Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ATSના જાબાઝ અધિકારીઓની ઇરાદાઓને દરિયાના મોજા પણ હલાવી શક્યા નહીં, 5 દિવસ સુધી ચાલેલા દિલ ધડક ઓપરેશનની વાતો

ડ્રગ્સની સાથે હથિયારોની હેરાફેરીનો પર્દાફાશગુજરાત એટીએસે 10 પાકિસ્તાનીઓની 280 કરોડના હેરોઇન અને હથિયારો સાથે દબોચી લીધા...ઓખાના દરિયામાંથી ભારતીય જળ સીમમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું...ગેસના સિલિન્ડરમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતુંત્રણમાંથી બે ગેસ સિલિન્ડરને કાપીને ડ્રગ્સ અને હથિયારો રાખ્યાં હતા...ઇટાલિયન બનાવટના હથિયારો પણ મળી આવ્યા...ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ
ગુજરાત atsના જાબાઝ અધિકારીઓની ઇરાદાઓને દરિયાના મોજા પણ હલાવી શક્યા નહીં  5 દિવસ સુધી ચાલેલા દિલ ધડક ઓપરેશનની વાતો
  • ડ્રગ્સની સાથે હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ
  • ગુજરાત એટીએસે 10 પાકિસ્તાનીઓની 280 કરોડના હેરોઇન અને હથિયારો સાથે દબોચી લીધા...
  • ઓખાના દરિયામાંથી ભારતીય જળ સીમમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું...
  • ગેસના સિલિન્ડરમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું
  • ત્રણમાંથી બે ગેસ સિલિન્ડરને કાપીને ડ્રગ્સ અને હથિયારો રાખ્યાં હતા...
  • ઇટાલિયન બનાવટના હથિયારો પણ મળી આવ્યા...
ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સૌપ્રથમ વખત ડ્રગ્સની સાથે હથિયારો પણ કબજે કરી લેવામાં આવ્યા છે. ગુજરાતની દરિયાઈ સીમમાં ઓખાના દરિયા કાંઠેથી 40 કિલો હેરોઇનના જથ્થા સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરી લીધી છે. ઉપરાંત આ તમામ આરોપીઓ પાકિસ્તાનના પસની બંદરેથી અલ-સોહેલી બોટમાં આવ્યા હતા અને બોટમાંથી ગુજરાત એટીએસે ઇટાલિયન મેઇડની સેમી ઓટોમેટિક 06 પીસ્ટલ, 12 મેગેઝીન તથા 120 કારતૂસ પણ મળી આવ્યા છે. હાલ આ તમામ પાકિસ્તાનીઓની સત્તાવાર ધરપકડ ગુજરાત એટીએસ દ્વારા કરી લેવામાં આવી છે.
ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા જે સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને આ ઓપરેશન દરમિયાન ગુજરાત એટીએસના અધિકારીઓને દરિયામાં ઓપરેશન પાર પાડતી વખતે કેટલી મુસીબતોનો સામનો કરવો પડ્યો તે વિષય પર રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા સાથે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. 
ગુજરાત એટીએસને કેટલી તકલીફ પડી અને ગુજરાત એટીએસે કેવી રીતે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું તેના પર ગુજરાત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા સાહેબે જણાવ્યું કે, રાત્રીના સમયે ઓપરેશન પાર પાડવું એક ખૂબ જ અઘરું હોય છે. દરિયામાં વધુ સમય રહેવાથી ચક્કર પણ આવતા હોય છે. આરોપીઓ દરિયામાં ડ્રગ્સનો જથ્થો નાખી ના દે તેનું પણ ખાસ ધ્યાન ગુજરાત એટીએસે રાખ્યું છે. આ પ્રકારના ઓપરેશનમાં ફિશર વોચર હોય છે કોસ્ટલ વિસ્તારમાં તે ખૂબ મદદરૂપ થાય છે. છેલ્લા અઢી વર્ષથી અમારા ફિશર વોચર ખૂબ એક્ટિવ હોય છે.
પાકિસ્તાનના હાજી સલીમ બલોચ વાળો નામના ડ્રગ્સ માફિયા દ્વારા સોહેલી નામની બુટમાં 40 કિલો હેરોઈન અને હથિયાર સાથે દસ જેટલા પાકિસ્તાનીઓને ભારતીય જળસીમામા મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. આ તમામ ડ્રગ્સ કાર્ટલ અને હથિયાર સ્મગલિંગનો પર્દાફાશ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવ્યો છે. ભારતીય જળ સીમામાં 140 નોટિકલ અંદર જઈને આ ઓપરેશન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની મદદથી પાર પાડવામાં આવ્યું હતું. 
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1992ના દાયકામાં ડ્રગ્સની સાથે હથિયારોની હેરાફેરી દરિયાઈ માર્ગે કરવામાં આવતી હતી. ફરી એક વખત વર્ષ 2022 માં સૌ પ્રથમ વખત ડ્રગ્સની સાથે હથિયારો પણ લાવવામાં આવ્યા છે. પરંતુ ગુજરાત એટીએસે નાપાક પાકિસ્તાનની મેલી મુરાદોને નિસ્તો નાબુદ કરી નાખી છે અને 10 જેટલા પાકિસ્તાનીઓની ડ્રગ્સ અને હથિયારના જથ્થા સાથે ધરપકડ પણ કરી લીધી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.