Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ankleshwar પાસે કાર ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા 3 ના ઘટના સ્થળે મોત

ભરૂચ અંકલેશ્વરના બાકરોલ પાસે આર્ટિગા ટ્રકમાં ઘુસી જતા 3 ના મોત, 4 ઇજાગ્રસ્ત અંકલેશ્વર NH 48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે સર્જાયો ગોઝારો અકસ્માત પુરપાટ ઝડપી જતી આર્ટિગા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાતાં કૂચડો Ankleshwar:અંકલેશ્વરના બારકોલ બ્રિજ પાસે...
ankleshwar પાસે કાર ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા 3 ના ઘટના સ્થળે મોત
Advertisement
  • ભરૂચ અંકલેશ્વરના બાકરોલ પાસે આર્ટિગા ટ્રકમાં ઘુસી જતા 3 ના મોત, 4 ઇજાગ્રસ્ત
  • અંકલેશ્વર NH 48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે સર્જાયો ગોઝારો અકસ્માત
  • પુરપાટ ઝડપી જતી આર્ટિગા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાતાં કૂચડો

Ankleshwar:અંકલેશ્વરના બારકોલ બ્રિજ પાસે અકસ્માતમાં 3 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે જેમાં કાર ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે,પરિવાર અજમેરથી મુંબઈ પરત ફરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની છે સાથે સાથે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Advertisement

બાકરોલ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

ભરૂચ-અંકલેશ્વર રોડ પર બાકરોલ બ્રિજ પાસે આ અકસ્માત વહેલી સવારે સર્જાયો હતો જેમાં પરિવાર અજમેરથી મુંબઈ તરફ જઈ રહ્યું હતુ અને કારમાં કુલ 7 લોકો સવાર થઈ રહ્યાં હતા ત્યારે આ ઘટના બની હતી,કારમાં સવાર અન્ય લોકોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે,ટ્રક જઈ રહી હતી અને કાર તેની પાછળ અથડાતા આ ઘટના બની હતી તો પોલીસે સમગ્ર ઘટનાને લઈ કારમાં સવાર અન્ય લોકોના નિવેદન લીધા છે તો ટ્રક ચાલકની પણ પૂછપરછ કરી છે.

Advertisement

આ પણ વાંચો -LRD, PSI Physical Test:પોલીસ ભરતી માટે આજથી ઉમેદવારોની શારીરિક કસોટીનો પ્રારંભ

કાર ટ્રકની પાછળ ધડાકાભેર ભટકાઈ

પરિવાર અજમેરથી મુંબઇ પરત ફરી રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર રોડ પર આ ઘટના બની હતી સાથે સાથે કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે,બીજી તરફ 108 એમ્બ્યુલન્સ,ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે ખેસેડાયા છે.ઘટનાને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો અને પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથધરી કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો -Gujarat Weather : રાજયમાં હાડ થીજવતી ઠંડીનું જોર યથાવત

અંકલેશ્વર રોડ પર 9 ડિસેમ્બર 2024ની રોજ પણ બની હતી ઘટના

અંકલેશ્વર હાઇવે પર સતત અકસ્માતોની ઘટના વધતી જાય છે. અંકલેશ્વર નેશનલ હાઇવે લોહિયાળ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે પર બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. હાઇવે અર આવેલા અમલાખાડી બ્રિજ પર એક ખાનગી બસ અને સરકારી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ખાનગી બસ પલટી મારી ગઇ હતી, જ્યારે સરકારી બસ ખાડામાં ઉતરી ગઇ હતી. આ અકસ્માત 15 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Tags :
Advertisement

.

×