Asana Cyclone: કચ્છ પર થી વાવાઝોડાનો ખતરો ટળ્યો! વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાયું
- જમીન પર ડિપ્રેશન-દરિયામાં ચક્રવાત
- ખુબ જ ઝડપથી ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું છે
- ચક્રવાત પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે
- ચક્રવાત કરાંચી થઇ ઓમાન તરફ ફંટાવવાની શક્યતા
Asana Cyclone:ગુજરાતના કચ્છ તરફ આવી રહેલ ‘અસના’ વાવાઝોડું (Asana Cyclone)કચ્છને ( Kutch)સ્પર્શીને પાકિસ્તાન તરફ ફંટાયું છે. ચક્રવાત હાલ 240 km ભુજથી આગળ છે. ચક્રવાત પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. ચક્રવાત કરાંચીથી દક્ષિણ પૂર્વ તરફ 160 km દૂર છે.
કચ્છ પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો
ગુજરાતના માથે મંડરાયેલો વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. આ વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું છે. 'અસના' નામનાં આ વાવાઝોડાને વિનાશક કે પ્રચંડ એવું નહીં, પણ દુર્લભ ગણાવાયું હતું. ચાલો, જાણીએ કે આ અસના વાવાઝોડાને દુર્લભ કેમ કહેવાયું અને ગુજરાત સહિત દેશમાં પહેલાં ક્યારે ક્યારે આવાં દુર્લભ વાવાઝોડાં આવ્યાં હતાં.
આ પણ વાંચો -CR Patil :કેન્દ્રીય મંત્રી CR Patilની અધ્યક્ષતામાં રેઈન વોટર હાર્વેસ્ટીંગનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
મોટા ભાગના વાવાઝોડા દરિયામાં જ ઉદભવતા હોય છે
સામાન્ય રીતે મોટા ભાગના વાવાઝોડા દરિયામાં જ ઉદભવતા હોય છે, પરંતુ આ વાવાઝોડું એટલા માટે ખાસ ગણવામાં આવ્યું કે એ જમીન પરથી દરિયામાં આવીને વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. છેલ્લાં 80 વર્ષમાં કુલ ત્રણવાર આવાં વાવાઝોડાં આવ્યાં છે. છેલ્લે, વર્ષ 1976માં, એટલે કે 48 વર્ષ પહેલાં આવું વાવાઝોડું સર્જાયુ હતું.ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક સોમા સેન રૉયે જણાવ્યું હતું કે આ પહેલાં વર્ષ 1944, વર્ષ 1964 અને 1976માં આ પ્રકારનું દુર્લભ કહી શકાય એવું વાતાવરણ જોવા મળ્યું હતું. એ સમયે જમીનની ઉપર એક્ટિવ ડીપ ડિપ્રેશન, એટલે કે વેધર સિસ્ટમે અરબી સમુદ્રમાંથી ગરમી મેળવીને ભયાનક રૂપ લીધું હતું. અને છેલ્લે સમુદ્ર પર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું હતું. એના માટે આ સિસ્ટમ શુક્રવાર સુધી અરબી સમુદ્રમાં જ આગળ વધશે અને એ ગુજરાતના દરિયાકિનારાથી સતત દૂર જશે એટલે ગુજરાત પર ભયાનક વાવાઝોડાનો ખતરો ઓછો થશે.
આ પણ વાંચો -Chotaudepur: ભારે વરસાદ બાદ જિલ્લામાં ખેતરોની પરિસ્થિતિ જાણવા ખેતીવાડી વિભાગનો સર્વે
ઉતરપૂર્વીય અરબસાગરમાં વાવાઝોડું સક્રિય
હવામાન વિભાગની આગાહી મુજબ ઉતરપૂર્વીય અરબસાગરમાં વાવાઝોડું સક્રિય થયું છે. ડીપ ડિપ્રેશનમાં વાવાઝોડું આગળ વધ્યું છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની અસર વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે વરસાદ રહેશે અને અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ રહેશે. આજે કચ્છ, મોરબી ,જામનગર, દ્વારકા પોરબંદર, જૂનાગઢ , રાજકોટમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ રહેશે અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદ રહેશે તથા અમદાવાદ ,ગાંધીનગર , વડોદરા , પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર ભારે વરસાદ સાથે યલો એલર્ટ અપાયું છે. બનાસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી , મહેસાણા, પાટણ , સુરત , ડાંગ , તાપી , ભરૂચ , દાદારનાગર હવેલી નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.