ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

AHMEDABAD માં અસામાજિક તત્વોનો આતંક; ચાંદખેડામાં ખુલ્લેઆમ વેપારીને માર્યો ઢોર માર!

ચાંદખેડામાં અસામાજિક તત્વોનો આતંક વિસત મોટેરા હાઇવે પર 4D મોલ સામે અસામાજિક તત્વોએ કર્યો હુમલો એક વેપારી ને પાઇપ અને લાકડી વડે માર માર્યો 4 જેટલા શખ્સોએ માર્યો માર માર મારતા વિડિઓ થયો વાયરલ પોલીસે અસામાજિક તત્વોને લઈને તપાસ...
11:57 AM Jul 17, 2024 IST | Harsh Bhatt
featuredImage featuredImage

અમદાવાદમાં વધુ એક વખત જાહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે.અમદાવાદના ચાંદખેડાના વિસ્તારમાંથી એક વિડીયો સામે આવ્યો છે, જેમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે.જાહેરમાં ધોળા દિવસે વેપારીને માર મારવાની ઘટના સામે આવી છે. સમગ્ર બાબત અંગે હાલ પોલીસમાં જાણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા અસામાજિક તત્વોની તપાસ શરૂ કરવામાં આવી છે.ચાલો જાણીએ શું છે બાબત

https://img.cdn.sortd.mobi/live-gujaratfirst-com-prod-sortd/mediaa265cac0-4405-11ef-b018-594dc6868b43.mp4

જાહેરમાં હિંસાનો બનાવ છાસવારે બનતી રહેતી હોય છે.અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી આ મોટી ઘટના સામે આવી છે.ચાંદખેડાના વિસત મોટેરા હાઇવે પર 4D મોલ સામે અસામાજિક તત્વોએ એક વ્યાપારીએ હુમલો કર્યો છે.વિડીયોમાં જોઈ શકાય છે કે, અસામાજિક તત્વો ક્રૂરતાપૂર્વક વેપારીને દંડા વડે મારી રહ્યા છે.વેપારી દર્દમાં કણસી રહ્યો છે તેમ છત્તા અસામાજિક તત્વો તેને મારવાનું બંધ કરી રહ્યા નથી.વિડીયોમાંએ પણ જોઈ શકાય છે બનાવ ધોળા દિવસે રસ્તા ઉપર જ બન્યો હોવાના છત્તા કોઈ બચાવ માટે આવી શકતું નથી.સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે.હાલમાં સમગ્ર બાબત અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : GONDAL : મહોરમ પર્વને લઈને શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, 150 થી વધુ પોલીસ જવાનો ખડેપગે

Tags :
AhmedabadAHMEDABAD ATTACKChandkhedaGujarat FirstSocial Mediaviral video