ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : ST પછી AMTS બસ ચોરી ગયો શખ્સ

AMTS Bus : થોડા દિવસો પહેલા અમદાવાદના કૃષ્ણનગર બસ સ્ટેશન (Krishnanagar bus station) માંથી ST બસની ચોરી થતાં ખળભળાટ મચી ગયો હતો. હવે આવી જ એક ઘટના તાજેતરમાં પણ બની છે. મળતી માહિતી અનુસાર, ST બસને જે શખ્સે ચોરી કરી હતી...
10:05 AM Feb 21, 2024 IST | Hardik Shah

AMTS Bus : થોડા દિવસો પહેલા અમદાવાદના કૃષ્ણનગર બસ સ્ટેશન (Krishnanagar bus station) માંથી ST બસની ચોરી થતાં ખળભળાટ મચી ગયો હતો. હવે આવી જ એક ઘટના તાજેતરમાં પણ બની છે. મળતી માહિતી અનુસાર, ST બસને જે શખ્સે ચોરી કરી હતી તેણે એકવાર ફરી ચોરી કરી છે, જોકે, આ વખતે ST બસ નહીં પણ AMTS બસની ચોરી કરવામાં આવી છે.

લાલદરવાજાથી AMTS બસ ચોરી ગયો શખ્સ

મળતી માહિતી અનુસાર, લાલ દરવાજા ખાતે આવેલા બસ સ્ટેન્ડથી AMTS બસની ચોરી કરવામાં આવી છે. આ એ જ શખ્સ છે જેણે આ પહેલા ST બસની ચોરી કરી હતી. સૌથી નવાઈની વાત એ છે કે, આ શખ્સ AMTS નો રીટાયર્ડ કર્મચારી છે. AMTS બસ ચોરી કરીને શખ્સે નહેરુ બ્રિજ પાસે રસ્તા પર બસને ઉભી કરી દીધી હતી. ત્યારબાદ લોકોએ પોલીસને ફરિયાદ કરી હતી જે પછી તુરંત જ પોલીસ સ્થળ પર આવી હતી અને ચોરને પકડી પાડ્યો હતો. જ્યારે પોલીસે આ ચોરને પકડ્યો ત્યારે ખબર પડી કે આ શખ્સ કોઇ બીજુ નહીં પણ આ પહેલા ST બસ ચોરી ગયેલો તુષાર ભટ્ટ છે. તુષાર ભટ્ટ 14 ફેબ્રુઆરીના રોજ નરોડા ST ડેપોથી ST બસની ચોરી કરી હતી. ચોરી સમયે તે નશાની હાલતમાં હોવાથી તે અંગે પણ કાર્યવાહી શરૂ કરાઈ હતી.

તંત્ર પણ ચોંકી ઉઠ્યું

લાલ દરવાજા ખાતે આવેલા બસ સ્ટેન્ડથી AMTS બસની ચોરી થવાની ઘટના બાદ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. જોકે, પોલીસે આ અંગે હવે તપાસ શરૂ કરી હતી. આવું પહેલીવાર બન્યું હોય તો સમજી શકાય પણ આવી ઘટના હમણા થોડા દિવસો પહેલા જ થઇ છે અનેે તે પણ આ જ શખ્સ દ્વારા તે ચોરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો - Banaskantha : ડીસા બ્રિજ ઉપર બસ અને છકડા વચ્ચે સર્જાયો અકસ્માત

આ પણ વાંચો - Ahmedabad : કૃષ્ણનગર બસ ડેપોમાંથી આખે આખી એસ.ટી બસ ચોરાઇ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadAhmedabad NewsAMTSAMTS BusGujaratGujarat FirstGujarat NewsKrishnanagar bus stationST Bus
Next Article