Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માની અનોખી પહેલ

અહેવાલ: પ્રદિપ કચિયા, અમદાવાદ આજે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કારવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરુઆત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભાઈ બીજના દિવસે શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...
સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માની અનોખી પહેલ

અહેવાલ: પ્રદિપ કચિયા, અમદાવાદ

Advertisement

આજે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કારવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરુઆત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભાઈ બીજના દિવસે શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ યાત્રાની શરૂઆત અંબાજી ખાતેથી કરવામાં આવી હતી.

મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા અનોખી પહેલ

Advertisement

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઓઢવ ખાતે જ્યારે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું ત્યારે સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા અનોખી પહેલ અપનાવવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત લાભાર્થી ભાઈઓ અને બહેનોના હસ્તે દિપ પ્રાગટ્ય કરાવીને કરવામાં આવી હતી. આ દરમિયાન મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા ત્યાંના લોકો સાથે સંવાદ પણ કર્યો હતો અને યોજનાં લાભ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી.

સરકારની યોજનાનો લાભ મળે તે મુખ્ય હેતુ

Advertisement

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પહોંચેલી વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું ફેલગ ઓફ રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન છેવાડાના માનવી સુધી તમામ સરકારની યોજનાનો લાભ મળે તે મુખ્ય હેતુ હતો. આ કાર્યક્રમમાં સરકારના મંત્રીની સાથે સાથે સ્થાનિક કોર્પોરેટર, કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

લગભગ 40 લાખ કરતાં વધારે લોકોએ લાભ લીધો

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રી દ્વારા આ કાર્યક્રમમાં કુલ 18 જેટલી યોજનાઓનો લાભ જનતાને તાત્કાલીક મળે તે હેતુસર આ યોજના હેઠળ યાત્રા કાઢવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આ યોજના હેઠળ લગભગ 40 લાખ કરતાં વધારે લોકોએ લાભ લીધો છે. સાથે અમદાવાદ શહેરમાં તમામ લોકો આ લાભ લે તે હેતુથી વ્યવસ્થા કરવા અંગે પણ મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા સૂચનો પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - ડીસા તાલુકા ભાજપ પ્રમુખનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ

Tags :
Advertisement

.