Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GUJARAT: વધુ એક સિદ્ધી ગુજરાતી દ્વારા હાંસિલ કરાઈ, વિસનગરના વિદ્યાર્થીએ ગુજરાતની શાન વધારી

ગુજરાતીએ દેશમાં ગૌરવ વધાર્યું ગામ-શહેર, રાજ્ય, દેશ કે પછી હોય વિદેશ.... ગુજરાતીઓ પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવામાં ક્યારે પાછા પડતાં નથી. ગુજરાતીઓ ગુજરાતનું ગૌરવ હંમેશા વધારે છે. આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં જ યુનેસ્કો દ્વારા ગરબાને Intangible Cultural Heritage of...
gujarat  વધુ એક સિદ્ધી ગુજરાતી દ્વારા હાંસિલ કરાઈ  વિસનગરના વિદ્યાર્થીએ ગુજરાતની શાન વધારી

ગુજરાતીએ દેશમાં ગૌરવ વધાર્યું

Advertisement

ગામ-શહેર, રાજ્ય, દેશ કે પછી હોય વિદેશ.... ગુજરાતીઓ પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવામાં ક્યારે પાછા પડતાં નથી. ગુજરાતીઓ ગુજરાતનું ગૌરવ હંમેશા વધારે છે. આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં જ યુનેસ્કો દ્વારા ગરબાને Intangible Cultural Heritage of Humanity માં સ્થાન આપવામાં આવ્યું છે.

ત્યારે ગુજરાતના વધુ ગુજરાતી દ્વારા અનોખી સિદ્ધી હાંસિલ કરવામાં આવી છે. તાજેતરમાં 10 ડિસેમ્બરના રોજ મુંબઈમાં ડૉન બોસ્કો હાઈસ્કૂલ માટુંગામાં નેશનલ લેવલની અબાકસની પરીક્ષા યોજાઈ હતી.

Advertisement

વિસનગરના વિદ્યાર્થીએ ગુજરાતની શાન વધારી 

આ પરિક્ષામાં વિવિધ કક્ષાઓના વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રતિયોગિતામાં નૂતન ગ્લોબલ સ્કૂલ વીસનગર વ્હોરવાડનો વિદ્યાર્થી અનીક અમીન કૈયલવાલા જે 3 ધોરણમાં અભ્યાસ કરે છે તેને ભાગ લીધો હતો. તેણે આ પ્રતિયોગિતામાં 8 મિનિટની અંદર 177 અને તમામ સાચા દાખલા કરીને રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ સાથે અનીક અમીન રાષ્ટ્રીય લેવલે પ્રથમ ચેમ્પિયન બન્યો છે. આ પ્રતિયોગિતામાં શાનદાર અને અલૌકિક પ્રદર્શન કરી ગુજરાતનું ગૌરવ વધારવામાં આવ્યું છે. તે સહિત અનીક અમીનએ હાંસિલ કરેલ સિદ્ધીથી તેના પરિવાર અને સમાજ દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત મહેસાણા જિલ્લામાં અને વિસનગર શહેરમાં હર્ષો ઉલ્લાસની લાગણી પ્રસરી હતી.

Advertisement

આ પણ વાંચો: વિદ્યાર્થીનીએ કચરામાંથી ઘરવાપરાશ અને રોજગાર ઉપલબ્ધ કરતો પ્રોજેકટ બનાવ્યો

Tags :
Advertisement

.