Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાગળ પર બીજા પ્લાન અને સ્થળ પર કંઈક અલગ જ! મનસુખ સાગઠીયા અને બિલ્ડરોની સાંઠગાંઠના પુરાવા લાગ્યા GUJARAT FIRST ને હાથ

રાજકોટના TRP GAME ZONE માં બનેલી ઘટનાને હજી સુધી પણ કોઈ ભૂલી શક્યું નથી.આ ઘટના પાછળના જવાબદાર વ્યક્તિઓમાંથી એક નામ જે ખૂબ જ ચર્ચામાં છે તે મનસુખ સાગઠિયાનું છે. રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ TPO ના કાળા કારનામાં ધીરે ધીરે સૌની સામે...
કાગળ પર બીજા પ્લાન અને સ્થળ પર કંઈક અલગ જ  મનસુખ સાગઠીયા અને બિલ્ડરોની સાંઠગાંઠના પુરાવા લાગ્યા gujarat first ને હાથ

રાજકોટના TRP GAME ZONE માં બનેલી ઘટનાને હજી સુધી પણ કોઈ ભૂલી શક્યું નથી.આ ઘટના પાછળના જવાબદાર વ્યક્તિઓમાંથી એક નામ જે ખૂબ જ ચર્ચામાં છે તે મનસુખ સાગઠિયાનું છે. રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ TPO ના કાળા કારનામાં ધીરે ધીરે સૌની સામે આવી રહ્યા છે. હવે રાજકોટ મનપા પૂર્વ TPO મનસુખ સાગઠીયાને લઈને ચોંકાવનારી વિગતો ગુજરાત ફર્સ્ટને હાથ લાગી છે.મનસુખ સાગઠિયાની બિલ્ડરો સાથેની સાંઠગાંઠ અને મુખ્યમંત્રીને પણ કાગળ પર કામગીરી બતાવતા હોવાના પુરાવા હવે GUJARAT FIRST ના હાથમાં લાગ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

Advertisement

GUJARAT FIRST ને હાથ લાગ્યા મનુસુખ સાગઠીયાના કાળા કારનામાના પુરાવા

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ TPO મનસુખ સાગઠીયા અને બિલ્ડરો વચ્ચેના સાંઠગાંઠની વિગતો હવે પ્રકાશમાં આવી છે.GUJARAT FIRST ને મળે માહિતીના અનુસાર એક પ્લાનમાં રોડ દર્શાવ્યો,પરંતુ બાદમાં તે જ જગ્યાએ બિનમંજુર બ્લોક ખડકવાના પુરાવા મળી આવ્યા છે.GUJARAT FIRST ને પ્રાપ્ત માહિતી અનુસાર,કાગળ પર 73 બ્લોકની મંજૂરી હતી, જ્યરે હકીકતમાં 78 બ્લોક ઉભા કરવામાં આવ્યા.આ કેસમાં મનસુખ સાગઠીયા પર મુખ્યમંત્રીને પણ ખોટી માહિતી આપવા અને સત્તાનો દુરૂપયોગ કરવાનો આક્ષેપ છે.

Advertisement

મનસુખ સાગઠીયા અને બિલ્ડરોની મિલીભગત

મનસુખ સાગઠીયા અને બિલ્ડરો વચ્ચેની મિલીભગત અંગે વધુ એક ખુલાસો પણ સામે આવ્યો છે,જેમાં કાગળ પર અન્ય પ્લાન બતાવીને સ્થળ પર કઇંક અલગ જ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં રોડ પર બિલ્ડિંગ બનાવી હોય તો નિયમ મુજબ, રસ્તા પર બિલ્ડિંગ બનાવવા 15 ફૂટની જગ્યાની જરૂરીયાત હોવા છતાં, બિલ્ડરોને મનસુખ સાગઠીયા દ્વારા આ નિયમોની અવગણના કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.આમ મનસુખ સાગઠીયા જગ્યા ન મુકવા માટે છૂટ આપતો અને બિલ્ડર પાસે નાણાં ખંખેરતો હોવાની વિગત પણ હાલ સામે આવી રહી છે.

ભવિષ્યમાં ઘણા મોટા ખુલાસા થવાની સંભાવના

આ કેસમાં સાગઠીયા વિરૂદ્ધ કોઈ બિલ્ડર મેદાને આવે તો તેના પ્રોજેક્ટ બંધ થવાની અથવા ડિમોલિશનની શક્યતા પણ વધી જાય છે. જો રાજકોટ મનપા તમામ પ્રોજેક્ટની તપાસ કરે તો, વધુ નામાંકિત બિલ્ડરોના ગોટાળા સામે આવી શકે છે. આમ બિલ્ડરો અને મનસુખ સાગઠીયા સાથે હળી મળીને કૌભાંડ આચરતા હોવાનું સામે આવતા હવે આ મામલે ઘણા પ્રશ્નો ઊભા થાય છે.

Advertisement

આ પણ વાંચો : Assembly: વિધાનસભાના 3 દિવસનું ટૂંકુ સત્ર આજથી શરુ...

Tags :
Advertisement

.