Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhota Udepur: છોટાઉદેપુરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું થયું આગમન

અહેવાલ તૌફિક શૈખ ભારત સરકાર દ્વારા દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દેશમાં છેવાડાના માનવી સુધી સરકારની લોકકલ્યાણકારી યોજનાના લાભો પહોંચાડીને વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાનો ઉદ્દેશથી મુહિમનું આયોજન કરવામાં આવ્યું છે. છોટાઉદેપુરમાં વિકસિત ભારત સંકલ્પ...
chhota udepur  છોટાઉદેપુરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું થયું આગમન

અહેવાલ તૌફિક શૈખ

Advertisement

ભારત સરકાર દ્વારા દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દેશમાં છેવાડાના માનવી સુધી સરકારની લોકકલ્યાણકારી યોજનાના લાભો પહોંચાડીને વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાનો ઉદ્દેશથી મુહિમનું આયોજન કરવામાં આવ્યું છે.

છોટાઉદેપુરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું થયું આગમન

Advertisement

ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ ઉપરાંત શહેરી વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું આગમન થયું હતું. જે અંતર્ગત આજે  છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ઉપેન્દ્રભાઈ રાઠવા મહામંત્રી મેહુલભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા પૂર્વ મહામંત્રી મુકેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરાયું હતું.

વિવિધ સરકારી યોજનાઓ વિશે નાગરિકોને માર્ગદર્શન આપાયું

Advertisement

તે ઉપરાંત ઉપસ્થિત મહાનુભવના હસ્તે રાજ્ય સરકાર સહનગર પાલિકાની જુદી-જુદી યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવના હસ્તે લાભોનો વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સ્થળે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથમા કલ્યાણકારી યોજનાઓનું નિદર્શન કરાયું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકા ચીફ ઓફિસર  જિલ્લા તાલુકા શહેર ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો નગરજનો લાભાર્થીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં પ્રાચીન ભારતીય પરંપરાને સંલગ્ન સ્પર્ધાનું કરાયું આયોજન

Tags :
Advertisement

.