Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat First Conclave 2024 Mehsana : સૌથી મોટી ચર્ચા, કોણે કર્યું ક્ષત્રિય સમાજનું અપમાન ? રાહુલ ગાંધી કે પરશોત્તમ રૂપાલા ?

Gujarat First Conclave 2024 Mehsana : મહેસાણા (Mehsana) ખાતે યોજાનાર ગુજરાતી મીડિયાના સૌથી મોટા Gujarat First Conclave 2024 માં પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા નૌષાદ સોલંકી (Naushad Solanki) અને પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે (Yagnesh Dave) ઉપસ્થિત રહ્યા હતા....
12:37 PM May 03, 2024 IST | Vipul Sen

Gujarat First Conclave 2024 Mehsana : મહેસાણા (Mehsana) ખાતે યોજાનાર ગુજરાતી મીડિયાના સૌથી મોટા Gujarat First Conclave 2024 માં પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા નૌષાદ સોલંકી (Naushad Solanki) અને પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે (Yagnesh Dave) ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ફર્સ્ટ સાથે કોંગ્રેસ અને ભાજપના આ બંને અગ્રણીઓએ નિખાલસ સંવાદ કર્યો હતો અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી અનેક સવાલોના જવાબ આપ્યા હતા.

પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ ગુજરાત ફાર્સ્ટ કૉન્ક્લેવ 2024 ના (Gujarat First Conclave 2024 Mehsana) મંચ પરથી જણાવ્યું હતું કે, છેલ્લા 10 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વમાં જે કામો થયા અને છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં BJP ની સરકાર હેઠળ જે વિકાસ કામો થયા તેનો રિપોર્ટ કાર્ડ લઈને પાર્ટી પ્રજા સમક્ષ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ રહી છે અને મહેસાણામાં પ્રજા બીજેપીને ફરી એકવાર તક આપશે. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌષાદ સોલંકીએ જણાવ્યું કે, અમારા નેતા રાહુલ ગાંધીએ દેશને સમજવા માટે અને દેશની સમસ્યાઓ જાણવા માટે 4 હજાર કિમીની યાત્રા કરી. આ યાત્રા દરમિયાન તેમણે દેશના કલ્યાણ અને વિકાસ માટે 3-4 પ્રમુખ મુદ્દાઓને ઓળખ્યા, જેમાં દેશના ખેડૂતની સમસ્યા સામેલ છે.

નૌષાદ સોલંકીના BJP પર આરોપ

નૌષાદ સોલંકીએ આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ (BJP) સરકારે દેશના માત્ર 20-25 ટોચના ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા છેલ્લા 10 વર્ષમાં માફ કર્યા છે. ત્યારે 34 કરોડ ખેડૂતોનું દેવું અંદાજે 80-90 હજાર કરોડ છે. આથી કોંગ્રેસે નક્કી કર્યું છે કે સૌથી પહેલા દેશના ખેડૂતોને દેવા મુક્ત કરવા જોઈએ. બીજું, કોંગ્રેસ દેવા મુક્તીનો કાયદો લાવશે, જેથી દેશનો ખેડૂત હંમેશાં માટે દેવા મુક્ત થશે. કોંગ્રેસ (Congress) સરકારમાં ખેતી ઉત્પાદનનાં લગભગ બધાં જ સાધનો કર મુક્ત હતા, પરંતુ બીજેપીની સરકારમાં આ તમામ સાધનો પર ટેક્સ લાગ્યો છે. નૌષાદ સોલંકીએ આરોપ લગાવતા કહ્યું કે, હાલનો તબક્કો એવો છે કે મોંઘીદાટ ગાડીઓ પર કર ઓછો છે જ્યારે ટ્રેક્ટર પર ટેક્સ વધુ છે, જેના કારણે ખેતીનો ખર્ચ વધે છે અને તેની સામે ખેડૂતને તેના પાકની યોગ્ય કિંમત મળતી નથી. કોંગ્રેસ ખેડૂતનો ખર્ચ ઘટાડી સામે પાકની યોગ્ય કિંમત મળે તેવી યોજના બનાવશે. ઉપરાંત, નૌષાદ સોલંકીએ (Naushad Solanki) બેરોજગારી, સરકારી ભરતી, ગરીબ પરિવાર કલ્યાણ સંબંધિત કોંગ્રેસ મેનિફેસ્ટોમાં જણાવેલ યોજનાઓની વાત કરી હતી.

યજ્ઞેશ દવેના કોંગ્રેસ પર પ્રહાર

યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષમાં દેશનો જે વિકાસ થયો છે તે દેશવાસીઓએ જોયો છે. કોંગ્રેસ પાસે હાલ ઉમેદવારો નથી. ઉમેદવારો માટે કોંગ્રેસને અન્ય પક્ષની મદદ લેવી પડી રહી છે. ત્યારે કોંગ્રેસ કેવી રીતે સરકાર બનાવશે. ખેડૂતોની સમસ્યા અંગે તેમણે કહ્યું કે, કિસાન સન્માન નિધિ (Kisan Samman Nidhi) હેઠળ દર વર્ષે 75 હજાર કરોડ રૂપિયા આપવામાં આવે છે. આ યોજનાના નાણા સીધા ખેડૂતોના ખાતામાં જાય છે. ખેત પેદાશના સાધનો માટે ખેડૂતોને વ્યાજ વગરની લોન મળે છે. આજે ખેડૂતો દેવામાંથી બહાર આવ્યા છે અને પગભર થયા છે. તેમણે કહ્યું કે, બીજેપીના શાસન હેઠળ ગુજરાતમાં હાલ દરેક ઘરમાં નળથી જળ, વીજળીની વ્યવસ્થા, છેવાડાના ગામડાઓમાં સારા રોડની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા છે. અગાઉ રાજ્યમાં રમખાણોની સમસ્યા હતી, જે હવે સમાપ્ત થઈ ચૂકી છે.

ભાજપ અને કોંગ્રેસના બંને નેતાઓએ ક્ષત્રિય સમાજ આંદોલન સહિત વિવિધ મુદ્દાઓ પર ગુજરાત ફર્સ્ટ સાથે સંવાદ કર્યો હતો. આ સંપૂર્ણ સંવાદ જોવા અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચો - Gujarat First Conclave 2024 Mehsana : ક્ષત્રિય આંદોલન, રામ મંદિર અને વિપક્ષના આરોપોનો મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો આ જવાબ

આ પણ વાંચો - Gujarat First Conclave 2024 : ખેડૂતો માટે વીજળી, સરકારી યોજના, જમીન માપણી સહિતના મુદ્દાઓ પર ભાજપ-કોંગ્રેસ આમને સામને, જુઓ સંપૂર્ણ સંવાદ

ટઆ પણ વાંચો - Gujarat First Conclave 2024 : આજે મહેસાણાથી ગુજરાતી મીડિયા ઈતિહાસનો બીજો સૌથી મોટો કૉન્ક્લેવ, અહીં જુઓ Live

 

Tags :
BJPBJP GovernmentBJP Media Convenor Yagnesh DaveChannel Head Dr. Vivek BhattCongressFormer MLA and Congress leader Naushad SolankiGujarat FirstGujarat First Conclave 2024 MehsanaGujarati NewsKisan Samman NidhiMD of Gujarat First Shri Jasminbhai PatelNorth GujaratPrime Minister Narendra Modirahul-gandhi
Next Article