Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિના એક દિવસ અગાઉ જીગ્નેશ મેવાણીનું મોટુ નિવેદન

અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી અંબાજી ખાતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હસ્તક યાત્રાધામોની સફાઈ કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. અને આ ટેન્ડર દ્વારા અંબાજી મંદિર પરિસર, ગબ્બર, કોટેશ્વર અને હાઇવે માર્ગ પર રાજદીપ એજન્સી દ્વારા સાફ-સફાઈની કામગીરી અપાઈ...
03:36 PM Dec 05, 2023 IST | Maitri makwana

અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી

અંબાજી ખાતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હસ્તક યાત્રાધામોની સફાઈ કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. અને આ ટેન્ડર દ્વારા અંબાજી મંદિર પરિસર, ગબ્બર, કોટેશ્વર અને હાઇવે માર્ગ પર રાજદીપ એજન્સી દ્વારા સાફ-સફાઈની કામગીરી અપાઈ છે. પણ કોઈ કારણોસર 145 કામદારોને છૂટા કરતા તમામ સફાઈ કામદારો છેલ્લાં 6 દીવસથી હડતાલ ઉપર બેઠા છે.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સફાઈ કામદારોના પ્રશ્નમાં જોડાયા 

ત્યારે આજે અંબાજી ખાતે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સફાઈ કામદારોના પ્રશ્નમાં જોડાયા હતા. અને આ બાબતે તેમને જિલ્લા કલેકટર સાથે પણ ચર્ચા કરી હતી. અને આ બાબતનો નિકાલ આવે તેવી બાહેંધરી આપી હતી. હજુ પણ સફાઈ કામદારો લડતના મૂડમા જોવા મળી રહ્યા છે.

145 સફાઇ કામદારો 6 દીવસથી પોતાની લડત ચલાવી 

અંબાજી ખાતે રાજદીપ એજન્સી દ્વારા અંબાજી મંદિર, ગબ્બર પર્વત,51 શક્તિપીઠ , અંબાજી બજારો, હાઇવે માર્ગ અને કોટેશ્વર સુધી રોજેરોજની સફાઇ કામગીરી માટે 145 સફાઇ કામદારોને અચાનક કોઈક કારણોસર રાજદીપ એજન્સી દ્વારા છુટા કરાતા તમામ 145 સફાઇ કામદારો 6 દીવસથી પોતાની લડત ચલાવી રહ્યા છે.

અંબાજી ખાતે સફાઇ કામદારો સાથે ચર્ચા કરી

ત્યારે આજે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અંબાજી ખાતે સફાઇ કામદારો સાથે ચર્ચા કરી હતી. અને વધુમાં જણાવ્યું હતું કે તમે જે વર્ષોથી સફાઈ , મળ અને મેલું ઉપાડવાની કામગીરી કરો છો તે કામગીરી માંથી બહાર આવો અને તમારા બાળકોને ભણાવો અને કોઈક અધિકારી બનાવો.

છેલ્લા કેટલાય વર્ષોથી આપણો દલિત સમાજ પછાત

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી આપણો દલિત સમાજ પછાત છે. અને પાછળ છે અને વર્ષોથી આપણા સમાજના લોકો સાફ સફાઈ, મળ અને મેળુ ઉપાડવાની કામગીરી કરી રહ્યા છે. તમે જે કામ વર્ષોથી કરી રહ્યા છો તે કામ તમારા દીકરાઓને ન આપો. તમારા દીકરાઓને ભણાવો અને ડોક્ટર, એન્જિનિયર, કે વકીલ બનાવો. હું પણ વકીલ છું અને હાલ ધારાસભ્ય બન્યો છું આમ તમે પણ તમારા દીકરાઓને ભણાવો.

આ પણ વાંચો - ટેલિકોમ કંપનીઓ હવે માત્ર ડિજિટલ KYC કરશે

Tags :
AmbajiambedkarBaba AmbedkarBaba SahebBaba Saheb Ambedkarbig statementDevelopment BoardGujaratGujarat FirstJignesh Mevanimaitri makwanastatementYatradham
Next Article