Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાણપુરની સીમમાં રક્ષીત જંગલમાં પુરાણ કરવા બાબતે ઝઘડો થતાં બે લોકો વિરૂદ્ધ ફરીયાદ

હિંમતનગર (Himmatnagar) પાસે આવેલ પાણપુર ગામની પાછળ કવોરીમાં ગેરકાયદે પુરણ કરતાં ટ્રકોને અટકાવી તેને વન વિભાગ (forest department) ના ધાણધા ખાતે આવેલ વન ચેતના કેન્દ્રમાં નહીં લઈ જઈને બે જણાએ સરકારી કામકાજમાં રૂકાવટ ઉભી કરી મનસ્વી વર્તન કરતાં વન વિભાગના...
પાણપુરની સીમમાં રક્ષીત જંગલમાં પુરાણ કરવા બાબતે ઝઘડો થતાં બે લોકો વિરૂદ્ધ ફરીયાદ

હિંમતનગર (Himmatnagar) પાસે આવેલ પાણપુર ગામની પાછળ કવોરીમાં ગેરકાયદે પુરણ કરતાં ટ્રકોને અટકાવી તેને વન વિભાગ (forest department) ના ધાણધા ખાતે આવેલ વન ચેતના કેન્દ્રમાં નહીં લઈ જઈને બે જણાએ સરકારી કામકાજમાં રૂકાવટ ઉભી કરી મનસ્વી વર્તન કરતાં વન વિભાગના કર્મચારીએ ગુરૂવારે પાણપુરના બે શખ્સો સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન (Himmatnagar village police station) માં ફરીયાદ નોંધાવી હતી.

Advertisement

આ અંગે ઈલોલ રાઉન્ડ સામાજીક વનીકરણ વિભાગના ફોરેસ્ટર પ્રજ્ઞાબેન ગોવિંદવન ગોસ્વામીએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તા.૧૮ એપ્રિલના રોજ સાંજના સુમારે પાણપુરના સોબાન ઉસ્માનભાઈ નેદરીયા ઈલોલ ચાર રસ્તાથી ઈલોલ તરફ જતા રોડની બાજુમાં આવેલ રક્ષીત જંગલ વિસ્તારમાં બે ટ્રકોની મદદથી પુરણની કામગીરી કરતા હતા જે અંગે વન વિભાગ (forest department) ના અતુલભાઈએ ટ્રકો સાથે અટકાવી લેતાં અતુલભાઈ સાથે સોબાન નેદરીયા અને ઉસ્માનભાઈ કરીમભાઈ નેદરીયાએ ઝઘડો કરી આ બંને ટ્રકો પાણપુર ગામની પાછળ આવેલ કવોરીમાં લઈને જતા રહયા હતા. જેથી પ્રજ્ઞાબેન ગોસ્વામી, એચ.કે.પંડયા તથા અતુલભાઈએ ટ્રકો બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા કવોરીમાં જઈને પુરણની કામગીરીમાં વપરાયેલ ટ્રકો ધાણધા વન ચેતના કેન્દ્ર ખાતે લઈ જવા માટે સોબાન નેદરીયાને કહયુ હતુ. જેથી તેણે ઉશ્કેરાઈ જઈ પ્રજ્ઞાબેન ગોસ્વામી સાથે ઝપાઝપી કરી ટી-શર્ટને ફાડી નાખી ગાલ પર બે લાફા મારી દીધા હતા.

એટલુ જ નહીં પણ આ બંને જણાએ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી સરકારી કામકાજમાં રૂકાવટ ઉભી કરી ગેરકાયદેસરનું કૃત્ય કરી આ બંને જણાએ સરકારી કર્મચારીઓ સાથે ગેરવર્તણુક અને મનસ્વી વર્તન કરી આ ટ્રકો તમને અહીયાથી નહીં જ લઈ જવા દઈએ, જે કરવુ હોય તે કરી લેજો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પ્રજ્ઞાબેન ગોસ્વામીએ બંને વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Advertisement

અહેવાલ - યશ ઉપાધ્યાય

આ પણ વાંચો - ગોંડલમાં લોકોની તરસ છીપાવતા દેવાભાઈ, કહ્યું- લોકોને પાણી પીવડાવીને ઋણ ચુકવું છું

Advertisement

આ પણ વાંચો - Gondal Ram Devotee: દિવ્યાંગ ગોંડલથી અયોધ્યા સાયકલ ચલાવી શ્રી રામના દર્શનાર્થે પહોંચ્યો

Tags :
Advertisement

.