Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કારમાં પંચર હોવાનું કહીં તસ્કરો રૂ. 40 લાખ લઈને પંખિડાની જેમ ઉડી ગયા

તસ્કરો કારમાં રાખેલા લાખો રૂપિયા લઈને થયા ફરાર સમગ્ર વિસ્તારના CCTV ચેક કરવામાં આવી રહ્યા છે બનાવની તપાસ માટે DCP કક્ષાના અધિકારી પહોંચ્યા Ahmedabad Crime Case : અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર તસ્કરોએ પોતાની પાંખો ખોલી છે. વધુ એકવાર Ahmedabad...
કારમાં પંચર હોવાનું કહીં તસ્કરો રૂ  40 લાખ લઈને પંખિડાની જેમ ઉડી ગયા
  • તસ્કરો કારમાં રાખેલા લાખો રૂપિયા લઈને થયા ફરાર
  • સમગ્ર વિસ્તારના CCTV ચેક કરવામાં આવી રહ્યા છે
  • બનાવની તપાસ માટે DCP કક્ષાના અધિકારી પહોંચ્યા

Ahmedabad Crime Case : અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર તસ્કરોએ પોતાની પાંખો ખોલી છે. વધુ એકવાર Ahmedabad શહેરની અંદર સરાજાહેર તસ્કરોએ લાખોની લૂંટ મચાવીને લોકોને ભયના માહોલમાં મૂક્યા છે. ત્યારે આ ઘટનાથી સમગ્ર શહેરમાં સન્નાટો ફેલાયો છે. તે ઉપરાંત આ ઘટનાએ શહેર સુરક્ષા અને પોલીસ ઉપર પણ સાવાલો ઉભા કર્યા છે. જોકે આ ઘટનાની પ્રાથમિક માહિતી મળતા પોલીસે તજવીજ હાથ ધરી છે.

Advertisement

તસ્કરો કારમાં રાખેલા લાખો રૂપિયા લઈને થયા ફરાર

મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરની પ્રખ્યાત શેલ્બી હોસ્પિટલમાંથી બાઈક પર સવાર થઈને તસ્કરો હોસ્પિટલની સામે આવેલા Karnavati Club ની સામે ઉભા રહ્યા હતાં. ત્યારે તસ્કરો ઈનોવા કારમાં રાખી મૂકવામાં આવેલા 40 લાખ રૂપિયાને લઈને આંખના પલકારામાં ફરાર થઈ ગયા હતાં. જોકે રૂપિયા લઈને એક કોન્ટ્રાક્ટરના હતાં. આ કોન્ટ્રાક્ટર થોડા કલાકો પહેલા આંગડિયા પેઢીના કામદારો પાસેથી પૈસા લઈને કર્ણાવતી કલ્બ પાસે આવ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો: Dwarka : દ્વારકા- જામનગર હાઇવે પર ગોઝારો અકસ્માત, 6 થી 7 લોકોનાં મોતનાં અહેવાલ

Advertisement

સમગ્ર વિસ્તારના CCTV ચેક કરવામાં આવી રહ્યા છે

પોલીસના જણાવ્યા અનુસાર, ઈનોવા કાર લઈને જ્યારે કોન્ટ્રાક્ટર જતો હતો, ત્યારે અચાનક તેની પાસે આવેલા બાઈક સાવરે તેને કારમાં પંચર હોવાનું કહીને કારને ઉભી રાખવાનું કહ્યું હતું. તો જ્યારે કોન્ટ્રાક્ટર કારમાંથી નીચે ઉતરીને ટાયરની તપાસ કરવા માટે આગળ વધે છે, ત્યારે એક વ્યક્તિ કારમાં 40 લાખ રૂપિયા રાખેલી બેગને લઈ ફરાર થઈ જાય છે. હાલ આ સમગ્ર બનાવવા આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે સમગ્ર વિસ્તારના CCTV ચેક કરવામાં આવી રહ્યા છે તેમજ પોલીસને એવી પણ શંકા છે કે, આંગડિયા પેઢીથી આ કારનો પીછો કરવામાં આવી રહ્યો હતો.

બનાવની તપાસ માટે DCP કક્ષાના અધિકારી પહોંચ્યા

તે ઉપરાંત આ અંગે સંયુક્ત પોલીસે જણાવ્યું હતું કે, હાલ લૂંટના બનાવની તપાસ માટે DCP કક્ષાના અધિકારી પહોંચ્યા છે. કોન્ટ્રાક્ટર આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળ્યો હતો, તેને રસ્તામાં પંચર થયું છે એવું કહીને કાર રોકીને બે શખસો બેગ લઈને જતા રહ્યા હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad : 'મલાઈદાર' ક્લાસ 1 ની નોકરી લેવા જતાં 6 લોકો ભરાયા, વકીલ ટોળકીએ રૂ. 3 કરોડથી વધુનું કરી નાખ્યું!

Tags :
Advertisement

.