Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ANKLESHWAR : વધુ એક SCHOOL VEHICLEને નડ્યો અકસ્માત, અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓ ભરેલી રિક્ષા પલટી મારી

અંકલેશ્વરની ગ્રીન પાર્ક સોસાયટી નજીક સ્કૂલ રિક્ષા પલટી મારી રિક્ષામાં સવાર સ્કૂલના બાળકો રોડ ઉપર પટકાતા સામાન્ય ઇજાઓ બિસ્માર રસ્તાના કારણે રીક્ષા પલટી મારી હોવાના અહેવાલો સ્કૂલના બાળકો ભરેલી રીક્ષા પલટી મારી જતા આસપાસના લોકો દોડી આવ્યા અંકલેશ્વરમાંથી (ANKLESHWAR)...
ankleshwar   વધુ એક school vehicleને નડ્યો અકસ્માત  અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓ ભરેલી રિક્ષા પલટી મારી
Advertisement
  • અંકલેશ્વરની ગ્રીન પાર્ક સોસાયટી નજીક સ્કૂલ રિક્ષા પલટી મારી
  • રિક્ષામાં સવાર સ્કૂલના બાળકો રોડ ઉપર પટકાતા સામાન્ય ઇજાઓ
  • બિસ્માર રસ્તાના કારણે રીક્ષા પલટી મારી હોવાના અહેવાલો
  • સ્કૂલના બાળકો ભરેલી રીક્ષા પલટી મારી જતા આસપાસના લોકો દોડી આવ્યા

અંકલેશ્વરમાંથી (ANKLESHWAR) વધુ એક સ્કૂલ રિક્ષા પલટી (SCHOOL RICKSHAW) મારી જવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વરની (ANKLESHWAR) ગ્રીન પાર્ક સોસાયટી નજીક આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતીના અનુસાર, સોસાયટી નજીક પડેલા ખાડાથી સ્કૂલ રિક્ષા (SCHOOL RICKSHAW) પલટી મારી હતી. રિક્ષા પલટી મારી જતા રિક્ષામાં બેઠેલા શાળામાં જતા બાળકોને સામાન્ય ઇજા પણ થઈ જવા પામી હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

ઘટના બિસ્માર રસ્તાના કારણે બની હોવાનુ અનુમાન

Advertisement

Advertisement

ગુજરાતમાં હવે બાળકોને શાળામાં લઈ જતા વાહનોની બેદરકારીના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે. હવે આવી જ ઘટના અંકલેશ્વરમાંથી સામે આવી રહી છે. અંકલેશ્વરના ગ્રીન પાર્ક સોસાયટી નજીક સ્કૂલ રિક્ષા પલટી મારી હતી. રિક્ષા પલટી મારી જવાના કારણે તેમાં બેઠેલા બાળકોને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી.

રિક્ષા પલટી મારી જતા વિસ્તારના આસપાસના લોકો દોડીને આવ્યા હતા અને તેમણે બાળકોને સંભાળ્યા હતા. સામે આવી રહેલા અહેવાલોના અનુસાર, રિક્ષા પલટી મારવાની ઘટના બિસ્માર રસ્તાના કારણે બની હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અગાઉ પણ બની છે આવી ઘટના

અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે જેમા સ્કૂલ વાહન સાથે અકસ્માત બન્યો હોય. થોડા સમય પહેલા સુરતના કીમ ઓલપાડ વિસ્તારમાં સ્કૂલ વાને પલટી મારી હોવાની ગોઝારી ઘટના સામે આવી હતી. મુળદ પાટિયા નજીક સ્કૂલ વાન પલટી જતા તેમાં સવાર 9 વિદ્યાર્થીઓ પૈકી 6 બાળકોને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે શાળાએ જતી વખતે આ ઘટના બની હતી.

આ પણ વાંચો : VADODARA : પંચાયતની સભામાં વિપક્ષના અણિયારા સવાલો બાદ અધિકારી રડી પડ્યા

Tags :
Advertisement

Trending News

.

×