Sabarkantha : કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના બાળ વૈજ્ઞાનિકોની કૃતિ રાજ્યમાં પ્રથમ આવી
Sabarkantha : દરેક વ્યક્તિમાં રહેલા કૌશલ્યને જો ખીલવવા માટે માધ્યમ મળે તો તેના થકી ખાસ કરીને નાના બાળકો નવું સંશોધન કરી શકે છે ત્યારે તાજેતરમાં રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં Sabarkantha હિંમતનગર સ્થિત જૈનાચાર્ય આનંદધનસૂરી વિદ્યાલયના બે બાળકોએ ફકત્ ત્રણ અઠવાડીયામાં વેસ્ટમાંથી બેસ્ટ કૃતિ બનાવી તેને રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં રજૂ કરતાં તેની પ્રથમ નંબરે પસંદગી થઈ છે. જે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર વિજ્ઞાન મેળામાં રજૂ થશે. કૃતિની વિશેષતા એ છે કે જો જથ્થામાં એકત્ર થતાં કચરાને યોગ્ય રીતે ટાંકામાં નાંખી સળગાવવામાં આવે તો તેમાંથી વિજળી ઉત્પન્ન થઈ શકે તેવો દાવો કરાયો છે.
જૈનાચાર્ય આનંદધનસૂરિ વિદ્યાલયના બાળકોની કૃતિ રાજ્યમાં પ્રથમ
આ અંગે જૈનાચાર્ય વિદ્યાલયના પ્રિન્સીપાલ પ્રદિપભાઈ વાઘેલા અને મિતેશભાઈ ભટ્ટના જણાવાયા મુજબ જીસીઈઆરટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ દર વર્ષે રાજ્યની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં કૌશલ્ય ખીલે તે આશયથી વિવિધ સ્પર્ધાઓ થકી બાળકોમાં રહેલી ટેલેન્ટને બહાર લાવવા માટે પ્રયત્નો કરાય છે ત્યારે તાજેતરમાં યોજાયેલ વિજ્ઞાન મેળા અંતર્ગત રાજ્યની ૩૩ હજારથી વધુ શાળાઓની પસંદગી થઈ હતી. જેમાં હિંમતનગર સ્થિત જૈનાચાર્ય આનંદધનસૂરિ વિદ્યાલયમાં ભણતા બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ અંતર્ગત બનાવાયેલી કૃતિની સમગ્ર રાજ્યમાં પ્રથમ આવતા રાષ્ટ્રીય કક્ષાએ તેની પસંદગી થવા પામી છે. આ કૃતિ બનાવનાર જૈનાચાર્ય વિદ્યાલયના ધો-૧૦ ભણતા ચંપાવત પ્રજ્વિનસિંહ અજય સિંહ, મહેતા શ્રેય નિતેશકુમારે રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેતા અગાઉ તેમણે પોતાની શાળાની વિજ્ઞાન પ્રયોગશાળા કામ શરૂ કર્યું હતુ અને મામુલી કહી શકાય તેવો રૂા. ૩ હજારનો ખર્ચ કરીને વેસ્ટમાંથી કેટલીક ચીજવસ્તુઓ શોધી કાઢી હતી. ત્યારબાદ આ કૃતિ ગત જાન્યુઆરીમાં જુનાગઢ ખાતે રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં રજૂ કરાઈ હતી. જ્યાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને આવી છે.
ટેન્ક મારફતે સળગાવવામાં આવે તો તેમાંથી વિજળી ઉત્પન્ન થઈ શકે છે
ત્યારબાદ આ બંને બાળ વૈજ્ઞાનિકોએ પોતાની આવડત મુજબ તથા બુદ્ધિનો ઉપયોગ કરીને એવી કૃતિ રજૂ કરી હતી કે જો ઘર, મહોલ્લો તથા શહેરના વિવિધ વિસ્તારોમાંથી એકત્ર કરવામાં આવતા કચરાને ડમ્પીંગ સાઈટ પર સળગાવી દેવાને બદલે જો યોગ્ય ઉપયોગ કરી ટેન્ક મારફતે સળગાવવામાં આવે તો તેમાંથી વિજળી ઉત્પન્ન થઈ શકે છે. અને પાણી ગરમ કરવા માટે હાથ વગુ સાધન બની શકે તેમ છે. એટલુ જ નહી પણ યોગ્ય આયોજન કરીને એકત્ર કરાયેલા આ કચરાને સળગાવવામાં આવે ત્યારે તેમાંથી કોઈ કચરો રહેતો નથી અને પ્રદુષણની માત્રા પણ ઘટી શકે છે.
બે બાળ વૈજ્ઞાનિકોને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌશલ્ય બતાવવાની તક
ઉલ્લેખનીય છે કે લગભગ ૧૯૯૯ ની સાલમાં હિંમતનગર સ્થિત જૈનાચાર્ય વિદ્યાલયના બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી કૃતિને રાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરવાની તક મળી હતી. પરંતુ ગમે તે કારણસર રાષ્ટ્રીય કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો ન હતો. પરંતુ હવે ર૪ વર્ષ પછી જૈનાચાર્ય વિદ્યાલયના બે બાળ વૈજ્ઞાનિકોને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌશલ્ય બતાવવાની તક મળી છે જે બદલ કૃતિના માર્ગદર્શક ભીખાભાઈ જી. આચાર્યને જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારી, સોસાયટી નગર વિકાસ મંડળના પ્રમુખ સી.સી.શેઠ, મંત્રી મધુકર ખમાર, સંચાલક શાળા પરિવાર વતી બિરદાવાયા છે.
અહેવાલ - યશ ઉપાધ્યાય, હિંમતનગર
આ પણ વાંચો----AMBAJI BUS: અંબાજીમાં 51 શક્તિપીઠ કાર્યક્રમ સમાપન થતા બસ પર થયો પથ્થરમારો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ