Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખેલ મહાકુંભના પરિણામે ગુજરાતમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર થયા : મંત્રી હર્ષ સંઘવી

Khel Mahakumbh : રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ખેલ મહાકુંભ 2.0 માં 4 નવીન રમતોનો ઉમેરો કરાયો છે અને એક ખેલાડી બે રમતમાં ભાગ લઇ શકે છે. વધુમાં ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓને મળતા રોકડ પુરસ્કારની રકમ પણ વધારવામાં...
ખેલ મહાકુંભના પરિણામે ગુજરાતમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર થયા   મંત્રી હર્ષ સંઘવી

Khel Mahakumbh : રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ખેલ મહાકુંભ 2.0 માં 4 નવીન રમતોનો ઉમેરો કરાયો છે અને એક ખેલાડી બે રમતમાં ભાગ લઇ શકે છે. વધુમાં ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓને મળતા રોકડ પુરસ્કારની રકમ પણ વધારવામાં આવી છે.

Advertisement

વિધાનસભામાં ઇન-સ્કુલ શાળાઓ અને રાજ્યના ખેલાડીઓની રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રદર્શનના જવાબમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ઇન સ્કૂલ શાળાઓ, DLSS, શક્તિદુત જેવી યોજનાઓ અને ખેલ મહાકુંભના આયોજનના પરિમાણે રાજ્યના દુર-સૂદુર અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ખેલાડીઓની પ્રતિભા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર થઈ છે.

આજે ગામ અને તાલુકા સ્તરની સ્પર્ધામાં પોતાની પ્રતિભા ઉજાગર કરીને ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ગુજરાત અને ભારત દેશનો ડંકો વગાડી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના સંદર્ભમાં મંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ખેલ મહાકુંભ 2.0 માટે ગીર સોમનાથ જિલ્લામાં 1.33 લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અગાઉ પણ ટેલેન્ટ પુલ અને ઇન સ્કૂલના કારણે ગીર સોમનાથ જિલ્લાના 5 જેટલા ખેલાડીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના મેડલ પ્રાપ્ત કર્યા છે.

Advertisement

આ પણ વાંચો - Smart Villages :  5 જિલ્લાની 16 ગ્રામ પંચાયત સ્માર્ટ વિલેજ જાહેર

આ પણ વાંચો - Gandhinagar : વિધાનસભામાં આજે અલગ-અલગ વિભાગોના મુદ્દે થઈ ચર્ચા

Advertisement

આ પણ વાંચો - નકલીકાંડ મુદ્દે કોંગ્રેસ નેતાઓએ વિધાનસભામાં કર્યો હોબાળો, બધા ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.