Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VNSGU : દિલ્હીમાં યુનિવર્સિટીને એવોર્ડ એનાયત કરાયો, શૈક્ષણિક ક્રેડિટ રેકોર્ડમાં દેશભરમાં પ્રથમ ક્રમે

સુરતની (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ની સિદ્ધિઓમાં વધુ એક ઉમેરો થયો છે. યુનિવર્સિટીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. યુનિવર્સિટી ડિજિટલ પ્લેટફોર્મ એકેડેમિક ક્રેડિટ (ABC) માં દેશભરમાં મોખરે રહી છે. માહિતી મુજબ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને એવોર્ડ એનાયત...
vnsgu   દિલ્હીમાં યુનિવર્સિટીને એવોર્ડ એનાયત કરાયો  શૈક્ષણિક ક્રેડિટ રેકોર્ડમાં દેશભરમાં પ્રથમ ક્રમે
Advertisement

સુરતની (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ની સિદ્ધિઓમાં વધુ એક ઉમેરો થયો છે. યુનિવર્સિટીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. યુનિવર્સિટી ડિજિટલ પ્લેટફોર્મ એકેડેમિક ક્રેડિટ (ABC) માં દેશભરમાં મોખરે રહી છે. માહિતી મુજબ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને એવોર્ડ એનાયત કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021 માં એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ (ABC) નો પ્રારંભ કરાવ્યો હતો.

Advertisement

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દેશભરમાં ડિજિટલ પ્લેટફોર્મ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ (ABC) માં મોખરે રહી છે. એટલે કે નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના શૈક્ષણિક ક્રેડિટ રેકોર્ડ કરવામાં પ્રથમ ક્રમે રહી છે. માહિતી મુજબ, યુનિવર્સિટીમાં અત્યાર સુધી 6 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓની એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની નોંધણી કરવામાં આવી છે. આ મામલે યુનિવર્સિટી દેશભરમાં સૌથી આગળ રહેતા એવોર્ડ આપીને સન્માનિત કરાઈ છે. દિલ્હીમાં કેબિનેટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના (Dharmendra Pradhan) હસ્તે VNSGU ના કુલપતિને એવોર્ડ એનાયત કરાયો હતો.

Advertisement

જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) વર્ષ 2021 માં એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ (ABC) નો પ્રારંભ કરાવ્યો હતો. અગાઉ પણ યુનિવર્સિટીને સિદ્ધિ માટે બિરદાવવામાં આવી હતી. ત્યારે હવે ફરી એકવાર VNSGU યુનિવર્સિટીએને આ એવોર્ડ મળ્યો છે. દિલ્હીમાં યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાના મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - VALINATH MAHADEV : 16થી 22 ફેબ્રુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, PM મોદી અને અમિત શાહ હાજર રહેશે

Tags :
Advertisement

.

×