Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat First Conclave 2024 : તીખા સવાલો અને પરેશ ધાનાણીના સ્ફોટક જવાબો..!

Gujarat First Conclave 2024: ભારતભરમાં અત્યારે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાતમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતી મીડિયા ઇતિહાસના સૌ પ્રથમવાર સૌથી...
03:32 PM Apr 25, 2024 IST | Vipul Pandya
paresh dhanani

Gujarat First Conclave 2024: ભારતભરમાં અત્યારે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાતમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતી મીડિયા ઇતિહાસના સૌ પ્રથમવાર સૌથી મોટો Conclave યોજવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના મીડિયા ઇતિહાસનો સૌથી મોટો કોન્ક્લેવ (Gujarat First Conclave) છે. કોન્કલેવમાં રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાથે પણ રસપ્રદ વાતચીત કરાઇ હતી. અમરેલીના પરેશ ધાનાણીએ રાજકોટમાં છેલ્લી ઘડીએ ઉમેદવારી નોંધાવી. તેઓ ત્રણ વાર ધારાસભ્ય રહ્યા અને નેતા વિપક્ષ પણ રહ્યા. તેઓ 2022માં હાર્યા હતા. તેમણે એક વાર પરશોત્તમ રુપાલાને હરાવ્યા

મતનું મુલ્ય બચાવવા હું રાજકોટમાં રણમેદાનમાં લડવા આવ્યો છું

રાજકોટની રેસમાં ક્યાં છે પરેશ ધાનાણી ...તેના સવાલના જવાબમાં પરેશ ધાનાણીએ કહ્યું કે સૌથી લાંબી રેસ એનું નામ પરેશ, રાજકોટથી શરુ કરેલી રેસ દિલ્હી સુધી દોડતી જવાની છે. 25 બેઠક ઇન્ડી ગઠબંધનને મળશે. સુરતે દાખલો બેસાડ્યો કે રખેને આ લોકશાહીને લજવનારાઓને સબક શીખવાડામાં નહી આવે તો ભવિષ્યમાં સુરતવાળી થશે. રબર સ્ટેમ્પ લોકો અહંકારી નેતૃત્વ તેની પસંદગીના રબર સ્ટેમ્પ લોકોને ચૂંટણી લડવાશે. પડકાર ઉભો કરાવનારાને લલચાવી ડરાવી ધમકાવી ફોર્મ પાછુ ખેંચાવડાવશે, નોટા પણ નકામો બની જાય તેવી આ વ્યવસ્થાને રોકવી હોય તો લોકશાહીની રક્ષા કરવી જરુરી છે. મતનું મુલ્ય બચાવવા હું રાજકોટમાં રણમેદાનમાં લડવા આવ્યો છું.

કોંગ્રેસે ક્યારેય વિચાર્યું નથી કે ભાજપ વિહિન ભારત હોય

તમે માનો છો કે નિલેશ કુંભાણી ગદ્દાર છે તેવા પ્રશ્નના જવાબમાં ધાનાણીએ કહ્યું કે જે લોકો લોકશાહીના યજ્ઞમાં આહૂતી આપવાના બદલે પીઠ બતાવે તે બધા જ લોકો દેશના ગદ્દાર છે. કોંગ્રેસે ક્યારેય વિચાર્યું નથી કે ભાજપ વિહિન ભારત હોય, લોકશાહીમાં પક્ષ અને વિપક્ષ વૈચારીક વિવિધતા એ જ દેશની લોકશાહીને સીંચી અને વિશ્વમાં મહાસત્તા તરફ આગળ ધપાવ્યો. સંવિધાનનો વિરોધ કરાવનારા લોકો આજે સંવિધાન પર વારંવાર વાર કરી રહ્યા છે. ઉમેદવારનું ફોર્મ ભરાયુ પણ તેના ટેકેદારોએ જ સાચી સહી કરી ન હતી તે વિશે ધાનાણીએ કહ્યું કે મારે ગુજરાતના લોકોને સવાલ કરવો છે કે શું આવા વટલાઇ ગયેલા લોકોને ટેકો આપશો

ગુલામીની ઝંઝીર તોડવા હું રાજકોટ આવ્યો છું

કોંગ્રેસ નેતૃત્વ જાણી ના શકી કે કોને ટિકીટ આપવી કે ના આપવી...આ ષડયંત્રમાં નેતાઓ પણ સામેલ છે તેવું નથી લાગતું તેવા સવાલના જવાબમાં માણસને ચકાસવાની લેબોરેટરી હોય તો અમે શોધી રહ્યા છીએ. એવુ ટેસ્ટર શોધી રહ્યા છીએ. ભાજપ વિપક્ષને નથી તોડતું પણ જનતાના અવાજને રુંધી રહી છે. જે લોકો અવાજ ઉઠાવે, પ્રજા વિરોધી નીતિ સામે અવાજ ઉઠાવે, આવા લોકોને તોડવાનો 15 વર્ષથી પ્રોગ્રામ ચાલે છે. ગુજરાતના ઇતિહાસમાં વિપક્ષ વિહોણી વાંઝણી વિધાનસભા હોય તેવો પહેલો બનાવ છે. દેશમાં તમામ સ્તરે આજે ભાજપ છે છતાં સામાન્ય માણસની સમસ્યાનું સમાધાન કેમ થતું નથી. ભાજપના સભ્યએ અવાજ ઉઠાવ્યો હોય તેવું જોયું છે.? ભાજપ પ્રજાનો અવાજ ઉઠાવે તેવા લોકોને ઘેર બેસાડવા સામ,દામ, દંડ, ભેદનો ઉપયોગ કરે છે. લોકશાહીને ભારે નુકશાન થઇ રહ્યું છે. આ ગુલામીની ઝંઝીર તોડવા હું રાજકોટ આવ્યો છું.

અહંકારી માછલીની આંખ વિધવા હું રાજકોટ આવ્યો છું

તમારી જન્મ અને કર્મભૂમિ રાજકોટ નથી પણ રાજકોટ માટે તમારુ શું વિઝન છે. તેના જવાબમાં ધાનાણીએ કહ્યું કે ભાજપને સીંચનારી રાજકોટની ભૂમિ વર્ષથી કમળ કમળ કરનારા કાર્યાલયે ગાભા મારી પોતાના ભવિષ્યના સપના જોનારા એક પણ લાયક ઉમેદવાર ભાજપના અહંકારી નેતૃત્વને ન મળ્યા એટલે અમરેલીથી આયાત કરીને કાર્યકરો પર થોપી દેવાયા. વર્ગ વિગ્રહનું બીજ રોપવાનું ભાજપે ષડયંત્ર રચ્યું. વર્ગ વિગ્રહની આ આગથી 20 વર્ષ પાછળ ધકેલ્યું છે. અહંકારી માછલીની આંખ વિધવા હું રાજકોટ આવ્યો છું. રાજકોટે 3 મુખ્યમંત્રી આપ્યા છતાં ઘણી સમસ્યાનું સમાધાન થઇ શક્યું નથી. રાજકોટને હાઇકોર્ટ બેન્ચ કેમ મળતી નથી. એરપોર્ટ 50 કિમી દુર મોકલ્યું. પુરતા પ્રમાણમાં ફ્રીક્વન્સી નથી. રાજકોટમાં રેલ તો હતી પણ લાંબા ગાળાની ફ્રીક્વન્સી નથી.

જુના મકાનમાં નવો કલર કરી પોતાના પાટીયા મારવાની વ્યવસ્થા

વંદે ભારત જેવી હાઇસ્પીડ ટ્રેન, બુલેટ ટ્રેન આવે તેવું તમારામાં કેમ વિઝન કેમ નથી તે અંગે જવાબ આપતાં પરેશ ધાનાણીએ કહ્યું કે જાહેરજીવનમાં સારી બાબતો સ્વીકારવી જોઇએ પણ માફ કરજો જુના મકાનમાં નવો કલર કરી પોતાના પાટીયા મારવાની વ્યવસ્થા થઇ છે તેનાથી સત્યને ઉજાગર કરવા હું રાજકોટ આવ્યો છું. રાજકોટને કન્ટેનર ડેપો કેમ મળ્યો નથી.

આજે વિપક્ષને દુશ્મન માનવાની માનસિક્તા ભાજપે છતી કરી છે

બધા ભેગા થઇને વિપક્ષ કેમ અવાજ ઉપાડતો નથી. તમારું સંગઠન અને શિર્ષ નેતૃત્વ નબળું પડી ગયું તેવું તમને લાગતું નથી. કારણ કે કેટલા બધા ગુજરાતના નેતાઓને સારી તક અપાઇ ન હતી. એનું જ કારણ છે કે અર્જુન મોઢવાડીયાને જવું પડ્યું...શીર્ષ નેતૃત્વમાં એ તાકાત નથી જે હોવી જોઇએ. બીજો મુદ્દો રામ મંદિરનો છે. આપનું શુ માનવું છે. આવા તીખા સવાલના જવાબમાં પરેશ ધાનાણીએ કહ્યું કે કોંગ્રેસ પાસે પણ શાસન હતું. ભાજપના 2 સાંસદ હતા અને તેમને સાંભળતા હતા અને તેમની ટીકાને ગણીને સમસ્યાનું સમાધાન કરતા. આજે વિપક્ષને દુશ્મન માનવાની માનસિક્તા ભાજપે છતી કરી છે.

આધુનિક અંગ્રેજોના શાસનમાં રેલી સભા માટે મંજૂરી લેવી પડે છે

જનતા અને વિપક્ષ લડી રહ્યા છે. આધુનિક અંગ્રેજોના શાસનમાં રેલી સભા માટે મંજૂરી લેવી પડે છે. આધુનિક અંગ્રેજોએ ગુજરાતને ગુલામ બનાવ્યું છે. હું કોઇની ટીકા કરવા માગતો નથી. 15 વર્ષમાં 100 જેટલા નેતાઓને પોતાના ત્રાજવે તોળ્યા છે. ભાજને પોતાના કાર્યકરો પર વિશ્વાસ રહ્યો નથી. જેથી ખોટા કેસ કરી ડરાવી ધમકાવે છે. ભાજપ પાસે એવું ક્યું શીંગ મશીન છે જે કમલમમાં જાય તે દૂધે ધોઇને બહાર નિકળે છે. ક્યાં છે પાર્ટી વીથ ડિફરન્સ તેવો સવાલ ભાજપના નેતાઓ કરી રહ્યા છે. મને કહેવા દો અમારે ત્યાં જે લોકો ન સચવાણા તેમને ભાજપ સાચવી શકશે. આખા ભાજપ કાર્યોલયે કકળાટ છે અને કોંગ્રેસ ટનાટન છે. ભાજપના કાર્યકરો હડતાળ પર ઉતર્યા છે તે જ ભાજપનો અહંકાર.

ભાજપના પ્રમુખે 60 હજાર જેટલા લોકોને ત્રાજવે તોળ્યા

શું અર્જુનભાઇ સહિતના નેતાઓ કોંગ્રેસમાં સચવાતા ન હતા. ભાજપના પ્રમુખે 60 હજાર જેટલા લોકોને ત્રાજવે તોળ્યા છે. આ ચૂંટણી એ વાત નક્કી કરવાની છે કે આ નેતાઓને એક ત્રાજવે હશે અને પીજી તરફ ભાજપની વિફળ નીતી. વિપક્ષ ડર્યો પણ નથી પાછી પાની પણ કરતી નથી. કોંગ્રેસ એક આંદોલન છે એક જાય તો 100 નવા યોધ્ધા પેદા કરવાના છે.

રાહુલ ગાંધીના નામથી ડરનારા લોકો તેમના ચારિત્યનું હનન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

પણ યોધ્ધાના સેનાપતિ જ સ્ટ્રોંગ નથી. તમારે ત્યાં ગેરંટી આપે તેવો કોઇ વ્યક્તિ નથી. તમારા નેતા કેમ તૂટે છે. કેન્દ્રના લેવલે સ્ટ્રોંગ નેતૃત્વ નથી. તમારું શું માનવું છે તેના જવાબમાં ધાનાણીએ રાહુલ ગાંધીના નામથી ડરનારા લોકો તેમના ચારિત્યનું હનન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બધાને 15 લાખ આપીશ, તમને તકલીફ પડશે તો 15 પૈસાનુ પોસ્ટકાર્ડ મોકલશો. તેવું કહેતા હતા. અમારા ખેડૂતની આવક બમણી થઇ નથી. પેટ્રોલ મોંઘું થયું.દાળ 200 રુપિયે મળે છે.

9 ટકા સામે 90 ટકાને બીવડાવે છે.

રામ મંદિરમાં કોંગ્રેસને આમંત્રણ હતું પણ નકાર્યું હતું તેના જવાબમાં ધાનાણીએ કહ્યું કે ભગવાન શ્રી રામ આપણા આરાધ્ય દેવ છે. ભગવાન શ્રી રામ દરેકના હ્રદયમાં વસે છે.પણ ભાજપનું હિન્દુત્વ , જયશ્રી રામનો નારો અયોધ્યા પુરતું રહ્યું છે. સનાતન ધર્મના વડા ચારેય મઠના શંકરાચાર્યોએ કહ્યું કે અધુરા ઘરમાં વાસ્તુ ના હોય. મને ગર્વ છે કે હું હિન્દુ છું. 9 ટકા સામે 90 ટકાને બીવડાવે છે.

આ પણ વાંચો----- Gujarat First Conclave 2024 : સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુ ધ્રુવે હાલના વાયરા વિશે શું કહ્યું…

આ પણ વાંચો---- Gujarat First Conclave 2024: Parshottam Rupala 7 લાખની લીડ સાથે જીતશે, Ram Mokariya એ કર્યો ખુલાસો

આ પણ વાંચો---- Gujarat First Conclave 2024: અણવર બનવા વિશે ધનસુખ ભંડેરીએ શું કહ્યું

Tags :
BJPConclave 2024Congress CandidateGujaratGujarat FirstGUJARAT FIRST CONCLAVE 2024loksabha election 2024Paresh DhananiRAJKOTRajkot Lok Sabha seat
Next Article