Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ACB Trap : જુગારના કેસમાં 10 લાખ માંગ્યા, 1.35 લાખ લેતા પકડાયા

ACB Trap : લાંચ કેસમાં સૌથી અવલ્લ નંબરે જો કોઈ વિભાગ આવતો હોય તો તે છે પોલીસ. બેફામ રૂપિયા પડાવવાના કારણે ભ્રષ્ટાચારી પોલીસ હંમેશા એસીબીના છટકા (ACB Trap) માં ભેરવાઈ જાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેર પોલીસ દળ...
acb trap   જુગારના કેસમાં 10 લાખ માંગ્યા  1 35 લાખ લેતા પકડાયા

ACB Trap : લાંચ કેસમાં સૌથી અવલ્લ નંબરે જો કોઈ વિભાગ આવતો હોય તો તે છે પોલીસ. બેફામ રૂપિયા પડાવવાના કારણે ભ્રષ્ટાચારી પોલીસ હંમેશા એસીબીના છટકા (ACB Trap) માં ભેરવાઈ જાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેર પોલીસ દળ (Ahmedabad Police) માં બન્યો છે. રખિયાલ પોલીસ સ્ટેશનના બે કર્મચારી ACB Trap માં ફસાયા છે. એકની ધરપકડ કરાઈ છે. જ્યારે એક ફરાર છે. જુગાર રમવાના કેસમાં 10 લાખની લાંચ માગનારા અને મેળવનારા બે પોલીસવાળા સામે ગુજરાત એસીબી (Gujarat ACB) એ ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે.

Advertisement

જુગારમાં 45 હજાર મળ્યા, લાંચ માગી 10 લાખની

રખિયાલ પોલીસ સ્ટેશન (Rakhiyal Police Station) ના સર્વેલન્સ સ્કવૉડમાં કોન્સ્ટેબલ રાજુભાઈ ભોપાભાઈ છેલ્લાં ઘણા સમયથી ફરજ બજાવે છે. પો.કો. રાજુભાઈને બાતમી શનિવાર-રવિવારની રાત્રિના બાતમી મળી હતી કે, કેટલાંક લોકો ચકુડીયા મહાદેવ પાછળ નાણાવટી એસ્ટેટના ગેટ પાસેની જગ્યામાં જુગાર રમી રહ્યાં છે. જેના આધારે તેમણે સર્વેલન્સ સ્કવૉડના અન્ય પાંચેક કોન્સ્ટેબલ સાથે મળીને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 8 લોકો પત્તા પાનાનો જુગાર રમતા મળી આવ્યા હતા. દાવ પર લાગેલા 2,250 રોકડા તેમજ અંગજડતીમાં મળેલા 42,500 રૂપિયા રોકડા તથા મોબાઈલ ફોન કબજે કરી તમામની સામે જુગાર અટકાયતી અધિનિયમ 12 મુજબ ગુનો નોંધ્યો હતો. જુગારનો જામીન લાયક કેસ બનાવવા તેમજ સરળતાથી જામીન આપવા પેટે 10 લાખ રૂપિયાની લાંચ માગી હતી. લાંચની રકમને લઈને રકઝક બાદ 1.35 લાખ રૂપિયા નક્કી થયા હતા.

ACB Trap દરમિયાન મુખ્ય સૂત્રધાર ફરાર

જુગારના કેસમાં જામીન પર છુટી ગયેલા મુખ્ય આરોપી 1.35 લાખની લાંચ આપવા તૈયાર ન હતા અને તેમણે Gujarat ACB નો સંપર્ક કર્યો હતો. રવિવારની રાતે ACB Trap ગોઠવવામાં આવી હતી. રખિયાલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવૉડની ઓફિસમાં ASI અકબરશા ફકીરશા દીવાન લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. જ્યારે ACB Trap દરમિયાન પોલીસ અધિકારીઓને થાપ આપીને નાસી છૂટવામાં પો.કો. રાજુભાઈ ભોપાભાઈ સફળ રહ્યાં હતા.

Advertisement

રખિયાલમાં માત્ર 1 PSI છે

રખિયાલ પોલીસ સ્ટેશનના પીઆઈ કે. કે. બુવલ (PI K K Buval) ની અમદાવાદ શહેર (Ahmedabad City) બહાર બદલી થતાં હાલ બાપુનગર પીઆઈ (Bapunagar PI) વધારાનો હવાલો સંભાળી રહ્યાં છે. Ahmedabad Police માં પીએસઆઈની અછત છે અને તેનો ભરપૂર ફાયદો ઉચ્ચ અધિકારીઓ ઉઠાવે છે. રખિયાલ પોલીસ સ્ટેશનમાં સમ ખાવા પૂરતા એક જ PSI છે અને ડી સ્ટાફ સિવાયની તમામ ચોકી-વિભાગ તેઓ સંભાળે છે. ASI કક્ષાના અધિકારીને મલાઈદાર સર્વેલન્સ સ્કવૉડ (D Staff) નો ચાર્જ આપી કેટલાંક અધિકારીઓ તોડપાણીનું નેટવર્ક પણ ચલાવી રહ્યાં છે.

કયા-કયા કેસમાં અચૂક તોડ થાય છે

દારૂ, જુગાર અને ક્રિકેટ સટ્ટાના કેસ પોલીસ માટે તોડપાણીના મુખ્ય સ્ત્રોત છે. ભૂતકાળમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ના PI PSI તેમજ માધવપુરા ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસમાં પીઆઈ તરલ ભટ્ટ (PI Taral Bhatt) તોડબાજીના કારણે વિવાદમાં આવી ચૂક્યાં છે. માત્ર અમદાવાદ શહેર કે ક્રાઈમ બ્રાંચ જ નહીં ગુજરાત પોલીસ દળ (Gujarat Police) માં બેફામ તોડબાજી ચાલી રહી છે. મોટાભાગે કેસમાં નામ નહીં ખોલવા તેમજ હેરાનગતિ કર્યા વિના જામીન આપવાના નામે લાખો રૂપિયાનો તોડ કરવામાં આવે છે અને આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે.

Advertisement

આ પણ વાંચો: ભરૂચ: જંબુસર સબ ડિસ્ટિક્ટ હોસ્પિટલની ગંભીર બેદરકારી!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.