રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો
રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા તમામ બસ સ્ટેશનો પર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હર્ષ સંઘવી દ્વારા સૌથી મોટું સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ સફાઇ અભિયાનમાં 55 હજાર કરતાં પણ વધુ લોકો જોડાય હતા. અહીં આવનાર 10 મહિનામાં દર મહિને 200 વસો સેવામાં મૂકવામાં આવશે. 2 હજાર નવી બસો સેવામાં ઉપલબ્ધ કરવામાં આવશે.
તમામ બસોમાં ડસ્ટબિન પણ મૂકવામાં આવશે
આ સ્વચ્છતા અભિયાનમાં નાગરિકો પણ સહભાગી બને અને મુસાફરો પણ સ્વચ્છતામાં જોડાય તે માટે અપીલ કરવામાં આવી હતી. સાથે જ ચાલુ બસોમાં જ્યાં સીટ ફાટેલી હોય કે પછી કોઈ પણ નુકશાન થયું હોય તો તેનું સમારકામનો નિર્ણય લેવામાં આવશે. અને તમામ બસોમાં ડસ્ટબિન પણ મૂકવામાં આવશે. હાલમાં 1681 બસોમાં ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે. સાથે જ 541 બસોમાં થયેલા નુકશાન બાબતે પણ સમારકામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બસોના કલરકામની કામગીરી 100 દિવસમાં પૂર્ણ થશે
જે કોઈ બસોને કલરકામની જરૂર હોય તે બસોના કલરકામની કામગીરી 100 દિવસમાં પૂર્ણ થઈ જશે. અને સીટ રિપેરિંગનું કામ 15 દિવસમાં પૂર્ણ થઈ જશે. રાજ્ય વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા તમામ બસ સ્ટેશનો પર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ મહાનગરોમાં 75 ટકા બસોની અવર જવર થાય છે. એક પ્લેટફોર્મ પર એક સફાઈ કર્મચારીને નવું કામ મળશે. જેથી યાત્રીઓ પાસે અપેક્ષા રાખવામાં આવશે કે તેઓ સફાઇ જાળવી રાખે. અને જો જરૂર પડશે તો બસમાં કચરો ફેંકનાર પાસે દંડ વસૂલ કરવામાં આવશે.
ડ્રાઈવર અને કંડકટર સામે પણ પગલાં લેવામાં આવશે
ફક્ત યાત્રીઓ પાસે જ નહીં પણ ડ્રાઈવર અને કંડકટર સામે પણ પગલાં લેવામાં આવશે. અને રાજ્યના 262 સ્ટેશનો ખાતે ટોઈલેટના બ્લોક વધારવામાં આવશે. આવનાર પાંચ મહિનામાં અપગ્રેડેશન કરવામાં આવશે. પે એન્ડ યુઝ ટોયલેટથી રાજ્ય સરકારને ૧૦ લાખની ઈન્કમ થાય છે. તેમ છતાં નાગરીકો માટે બસસ્ટેશન પર પે એન્ડ યુઝ ને નોટિસ પાઠવી શૌચાલયને મફત કરવામાં આવશે. અને વોલ પેન્ટિંગ કરવામાં આવશે. અને સાથે જ બ્લડ કેંપ સ્વચ્છતા દોડનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો - #Melodi: ઇટાલીના વડાપ્રધાન મેલોનીએ દુબઈમાં PM મોદી સાથે સેલ્ફી પોસ્ટ કરી