Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગિરનારની પરિક્રમા બાદ સફાઈ ઝુંબેશ શરૂ, વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ કરી સફાઈ

અહેવાલ - સાગર ઠાકર ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થઈ છે અને હવે સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા સફાઈ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી. ભવનાથ તળેટી અને પરિક્રમા રૂટ પર વહીવટી તંત્રના અધિકારીઓ અને...
ગિરનારની પરિક્રમા બાદ સફાઈ ઝુંબેશ શરૂ  વહીવટી તંત્ર અને સાધુ સંતોએ કરી સફાઈ

અહેવાલ - સાગર ઠાકર

Advertisement

ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થઈ છે અને હવે સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા સફાઈ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી. ભવનાથ તળેટી અને પરિક્રમા રૂટ પર વહીવટી તંત્રના અધિકારીઓ અને સાધુ સંતો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

કારતક સુધ અગિયારસથી પૂનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાઈ છે, જેમાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો પરિક્રમા કરવા આવે છે. ચાલુ વર્ષે રેકર્ડ બ્રેક 13.40 લાખ જેટલા ભાવિકોએ ગિરનારની લીલી પરિક્રમા કરી છે. પરિક્રમા શરૂ થતાં પહેલાં જ જિલ્લા વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા લોકોને જંગલમાં પ્લાસ્ટીક નહીં લઈ જવા અપીલ કરવામાં આવી હતી. સાથે સાથે જંગલમાં ઠેર ઠેર કચરાપેટી મુકવામાં આવી હતી. જેથી જંગલ સ્વચ્છ રહે અને પ્રકૃતિને કોઈ નુકસાન ન થાય, તેમ છતાં લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિનો અભાવ જોવા મળે છે અને દર વર્ષે પરિક્રમા બાદ ભવનાથ તળેટીમાં અને પરિક્રમાના રૂટ પર સફાઈ અભિયાન ચલાવવાની ફરજ પડે છે.

Advertisement

ભવનાથ મહાદેવ મંદિર ખાતે શ્રીફળ વધેરીને સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી,મેયર ગીતાબેન પરમાર, જીલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયા, કમિશ્નર રાજેશ તન્ના, એસપી હર્ષદ મહેતા સહીતના અધિકારીઓ તથા ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરીગીરીજી અને રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુ સહીતના સાધુ સંતો દ્વારા પ્રથમ ભવનાથ તળેટી વિસ્તારમાં સફાઈ કરવામાં આવી, બાદમાં પરિક્રમા રૂટ પર જીણા બાવાની મઢી સુધી જંગલમાં સફાઈ કરવામાં આવી હતી.

તંત્રની અને સાધુસંતોની અનેક અપીલ છતાં લોકો પાણીની બોટલ, વેફરના પડીકા તથા અન્ય પ્લાસ્ટીક પેકીંગની ચીજવસ્તુઓ જંગલમાં લઈને જાય છે અને એટલું જ નહીં પરંતુ તેનો કચરાપેટીમાં યોગ્ય નિકાલ કરવાને બદલે જંગલમાં ખુલ્લામાં ફેંકી દે છે જે પ્રકૃતિને નુકશાન કરે છે ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા આ અંગે હજુ વધુ કડક વલણ અપનાવીને આકરાં પગલાં લેવામાં આવશે, સાથે સાધુ સંતોએ પણ ફરીને લોકોને અપીલ કરી છે કે પ્રકૃતિ જ ઈશ્વર છે અને તેનું જતન કરવું જોઈએ.

ભવનાથ તળેટી, પરિક્રમા રૂટની સાથે સાથે પૌરાણિક દામોદર કુંડની સફાઈ કરવામાં આવી છે, જે ભાવિકો પરિક્રમા કરવા આવે છે તે દામોદર કુંડમાં સ્નાન કરે છે અને જ્યારે લાખો ભાવિકો સ્નાન કરે ત્યારે કુંડમાં ગંદકી થાય છે તેથી સફાઈ જરૂરી બને છે અને તેના ભાગરૂપે દામોદર કુંડમાં સફાઈ કરવામાં આવી રહી છે. જો કે દામોદર કુંડમાં ગંદકી થવા પાછળનું કારણ કાઁઈક અલગ જ છે, ભવનાથ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ થઈ ગયું છે પરંતુ ભવનાથ વિસ્તારની ગટર ભૂગર્ભ ગટરમાં ભેળવવામાં આવી નથી અને ભવનાથ વિસ્તારની ગટરનું પાણી દામોદર કુંડમાં આવે છે આમ પવિત્ર દામોદર કુંડ ગંદકીથી ખદબદતો નજરે પડે છે ત્યારે તંત્ર દ્વારા ભવનાથ વિસ્તારની ગટર ભૂગર્ભ ગટરમાં ભેળવવામાં આવે તો જ દામોદર કુંડ સ્વચ્છ રહી શકે તેમ છે.

આ પણ વાંચો - ખેડા જિલ્લામાં 5 લોકોના શંકાસ્પદ મોત, નશીલી સિરપ પીધાની શંકા

આ પણ વાંચો - સુરતની કેમિકલ ફેક્ટ્રીમાં લાગી આગ, ઘટનામાં 7 કામદારોના મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.