Amreli જિલ્લામાં દારૂબંધીનાં લીરેલીરા ઉડાવતા દ્રશ્યો આવ્યા સામે, મળી આવી દારૂની બોટલો
- લાઠીના મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં દારૂની બોટલો?
- ખાલી બોટલો કોઈ ફેંકી ગયા હોવાનો મામલતદારનો ઉડાઉ જવાબ
- લાઠી મામલતદારે માત્ર પોલીસને જાણ કરી માન્યો સંતોષ
Amreli: ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પુરતી જ છે, છાસવારે દારૂની ઘટનાઓ સામે આવતી હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમરેલીમાં પણ દારૂબંધીની લીરેલીરા ઉડાવતા દ્રશ્યો કેમેરામાં કેદ થયાં છે. મળતી વિગતો પ્રમાણે અમરેલી જિલ્લામાં દારૂબંધીનાં લીરેલીરા ઉડાવતા દ્રશ્યો આવ્યા સામે છે, જેને લઈને અત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે.
આ પણ વાંચો: Anand: ખંભાતમાં ધમધમી રહ્યાં છે દેશી દારૂના અડ્ડા, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ખાલી બોટલો કોઈ ફેંકી ગયાનો મામલતદારનો ઉડાઉ જવાબ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, લાઠીના મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં દારૂની ખાલી બોટલો મળી આવી છે. આખરે અહીં દારૂની બોટલો કોણ મુકી ગયું? મહત્વની વાત એ છે કે, ખાલી બોટલો કોઈ ફેંકી ગયા હોવાનો મામલતદારનો ઉડાઉ જવાબ આવ્યો છે. એટલું જ નહીં પરંતુ લાઠી મામલતદારે પોલીસને જાણ કરીને આ બાબતે સંતોષ માની લીધો છે. કચેરીના કમ્પાઉન્ડમાં દારૂની ખાલી બોટલોથી અત્યારે અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે.
આ પણ વાંચો: Surat: હિટ એન્ડ રનના આરોપીનું પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન, બે સગા ભાઈઓના થયા હતા મોત
કેમ લાઠી મામલતદાર દ્વારા પોલીસને જાણ કરી સંતોષ માન્યો?
અહીંથી વિદેશી દારૂની બોટલો મળી આવી છે. તો પ્રશ્ન એ પણ થાય છે શું અહીં આવીને લોકો દારૂ પીવે છે કે પછી આ મામલામાં કચેરીના લોકો જ સામેલ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દારૂબંધીના છેદને ઉડાડતો વીડિયો લાઠી સરકારી કચેરીના કમ્પાઉન્ડમાં જોવા મળ્યો છે. હવે પ્રશ્ન એ થાય છે કે, શું આ ગાંધીના ગુજરાતમાં યોગ્ય છે? આવા લોકો સામે કાર્યવાહી થવી અનિવાર્ય છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો