ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સ્પેર પાર્ટસની દુકાનમાં લાગી ભીષણ આગ, કાબુ મેળવવા ફાયર બ્રિગેડને 10 કલાક લાગ્યા

દાહોદ (Dahod) ના ઈન્દોર હાઈવે ઉપર આવેલી ઓટો પાર્ટસની દુકાનમાં રાત્રે આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમે (fire brigade team) 12 જેટલા વોટર બાઉઝર વડે 10 કલાકની મહેનત કરી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. Fire Brigade team દાહોદ (Dahod) શહેરના ઇન્દોર...
02:43 PM Apr 13, 2024 IST | Hardik Shah
Daho Fire Brigade Team

દાહોદ (Dahod) ના ઈન્દોર હાઈવે ઉપર આવેલી ઓટો પાર્ટસની દુકાનમાં રાત્રે આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમે (fire brigade team) 12 જેટલા વોટર બાઉઝર વડે 10 કલાકની મહેનત કરી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

Fire Brigade team

દાહોદ (Dahod) શહેરના ઇન્દોર હાઈવે ઉપર RTO કચેરીની સામે આવેલી ચિરાગ ઓટો પાર્ટસ નામની દુકાનમાં રાત્રિના સમયે અચાનક આગ લાગી હતી. બંધ દુકાનમાંથી ધુમાડો નીકળતા જોઈ લોકો એકઠા થઈ ગયા હતા અને દાહોદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ((fire brigade team)) દોડી આવી અને દુકાનનો દરવાજો તોડી આગ ઉપર પાણીનો મારો શરૂ કર્યો હતો. પરંતુ આગ કાબૂમાં આવવાની જગ્યાએ વધુ પ્રસરી હતી. ધીમે ધીમે દુકાનના ઉપરના માળમાં આ આગ પહોચી ગઈ હતી. બે ફાયરફાયટર વડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયસા હાથ ધરાયા હતા. પરંતુ આગ કાબૂમાં નહોતી આવી. ફાયરફાઇટરમાં પાણી ખૂટી જતાં વોટરબાઉઝર દ્વારા 12 વખત પાણી લાવવામાં આવ્યું હતું. શટર અને દરવાજા તોડી અંદરથી સામાન બહાર લાવવા અને ફાયરના જવાનોને અંદર જવા માટે જેસીબી તેમજ ગેસ કટરની મદદ લઈ દરવાજા તોડવા પડ્યા હતા.

Fire Brigade team in Dahod

ઘટના ને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ફાયરબ્રિગેડના જવાનોની સાથે સાથે સ્થાનિક લોકો પણ મદદમાં જોડાયા હતા. આખી રાતની મહેનત પછી વહેલી સવારે આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગ એટલી વિકરાળ બની હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા હતા. આગની લપેટમાં ભોયરામાં રહેલો સામાન તેમજ દુકાન અને ઉપરના બે માળનો સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો. આગને પગલે વેપારીને લાખો રૂપિયાનું નુકસાન પહોચ્યું હતું. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજા થઇ નહોતી. દાહોદ શહેરમાં આ પ્રકારની વિકરાળ આગની ઘટના ઇતિહાસમાં પ્રથમ વખત બનવા પામી છે.

અહેવાલ - સાબીર ભાભોર

આ પણ વાંચો - Alwar Factory Fire: શાહી બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી દેખાયા ધુમાડા

આ પણ વાંચો - VADODARA : બાજવામાં વેરહાઉસ આગની લપેટમાં

Tags :
Daho Indore HighwayDahodDahod Newsfirefire brigadeGujaratGujarat FirstGujarat NewsGujarati NewsRTO Office
Next Article