Ahmedabad : અમદાવાદ સહિત બીજા અનેક શહેરોમાં રેન્જ IG ની બદલી...
લોકસભા ચૂંટણી 2024 ની તારીખ જાહેર થઇ ગઇ છે. જે મુજબ 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે 4 જૂને મતગણતરી થશે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થશે. આ બધાની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના અમદાવાદ (Ahmedabad)માં નવા રેન્જ IG ની નિમણૂક કરવામાં આવી છે.
અમદાવાદ (Ahmedabad)માં નવા રેન્જ IG તરીકે સિનિયર IPS બ્રિજેશ કુમાર ઝાની નિમણૂક કરવામાં આવી છે. તેમને અમદાવાદ (Ahmedabad) રેન્જ IG પ્રેમવિરસિંઘના બદલીમાં નિમણૂક કરાયા છે. ત્યારે સેકટર 1 અમદાવાદ (Ahmedabad) ચિરાગ કોરડીયાનો ચાર્જ સ્પેશિયલ બ્રાન્ચના JCP અજય ચૌધરીને સોંપવામાં આવ્યો છે.
જાણો આ સિવાય કોની કોની થઇ નિમણૂક
- બોર્ડર રેન્જ IG જે આર મોથલિયાના સ્થાને કચ્છ ભુજ SP મહેન્દ્ર બગડીયાને સોંપવામાં આવ્યો છે
- DCP ક્રાઇમ ચૈતન્ય માંડલિકનો ચાર્જ સાયબર ક્રાઇમ DCP અજિત રાજિયનને સોંપાયો છે
- ઝોન 1 DCP લવીના સિંઘનો ચાર્જ ઝોન 7 DCP તરુણ દુગગલને સોંપવામાં આવ્યો છે
- SRP ગ્રુપ ચારના કમાન્ડન્ટ મનીષ સિંઘનો ચાર્જ SRP ગ્રુપ 4 ના DYSPને સોંપવામાં આવ્યો છે
- SRP ગ્રુપ 11ના કમાન્ડન્ટ ઉષા રાડાનો ચાર્જ SRP ગ્રુપ 11ના DYSP ને સોંપવામાં આવ્યો છે
આ પણ વાંચો : Tapi : RTI એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકરની હત્યા, મૃતદેહ ઝાડી ઝાંખરામાં ફેંકી હથિયારાઓ ફરાર!
આ પણ વાંચો : Bharuch : ઘરનો દરવાજો ખખડાવી અજાણી વ્યક્તિએ યુવક પર કેરોસીન છાંટી સળગાવ્યો
આ પણ વાંચો : Tharad : પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનો દેખાયો રમૂજી અંદાજ, જાહેરસભામાં કહ્યું- અમે તો સાત હજાર હતા તોય…!
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ