Vijay Rupani : BJP ના સ્ટાર પ્રચારકોમાં રૂપાણીની એન્ટ્રી, રૂપાલા અને પરેશ ધાનાણી વિશે કહી આ વાત
લોકસભા ચૂંટણીને (Lok Sabha elections) લઈ ભારતીય જનતા પાર્ટીએ (BJP) તેના સ્ટાર પ્રચારકોની લિસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું (Vijay Rupani) નામ પણ સામેલ છે. દરમિયાન, વિજય રૂપાણીએ કહ્યું કે, બીજેપી ગુજરાતની તમામ 26 બેઠકો બહુમતિ સાથે જીતશે. આપણે મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીશું. વિશ્વભરમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. આ સાથે વિજય રૂપાણીએ પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) અને પરેશ ધાનાણી (Paresh Dhanani) અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
રૂપાલા સાહેબ સારી બહુમતિથી જીતશે : રૂપાણી
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા લોકસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની (star campaigners) લિસ્ટ જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દરમિયાન, વિજય રૂપાણીએ વિશ્વાસ દાખવતા દાવો કર્યો હતો કે, ગુજરાતની તમામ 26 બેઠકો બહુમતિથી જીતીશું અને મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીશું. પીએમ મોદીના (Prime Minister Modi) નેતૃત્ત્વમાં વિશ્વભરમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. પરશોત્તમ રૂપાલાને (Parshottam Rupala) લઈ તેમને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાજકોટ (Rajkot) ભાજપનો ગઢ છે. મેં પહેલાથી કહ્યું છે કે ભાજપ જીતશે. રૂપાલા સાહેબ સારી બહુમતિથી જીતશે.
પરેશ ધાનાણી પર શાબ્દિક પ્રહાર
ઉપરાંત, પરેશ ધાનાણીના (Paresh Dhanani) ટ્વિટ બાબતે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ (Vijay Rupani) કહ્યું કે, પરેશ ધાનાણીનું કામ આગમાં ઘી હોમવાનું છે. રાજકોટ આવે છે ત્યારે તેમનું કામ જ ઘી હોમવાનું હોય છે. પરંતુ, તેમ છતાં રાજકોટમાં ક્યાંય કોંગ્રેસ (Congress) દેખાતી જ નથી. આ સાથે વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં 26 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે. ભાજપ વિવિધ વિકાસનાં મુદ્દાઓ સાથે પ્રચાર કરશે અને ભવ્ય જીત મેળવશે.
આ પણ વાંચો - Raj Shekhawat : ગુજરાતમાં ક્ષત્રિયોના અપમાનના નામે કર્યો વિરોધ પણ રાજસ્થાનમાં….!
આ પણ વાંચો - રૂપાલાને સૌથી મોટી રાહત! ક્ષત્રિય સમાજના આગેવાનો અને સંતોએ આપી માફી
આ પણ વાંચો - Navsari : CR પાટીલની સામે કોંગ્રેસે આ સિનિયર લીડરને ઉતાર્યા ચૂંટણી મેદાને, જોવા મળશે જોરદાર ટક્કર!