Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : રોંગ સાઇડ આવતા વાહનની ભુલે ત્રણ ઇજાગ્રસ્ત

VADODARA : વડોદરા (VADODARA) પાસે રસ્તા પર જો તમે સાચી દિશામાં વાહન ચલાવતા હોવ તો પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે. 5 એપ્રિલે, સાંજે મુસાફરો લઇ જતી રીક્ષાને સામે તરફથી રોંગ સાઇડ (WRONG SIDE) થી આવતા...
10:42 AM Apr 07, 2024 IST | PARTH PANDYA
Representative Image

VADODARA : વડોદરા (VADODARA) પાસે રસ્તા પર જો તમે સાચી દિશામાં વાહન ચલાવતા હોવ તો પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે. 5 એપ્રિલે, સાંજે મુસાફરો લઇ જતી રીક્ષાને સામે તરફથી રોંગ સાઇડ (WRONG SIDE) થી આવતા ટેન્કરે ટક્કર મારી હતી. જેમાં ત્રણ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં અજાણ્યા ટેન્કર ચાલક સામે મંજુસર પોલીસ મથક (MANJUSAR POLICE STATION) માં ફરિયાદ નોંધાવવા પામી છે.

રીક્ષા આશાપુરા વે-બ્રિજ પાસેથી જઇ રહી હતી

મંજુસર પોલીસ મથકમાં દામીનીબેન માછી (રહે. ભાદરવા, સાવલી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ મંજુસરમાં આવેલી ખાનગી હેલ્થ કંપનીમાં કામ કરે છે. તેમની સાથે કૈલાશબેન ભોઇ (રહે. જલારામ ફળિયુ, સાવલી) અને દક્ષાબેન ભોઇ રીક્ષામાં બેસી નોકરી પરથી પરત ફરી રહ્યા હતા. રીક્ષા ચાલક નામ રાજેન્દ્રસિંહ ગીરવંતસિંગ રાઠોડ (રહે. પોઇચા) હતા. રીક્ષા આશાપુરા વે-બ્રિજ પાસે રોડ-રસ્તાની દિશામાં જઇ રહી હતી.

ચાલક સહિતના તમામ મુસાફરોને ઇજા

દરમિયાન અચાનક ટેન્કર રોંગ સાઇડ આવતા રીક્ષા ચાલકે બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં રીક્ષા ટેન્કરની પાછળના ભાગમાં અથડાઇ હતી. અકસ્માત થતા રીક્ષામાં બેઠેલા ચાલક સહિતના તમામ મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. જેમાં કૈલાશબેનને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. તેમજ દક્ષાબેન અને ચાલક રાજેન્દ્રસિંહને પણ ઇજાઓ પહોંચી હતી.

ટેન્કરનો ચાલક ફરાર

અકસ્માતની ઘટના બાદ રાહદારીઓ દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્તોને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો હતો. કૈલાશબેનને ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. તો અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર માટે કંપની કોન્ટ્રાક્ટરની ઇકો કારમાં ખાનગી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. હાલ, તમામની સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં રોંગ સાઇડ આવી અકસ્માત સર્જનાર ટેન્કરનો ચાલક બાદમાં ફરાર થઇ ગયો હતો.

આરોપીને દબોચી લેવાના ચક્રોગતિમાન

ઉપરોક્ત ઘટનામાં ટેન્કર ચાલક સામે મંજુસર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે આરોપીને દબોચી લેવાના ચક્રોગતિમાન કર્યા છે. પોલીસ કેટલા સમયમાં આરોપી ટેન્કર ચાલક સુધી પહોંચે છે. અને તેની સામે શું કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે.

આ પણ વાંચો -- JP Nadda : દિલ્હીથી ચોરાયેલી જેપી નડ્ડાની ફોર્ચ્યુનર કાર વારાણસીથી મળી, નાગાલેન્ડ મોકલવાની હતી તૈયારી…

Tags :
AccidentHospitalizedInjuredrickshawsideTankerthreeVadodarawithWrong
Next Article