Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમીરગઢ પાસેથી પસાર થતી બનાસ નદી બંને કાંઠે વહેતી થઇ 

અહેવાલ----રામલાલ મીણા, અમીરગઢ  રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદી બન્ને કાંઠે વહેતી થઈ છે.  તંત્ર દ્વારા નદીના નજીક વાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. ચેક ડેમ ઓવર ફ્લો થતા લોકો નદીને નિહાળવા ઉમટી પડ્યા બિપોરજોય...
અમીરગઢ પાસેથી પસાર થતી બનાસ નદી બંને કાંઠે વહેતી થઇ 
અહેવાલ----રામલાલ મીણા, અમીરગઢ 
રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદી બન્ને કાંઠે વહેતી થઈ છે.  તંત્ર દ્વારા નદીના નજીક વાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે.
ચેક ડેમ ઓવર ફ્લો થતા લોકો નદીને નિહાળવા ઉમટી પડ્યા
બિપોરજોય વાવાઝોડાની અસર બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં જોવા મળી હતી રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે લોક માતા બનાસ નદી બન્ને કાંઠે વહેતી થઈ હતી. ગત મોડી રાત્રે થી ભારે પવન સાથે ધોધમાર વરસાદ ની શરૂઆત થઈ હતી જે વરસાદ ચાલુ રહેતા રાજસ્થાનના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ થી બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. અમીરગઢ નજીક ની બનાસ નદીના પટમાં બનાવેલ ચેક ડેમ ઓવર ફ્લો થતા લોકો નદીને નિહાળવા ઉમટી પડ્યા હતા.
કેટલાક વિસ્તારોમાં વીજ પોલ ધરાશાયી
અમીરગઢ પંથકમાં ગઈ કાલથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે જેને લઈને અમીરગઢ ના કેટલાક વિસ્તારોમાં વીજ પોલ ધરાશાયી થયા છે તો કપાસિયા ગામે રબારી ગજા ભાઈ રબારી જીવાભાઈ રબારી જેઠા ભાઈ ના મકાનના પતરા ઉડી ગયા હતા તો બીજી બાજુ અમીરગઢ ના અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો તો ભારે વરસાદ ના કારણે ઇકબાલગઢ  ગંજ બજાર બેટમાં ફેરવાયું હતું. ભારે  વાવાજોડા અને ધોધમાર માર વરસાદ થી લોકો ભયભીત થઈ ગયા છે . લોકો પોતાના ઘરમાં પુરાઈ રહ્યા હતા. અમીરગઢ તાલુકાના કેટલાક ગામોમાં ખેડૂતોના  ખેતરમાં વાવેલ બાજરીના કાપેલા પાકોમાં ભારે નુકસાન થયું છે.  ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા જાણે ડેમ જેવા દ્રષ્યો સામે આવ્યા હતા.
નદીના પટ થી  દૂર રહેવા સુચના
અમીરગઢ  તાલુકા વિકાસ અધિકારી  જીગર ભાઈ પટેલે  જણાવ્યું હતું કે નદી બનાસ નદીના વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી  રાખવા તેમજ નદી નજીક જવું નહિ નદીના પટ થી  દૂર રહેવા અમીરગઢ તાલુકાના સરપંચો સાથે મિટિંગ યોજી સૂચના આપવામાં આવી  છે . અમીરગઢ તાલુકા વિકાસ અધિકારી જીગર ભાઈ પટેલ તેમજ અમીરગઢ  લઈજન અધિકારી શેલેષ ભાઈ પટેલ મામલતદાર વી જી રાવલ તાલુકા પંચાયત  એસ  ઓ  રાજેશ ભાઈ ચૌધરી  સહિત ની ટિમો ફિલ્ડ માં સર્વે હાથ ધર્યું છે . જોકે અમીરગઢ  તાલુકા માં કોઈ પ્રકાર નું મોટુ નુકસાન થયું નથી.
Advertisement
Tags :
Advertisement

.