Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : ટિફિન બંધ્યા બાદ પ્રેમસંબંધ બંધાયો, પરિણીત પ્રેમિકાએ લગ્ન ના કરતા પ્રેમીએ મોતને ઘાટ ઉતારી દીધી, વાંચો ચોંકાવનારો કિસ્સો

નરોડામાં 27 વર્ષીય મહિલાની લાશ મળી આવતા તપાસનો ઘમઘમાટ આરોપીએ મહિલા પાસે ટિફિન બાંધ્યું, પછી પ્રેમસંબંધમાં બંધાયા મહિલાએ લગ્ન કરવા ગલ્લાતલ્લા કરતા હત્યા કરી અમદાવાદ (Ahmedabad) ક્રાઈમ બ્રાન્ચે વર્ષ 2022 માં નરોડા વિસ્તારમાં થયેલ મહિલાની હત્યાનાં કેસમાં આરોપીની ધરપકડ...
06:51 PM Sep 18, 2024 IST | Vipul Sen
  1. નરોડામાં 27 વર્ષીય મહિલાની લાશ મળી આવતા તપાસનો ઘમઘમાટ
  2. આરોપીએ મહિલા પાસે ટિફિન બાંધ્યું, પછી પ્રેમસંબંધમાં બંધાયા
  3. મહિલાએ લગ્ન કરવા ગલ્લાતલ્લા કરતા હત્યા કરી

અમદાવાદ (Ahmedabad) ક્રાઈમ બ્રાન્ચે વર્ષ 2022 માં નરોડા વિસ્તારમાં થયેલ મહિલાની હત્યાનાં કેસમાં આરોપીની ધરપકડ કરી છે. આ ચોંકાવનારા કિસ્સામાં આરોપીએ મૃતક મહિલા પાસે પહેલા ટિફિન બંધાવ્યું હતું અને બાદમાં એની સાથે પ્રેમસંબંધ પણ બંધાયો હતો. અંતે ટિફિન બંધાવું મહિલાની મોતનું કારણ બન્યું. ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) આ કેસમાં 28 વર્ષીય આરોપી પંકજ બબલુ અરુણની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નરોડામાં 27 વર્ષીય મહિલાની લાશ મળી આવતા તપાસનો ઘમઘમાટ

વિગતે વાત કરીએ તો વર્ષ 2022 માં 30 સપ્ટેમ્બરનાં રોજ રાત્રે નરોડા વિસ્તારમાં (Naroda) Gidc ફેઝ 3 માં અર્ચિત ઓર્ગેનિક્સ નામની કંપની નજીક 27 વર્ષીય મધુબેન ડામોર નામની યુવતીની દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ કેસમાં ઘણા સમય સુધી આરોપી ન મળતા આખરે ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. બાતમીનાં આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહાર (Bihar), કોટા અને ઓરિસ્સામાં ટીમ રવાના કરી હતી. ઓરિસ્સામાંથી (Orissa) આરોપી પંકજ બબલુ અરુણની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. તાપસ મુજબ, આરોપી પંકજ, મૃતક મહિલા મધુબેન અને તેના પતિ અમૃત ત્રણે જણા અર્ચિત ઓર્ગેનિક્સ સાથે કામ કરતા હતા.

આ પણ વાંચો - Rajput Samaj : 20મીએ અસ્મિતા મહાસંમેલન, રાજપૂત ક્ષત્રિય સમાજનાં પ્રમુખની જવાબદારી કોને ? નામ આવ્યું સામે!

આરોપીએ મહિલા પાસે ટિફિન બાંધ્યું, પછી પ્રેમસંબંધમાં બંધાયા

પંકજ અમદાવાદમાં (Ahmedabad) નવો હોવાથી જમવાની સમસ્યા હતી, જેથી મૃતક મહિલા મધુબેન અને અમૃતભાઈ સાથે સંપર્ક કરતા ટિફિન બાંધ્યું હતું, જે માટે દર મહિને રૂપિયા 2500 ની કિંમત નક્કિ કરવામાં આવી હતી. ટિફિન બનાવવાના કારણે મૃતક મહિલા અને આરોપી પંકજ સાથે દિવસ અને દિવસે નીકળતા વધતી ગઈ. દરમિયાન, બંને વચ્ચે પ્રેમસંબંધ પણ બંધાયો હતો. આ અંગે અમૃતભાઈ ડામોરને જાણ થતાં પંકજને તેના ગામ ભગાડી મૂક્યો હતો. પંકજ ગામ ભાગી જતા તેના ગામમાં સગાઈ નક્કી થઈ ગઈ હતી. સગાઈ બાબતની માહિતી તેની પૂર્વ પ્રેમિકા મધુને થતાં મધુએ ફરીથી તેનો સંપર્ક કર્યો અને તેની સાથે લગ્ન કરવા જીદ કરી પરત અમદાવાદ આવી જવા માટે દબાણ કર્યું હતું.

આ પણ વાંચો - Ahmedabad : અ'વાદીઓ ચેતજો... રોગચાળાએ માથું ઊંચક્યું! બાળકોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયાનાં કેસ વધુ

મહિલાએ લગ્ન કરવા ગલ્લાતલ્લા કરતા હત્યા કરી

અંતે આરોપી પંકજ મૃતક મહિલાનાં દબાણ વશ થઈને અમદાવાદ (Ahmedabad) આવ્યો હતો. અમદાવાદ આવવા માટેની વ્યવસ્થા પણ મૃતક મહિલાએ કરી હતી. આરોપી પંકજ અમદાવાદ આવી ગયો, પણ મૃતક મહિલાએ લગ્ન કરવાનું ટાળતી રહી, જેથી આરોપી પંકજ અને મધુબેન વચ્ચે ઝઘડો થયો હતો. આથી, ઉશ્કેરાયેલા પંકજે મધુબેનનાં ગળે દુપટ્ટો બાંધી તેણીની હત્યા કરી હતી. ત્યાર બાદ આરોપી રાજસ્થાનનાં કોટા (Kota) જતો રહ્યો હતો. ત્યાંથી ઓરિસ્સા ભાગી ગયો હતો. જો કે, ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ એનાલીસિસ અને હ્યુમન સર્વેલન્સનાં આધારે આરોપી પંકજની ધરપકડ કરી હતી.

અહેવાલ : અર્પિત દરજી, અમદાવાદ

આ પણ વાંચો - Gujarat Politics : જવાહર ચાવડાનાં લેટર 'બોમ્બ' અને 'સદસ્યતા અભિયાન' મુદ્દે કોંગ્રેસ નેતાએ BJP પર સાધ્યું નિશાન!

Tags :
AhmedabadArchit OrganicsBiharCrime BranchCrime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewskotaLatest Gujarati NewsNarodaorissa
Next Article