Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: રક્ષાબંધન ભાઈ માટે રહ્યું અપશુકનિયાળ, બહેને મિત્રને બોલાવી...

રક્ષાબંધનના દિવસે બહેને ભાઈને મારાવ્યો ભાઈએ 100 રૂપિયા આપ્યા પરંતુ બહેને 500 માંગ્યા પૈસા માટે બહેને ભાઈ સાથે કર્યો લોહિયાળ ઝગડો Ahmedabad: રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે. પરંતુ અમદાવાદ (Ahmedabad)માં ભાઈ-બહેનના સંબંધને શર્મસાર કરે તેવો...
02:08 PM Aug 25, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad
  1. રક્ષાબંધનના દિવસે બહેને ભાઈને મારાવ્યો
  2. ભાઈએ 100 રૂપિયા આપ્યા પરંતુ બહેને 500 માંગ્યા
  3. પૈસા માટે બહેને ભાઈ સાથે કર્યો લોહિયાળ ઝગડો

Ahmedabad: રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે. પરંતુ અમદાવાદ (Ahmedabad)માં ભાઈ-બહેનના સંબંધને શર્મસાર કરે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદ (Ahmedabad)ના સરદારનગરમાં આવી એક ઘટના બનવા પામી છે. વાત એવી છે કે, એક ભાઈ રક્ષાબંધનના દિવસે ધર્મની બહેન પાસે રાખડી બંધાવી હતી. આ દરમિયાન ભાઈ બહેનને 100 રૂપિયા આપ્યા હતાં. પરંતુ બહેને 100 ને બદલે 500 રૂપિયા માંગ્યા અને ઝઘડો કર્યો.

આ પણ વાંચો: Fact Check: સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈ લખી ગયું પ્રેમની દાસ્તાન? સત્ય આવ્યું સામે

રક્ષાબંધનના દિવસે બહેને ભાઈ સાથે કર્યો ઝઘડો

નોંધનીય છે કે ભાઈએ 500 રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. જેથી ગુસ્સો આવેલી બહેને તેના મિત્રને બોલાવી ભાઈ સાથે ઝઘડો કર્યો અને છરીના ઘા માર્યા હતા. ભાઈને છરીના ઘા મારીને મિત્ર ફરાર થઈ ગયો હતો. ઘટનામાં યુવક ઘાયલ થયો હતો, જેથી પહેલા સારવાર લીધી અને ત્યાર બાદ સરદાર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગતે પ્રમાણે ભાઈ પોતાના ધર્મની બહેન અને બહેનના મિત્રા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અત્યારે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Bhikhusinh Parmar: કાયદો માત્ર સામાન્ય લોકો માટે જ! રાજ્યકક્ષાના મંત્રીએ ભુવા વિધિને કરી પ્રોત્સાહિત

ભાઈએ 500 આપવાની ના પાડી તો બહેને કર્યો ઝઘડો

વિગતે વાત કરવામાં આવે તો ફરિયાદી વિષ્ણ યાદવ જે છૂટક મજૂરીકામ કરે છે. રક્ષાબંધનના દિવસે ધર્મની બહેનને તેના માનેલા ભાઈ વિષ્ણુંને પોતાના ઘરે રાખડી બાંધવા માટે બોલાવ્યો હતો. ભાઈ રાખડી બાંધવાના 100 રૂપિયા આપ્યા હતા. પરંતુ તેને 100 નહીં 500 રૂપિયા માંગ્યા જે ભાઈએ આપવાની ના પાડી અને ઝઘડો થઈ ગયો હતો. નોંધનીય છે કે, બહેને બોલાવેલા મિત્રએ છરીના ત્રણ ઘા માર્યા હતા. જેથી તેને ભારે ઇજા થઈ હતી આ દરમિયાન ધર્મની બહેન અને તેનો મિત્ર ભાગી ગયા હતા.

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, 66 જળાશયોને હાઈએલર્ટ પર; ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ

Tags :
AhmedabadAhmedabad NewsGujaratGujarat FirstRakshabandhanRakshaBandhan Newsrakshabandhan specialVimal Prajapati
Next Article