Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : VMC ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય રીસાયા

VADODARA : તાજેતરમાં મળેલી વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક સભ્ય રીસાયા હોવાની ઘટના સામે આવી છે. બેઠકમાં તમામ સભ્યો પોતાના વિસ્તારની સમસ્યાઓ ચેરમેનને જણાવી રહ્યા હતા. દરમિયાન એક સભ્યને યોગ્ય રજુઆત કરવાનો મોકો નહી...
vadodara   vmc ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય રીસાયા

VADODARA : તાજેતરમાં મળેલી વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક સભ્ય રીસાયા હોવાની ઘટના સામે આવી છે. બેઠકમાં તમામ સભ્યો પોતાના વિસ્તારની સમસ્યાઓ ચેરમેનને જણાવી રહ્યા હતા. દરમિયાન એક સભ્યને યોગ્ય રજુઆત કરવાનો મોકો નહી મળતા તેઓ બેઠકમાંથી બહાર નિકળી ગયા હતા. જો કે, આ વાત ચેરમેન સહિત અન્ય સભ્યોના ધ્યાને આવતા તેમને પરત બોલાવીને સાંભળવામાં આવ્યા હતા.

Advertisement

કોઇ મનદુખ થયું નથી

વડોદરા મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેતન પટેલ સહિત અન્ય સભ્યો હાજર હતા. અને ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીને પોતાના વિસ્તારની રજુઆત કરી રહ્યા હતા. દરમિયાન કેતન પટેલને પોતાની યોગ્ય રજુઆત કરવા માટે મોકો નહી મળતા તેઓ બેઠકમાંથી રીસાઇને નિકળી ગયા હતા. આ તકે સભ્ય કેતન પટેલે જણાવ્યું કે, તેવું કશું હતું નહી, મારી જે કંઇ રજુઆત હતી તે મેં કરી દીધી હતી. રજુઆત બધાની પતી ગઇ હતી. મારે જવાનું હતું એટલે હું નિકળી ગયો હતો. કોઇ મનદુખ થયું નથી. કામો થાય છે.

ડેકોરમ જાળવવું જરૂરી છે

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, બધા સભ્યો રજુઆત કરતા હોય ત્યારે એક સભ્ય અધિકારી જોડે વાત કરતા હોય બીજા સભ્ય બીજા અધિકારી જોડે વાત કરતા હોય, એટલે ઘોંઘાટ વાળું વાતાવરણ હતું. એટલે કકુભાઇને રજુઆત કરવી હતી, પરંતુ તેમને મોકો મળ્યો ન્હતો. કારણકે બીજા સભ્યો વધુ પડતી રજુઆત કરતા હોય તો ઘણી વખત એવું થાય કે કોઇ સભ્યને લાગે કે મને મોકો નથી મળી રહ્યો. એટલે નારાજ થઇને જતા રહ્યા હતા. પરંતુ તેમના પાછા બોલાવીને તેમને જે કંઇ પ્રશ્નો છે, તે અમે સાંભળ્યા છે. રજુઆતો ઘણીબધી આવતી હોય છે. બધા સભ્યો એકસાથે બોલતા હોય ત્યારે ડેકોરમ જાળવવું જરૂરી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : બાકી ગેસ બીલના નામે પૈસા પડાવવા ઠગ ટોળકી સક્રિય

Advertisement
Tags :
Advertisement

.