Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat First Conclave 2024: જે લોકો કોંગ્રેસમાંથી નીકળી ગયા છે, તેનાથી કોંગ્રેસ પાર્ટી ક્લીન થઈ છે

Gujarat First Conclave 2024: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં મહેસાણામાં કોંગ્રેસ લોકસભા...
06:38 PM May 03, 2024 IST | Aviraj Bagda
Gujarat First Conclave 2024, Mehsana

Gujarat First Conclave 2024: લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘ગુજરાત ફર્સ્ટ કૉન્ક્લેવ શંખનાદ 2024’ મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આ વિશેષ ગુજરાતી મીડિયા કાર્યક્રમમાં મહેસાણામાં કોંગ્રેસ લોકસભા બેઠકના ઉમેદવાર રામજી ઠાકોર સાથે તેમના કોંગી સાથીદાર અને પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરના રાજકીય સફરની વાત કરીએ તો, એક સમયે તો ઉત્તર ગુજરાતમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાથે મહેસાણામાં મુખ્ય નેતા તરીકે સક્રિય હતા. ત્યાર બાદ વર્ષ 2017 માં કોંગ્રેસ પાર્ટી સાથે હાથ મિલાવીને તેઓ બહુરાજી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડીને વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ધારાસભ્ય પદ પર ભરતજી ઠાકોરે અનેક પ્રાથમિક અને સામાજિક જરૂરિયાતોના નિરાકરણ માટે સરકાર સામે અડગ ઉભા રહ્યા.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024: ગુજરાત ફર્સ્ટના મંચ પર સી. જે. ચાવડા અને ઇન્દ્રવિજયસિંહ આવ્યા આમને-સામને

72 દિવસ સુધી દીકરીઓ સાથે ઉપવાસ કર્યા હતા

તો તેમના ભાઈ સમાન ગણાતા કોંગ્રેસ લોકસભા બેઠકના ઉમેદવાર રામજી ઠાકોર મહેસાણામાં પ્રાથમિક જરૂરિયાતો અંગે તેઓ હંમેશા આંદોલન કરતા જોવા મળે છે. મહેસાણા જિલ્લામાં સામાજિક આગેવાન તરીકે પ્રસિદ્ધ રામજી ઠાકોર કોંગ્રેસ સાથે છેલ્લા 30 વર્ષથી જોડાયેલા છે. તે ઉપરાંત તેમણે LRD ભરતી મામલે ઉપવાસ પર બેઠેલી દીકરીના સમર્થનમાં આવીને ગાંધી ચિંધ્યા માર્ગે આવીને 72 દિવસ સુધી દીકરીઓ સાથે ઉપવાસ કર્યા હતા. આમ તમામ દીકરીઓને ન્યાય અપાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તે ઉપરાંત તેઓ ખેરાલુ વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિ તરીકે પણ ફરજ નિભાવી છે.

આ પણ વાંચો: MLA Alpesh Thakor: ઉત્તર ગુજરાતના તારણહાર બનીને વડાપ્રધાન મોદી વ્યારે આવ્યા હતા

કોંગ્રેસ એકદમ ક્લીન થઈ ગઈ છે

ત્યારે આ બંને કોંગ્રેસ નેતાઓએ મહેસાણાની અંદર કોંગ્રેસના જીતનું ગણિત સમાજાવ્યું હતું. આ વખતે ગ્રાઉન્ડ લેવલ પર ઠાકોર સમાજ દ્વારા કોંગ્રેસ પાર્ટીને ખુબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. તે ઉપરાંત કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા નેતાઓ પણ કટાક્ષ કરવામાં આવ્યા હતા. તે લોકોના જવાથી કોંગ્રેસમાંથી કચરો સાફ થઈ ગયો છે. હવે, કોંગ્રેસ એકદમ ક્લીન થઈ ગઈ છે. તેની સાથે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024 : ક્ષત્રિય આંદોલન, નિતિન પટેલ અંગે BJP ઉમેદવાર હરિભાઈ પટેલે શું કહ્યું ?

Tags :
BJPCongressElection 2024GujaratGujarat ElectionGujarat FirstGujarat Firt ConclaveLok-Sabha-electionMehsanaMLA
Next Article