડને લઈને નોંધાઈ હતી જેમાં ફરિયાદને આધારે તેની તપાસ ચાલી રહી હતી. તથા અન્ય જિલ્લામાં પણ આવા બોગસ આધારકાર્ડ અપડેટ કરાવીને ઉપયોગમાં લીધા હોવાની પણ વિગત સામે આવી છે. પાલનપુર જનસેવાના આધારકાર્ડના બે ઓપરેટરોની પૂછપરછમાં હજુ વધુ બોગસ આધારકાર્ડની વિગતો બહાર આવી શકે છે.

આ પણ વાંચો: Gujaratમાં BZ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક Scam સામે આવતા ચકચાર મચી

આધારકાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી

આધારકાર્ડ (Aadhaar card)ને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આ વખતે આ તારીખ 6 મહિના માટે લંબાવવામાં આવી છે. એટલે કે લોકો હવે વધુ 6 મહિના માટે મફતમાં આધાર અપડેટ કરી શકશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા(UIDAI)એ આધારની વિગતોને મફતમાં અપડેટ કરવાની તારીખ લંબાવી છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા(UIDAI)એ જણાવ્યું હતું કે, આધારને મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન, 2025 સુધી લંબાવી દેવામાં આવી છે. જે અગાઉ 14 ડિસેમ્બર, 2024 સુધી હતી. આધારને મફતમાં અપડેટ કરવા માટે તમે myAadhaar પોર્ટલની મદદ લઈ શકો છો. પરંતુ જો તમે 14 જૂન, 2025 પહેલાં આધાર અપડેટ નહીં કરો તો તમારે આ દિવસ પછીથી ચાર્જ ચૂકવવો પડી શકે છે.

Tags :
Advertisement

Related News

featured-img
ક્રાઈમ

Rajkot : ગોંડલના જાટ યુવક રાજકુમારના મોત પર મોટો ઘટસ્ફોટ

featured-img
રાષ્ટ્રીય

લદ્દાખના કારગિલમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, જમ્મુ-કાશ્મીરમાં પણ અનુભવાયા આંચકા

featured-img
Top News

Gujarat : અંબાલાલ પટેલે હોળીકા દહનની જ્વાળાને જોઈ વરતારો આપ્યો

featured-img
ધર્મ ભક્તિ

Rashifal : શુક્રવારે મા લક્ષ્મી આ રાશિઓ પર કૃપા કરશે, દરેક કાર્યમાં પ્રગતિ અને સફળતા મળશે

featured-img
Top News

Vadodara : નશાની હાલતમાં નબીરાઓએ મોતનો ખેલ ખેલ્યો, 7 લોકોને ઉડાવ્યા

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલમાં રાતે લુખ્ખા તત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ કરી, લોકો પર હુમલો કર્યો!

×

Live Tv

Trending News

.

×