ડભોઇના તીર્થક્ષેત્ર કરનાળીના પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિર ખાતે સોમવતી અમાસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા
સોમવતી અમાસ (Somvati Amas) ના રોજ પવિત્રતીર્થોમાં સ્નાન, ધ્યાન અને જપ-તપ કરવાની પરંપરા છે. આ દિવસે ભગવાન શિવની પુજા (Worshiping Lord Shiva) કરવાથી તેમના આશીર્વાદ (blessings) મળે છે. સાથે સાથે સુખ-સમૃદ્ધિ (happiness and prosperity) માં વધારાના યોગ પણ બને છે. ત્યારે આજ-રોજ સોમવતી અમાસ (Somvati Amas) ને અનુલક્ષી ડભોઇ (Dabhoi) તાલુકાના તીર્થધામ કરનાળીના સુપ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર (Sri Kuber Bhandari Mahadev Mandir) ખાતે મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.
પ્રસિદ્ધ કુબેર મંદિર ખાતે અમાસના દર્શનનું વિશેષ મહત્વ
મોટી સંખ્યામાં મોડી રાતથી જ ગુજરાત સહિત પરપ્રાંતના શ્રદ્ધાળુઓ અમાસ અને સોમવારનો સંયોગ હોય સોમવતી અમાવસ્યા (Somvati Amas) ના મહિમા અને અનુલક્ષી કુબેર દાદાના પાવન દર્શન અને નર્મદા સ્નાન અર્થે શિવભક્તોની ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. પ્રસિદ્ધ કુબેર મંદિર ખાતે અમાસના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. શ્રદ્ધાળુએ શિસ્ત પદ્ધતિએ કતારમાં ઊભા રહી કુબેર દાદાના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી. આવનાર શ્રદ્ધાળુઓ શાંતિમય રીતે દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા હાથ ધરાઈ છે. કુબેર ટ્રસ્ટના દિનેશ ગીરી મહારાજે નર્મદા નદી ચોખ્ખી રાખવી નર્મદા નદીમાં ગંદા કપડા ચંપલ કે ગંદી વસ્તુઓ નાંખવી નહીં. જેવા સૂચનો તેઓએ કર્યો હતાં. 8 એપ્રિલના રોજ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. પરંતુ આ સૂર્યગ્રહણ 1970 વર્ષ બાદ 57 વર્ષે જોવા મળશે. આ ગ્રહણ પૂર્વ ભારતમાં માત્ર છાયા ગ્રહણ તરીકે દેખાશે. નર્મદા કિનારે આવેલુ કુબેર ભંડારી મંદિર ભક્તો માટે ખુલ્લુ રાખ્યું હતું. જેથી આજે રાત્રિના 12 વાગ્યાથી આવતીકાલે રાત્રે 10 વાગ્યા સુધી કુબેર ભંડારી મંદિરના દર્શન ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. દર અમાસે લાખો ભક્તો કુબેર ભંડારી મંદિરના દર્શન કરે છે.
ભારતમાં સુર્યગ્રહણ ન હોવાથી સુતક નહીં લાગે
કુબેર ભંડારી મંદિરના મહંત દિનેશગીરી મહારાજે ભક્તોને મેસેજ આપતા જણાવ્યું હતું કે, કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં પધારતા તમામ ભક્તોને કુબેર દાદા તરફથી ખૂબ આશિર્વાદ હંમેશા મળતા રહે. આવનારી અમાસ એ સોમવતી અમાસ છે. એ વખતે સૂર્યગ્રહણ લાગવાનું છે. પરંતુ ભારતમાં સૂર્યગ્રહણ દેખાવાનું નથી, જેનું તેનું સુતક નહીં લાગે. જેથી તમે અમાસના દિવસે કુબેર દાદાના દર્શને આવી શકો છો. મંદિર 24 કલાક ચાલુ રહેશે.
સોમવારનો દિવસે આવતી અમાસએ સોમવતી અમાસ (Somvati Amas) તરીકે ઓળખવામાં આવે છે. જે અત્યંત પવિત્ર ગણાય છે. અમાસની તિથિના દિવસે કરવામાં આવતા તપ, કર્મ,ધન, અને પુણ્ય પ્રાપ્ત કરાવે છે. અમાસે પિતૃના દેવતા પિતૃ છે. જેથી પિતૃ પૂજા માટે પણ આ તિથિ ઉત્તમ ગણાય છેGu તદુપરાંત સોમવતી અમાસે શિવપૂજાનો પણ મહિમા રહેલો છે. સોમવાર એટલે શિવજીનો વાર છે. સોમ એટલે ચંદ્ર ગણવામાં આવે છે અને શિવજીના મસ્તક ઉપર ચંદ્ર રહેલો છે. માનસિક પરિપની શાંતિ માટે સોમવતી અમાસના દિવસે શિવજીને દુધક અભિષેક કરવાનું મહત્વ રહેલું છે. આ સાથે જન્માક્ષરમાં રહેલા કાલ દોષ પૂજા માટે પણ સોમવતી અમાસ શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને પવિત્ર યાત્રાધામ કુબેર ભંડારી અમાસના દિવસે હજારો શ્રદ્ધાળુઓ સ્નાન કરી દાન પૂજા કરી ધન્યતા અનુભવે છે. સોમવતી અમાસના દુર્લભ અત્યંત પૂણયૅ દાયક તિથિના દિવસે વસ્ત્રદાન અને અન્નદાન જેવા કાર્યોથી પણ લોકો પુણ્ય કમાય છે.
અહેવાલ - પીન્ટુ પટેલ
આ પણ વાંચો - Somvati Amavasya : આજે સોમવતી અમાવસ્યા, સ્નાન-દાન-પૂજાનું મહત્ત્વ, સૂર્યગ્રહણનો પણ સંયોગ, જાણો અસર
આ પણ વાંચો - Ayodhya : આ વખતે રામ નવમી ખાસ રહેશે, વૈજ્ઞાનિકો રામલલાની મૂર્તિ પર સૂર્ય તિલકની તૈયારીમાં વ્યસ્ત…