સુરતમાં કમિશનરે સૂચવેલા વેરામાં 50 ટકા રાહત આપવાનો સ્થાયી સમિતિનો નિર્ણય, બજેટમાં 301 કરોડના સુધારા-વધારા
રેવન્યુ ખર્ચમાં મનપાની સ્થાયી સમિતિએ 50 કરોડનો ઘટાડો કર્યો સુરત ખાતે સુધારા સાથે રજૂ થયેલા બજેટમાં વેરામાં આંશિક રાહત સાથે વર્ષ 2023-24ના બજેટમાં 307 કરોડના વધારા સાથે 7848 કરોડના ડ્રાફ્ટ બજેટને લીલી ઝંડી આપવામાં આવી છે. સુરત મનપા કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં રેવન્યુ ખર્ચમાં મનપાની સ્થાયી સમિતિએ 50 કરોડનો ઘટાડો કરી કેપીટલ ખર્ચમાં 190 કરોડનો વધારો કર્યો. આ અંગે પાલિકાના સ્ટેન્àª
Advertisement
રેવન્યુ ખર્ચમાં મનપાની સ્થાયી સમિતિએ 50 કરોડનો ઘટાડો કર્યો
સુરત ખાતે સુધારા સાથે રજૂ થયેલા બજેટમાં વેરામાં આંશિક રાહત સાથે વર્ષ 2023-24ના બજેટમાં 307 કરોડના વધારા સાથે 7848 કરોડના ડ્રાફ્ટ બજેટને લીલી ઝંડી આપવામાં આવી છે. સુરત મનપા કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં રેવન્યુ ખર્ચમાં મનપાની સ્થાયી સમિતિએ 50 કરોડનો ઘટાડો કરી કેપીટલ ખર્ચમાં 190 કરોડનો વધારો કર્યો. આ અંગે પાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની અન્ય મહા નગર પાલિકાઓની સરખામણીમાં સુરત પાલિકા દ્વારા હાલમાં લેવાતો રહેણાંક મિલકતના સામાન્ય વેરાનો દર સૌથી ઓછો છે જેની નોંધ લેવી જોઈએ. વધુમાં તેમણે એ પણ કહ્યું હતું કે છેલ્લા ૧૪ વર્ષના લાંબા સમયગાળા દરમ્યાન સુરત પાલિકાએ રહેણાંક મિલકતના સામાન્ય વેરાના દરમાં કોઈ વધારો કર્યો નથી.પાલિકા દ્વારા લેવાતો રહેણાંક મિલકતના સામાન્ય વેરાનો દર સૌથી ઓછો રાખવામાં આવ્યો છે પણ વિકાસના કામો અન્ય પાલિકા કરતા સુરત પાલિકા વધુ કરી રહી હોવાના સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા દાવાં કરવામાં આવ્યા છે.
128 સોસાયટીમાં પાણી, 261માં રસ્તા,108માં ગટર જ્યારે 19 સોસાયટીમાં લાઇટની સુવિધા અપાશે
સુરત મહનગર પાલિકા દ્વારા સાઇનસ સેન્ટર ખાતે સુધારા વધારા સાથે ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે.જેમાં 128 સોસાયટીમાં પાણી, 261માં રસ્તા,108માં ગટર જ્યારે 19 સોસાયટીમાં લાઇટની સુવિધા અપાશે, સૌથી મહત્વના પ્રોજેક્ટ એવા તાપી નદી પર બેરેજ,બ્રિજ, પાળા હિતની માળખાગત સુવિધા તેમજ વહીવટી ભવન, અને ડુમસ સી ફેઝ જેવા આઈકોનિક પ્રોજેક્ટના કામો હાલ પુરજોશમાં ચાલે તે દિશામાં સઘન પ્રયાસો હાથ ધરાયા છે. સુરત મહાનગર પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કરેલા ડ્રાફટ બજેટમાં એક જ વર્ષમાં ૫૭૫ રહેણાક સોસાયટીઓને પાણી. ગટર, રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સુવિધા પૂરી પાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.જેને પણ સુધારા વધારા સાથે મંજૂરી મળી છે.જ્યારે વિકાસના કામોની સાથે પાલિકાએ શહેરમાં પ્રામિક સુવિધાનાં કામો પુર જોશમાં ચાલુ રહે તે દિશામાં પ્રયાસો તેજ કર્યા છે.
ડ્રાફટ બજેટમાં વિકાસ કામો માટે રેકોર્ડબ્રેક રૂ.૩૫૧૯ કરોડની ફાળવણી
સુરત મહાનગર પાલિકા કમિશનરે રજૂ કરેલા ૨૦૨૩-૨૪ના ડ્રાફટ બજેટમાં વિકાસ કામો માટે રેકોર્ડબ્રેક રૂ.૩૫૧૯ કરોડની ફાળવણી કરવામાં આવી છે. સુરત શહેરમાં વિવિધ પાણી, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, શિક્ષણ અને જાહેર આરોગ્યના ક્ષેત્રના પ્રોજેક્ટ પાછળ નોંધપાત્ર ફાળવણી કરવામાં આવી છે. જો કે સમગ્ર શહેરમાં રહેણાક સોસાયટી ઓમાં પ્રાથમિક સુવિધાની અનેક વાર ફરિયાદો ઉઠે છે જેને ધ્યાને રાખી આ વખતે સોસાયટીઓનાં પ્રાથમિક કામો સાકાર કરવાની પહેલ કરાઇ છે. નાણાકીય વર્ષ ૨૦૨૩- ૨૪માં વિવિધ ઝોનમાં ૫૭૫ સોસાયટીઓને પ્રાથમિક સુવિધાનાં કામો હેઠળ આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ પૈકી ૧૨૮ રહેણાક સોસાયટીઓમાં પીવાના પાણીની સુવિધા ઊભી કરવામાં આવશે.૨૬૧ રહેણાક સોસાયટીઓમાં નવા રસ્તા બનાવવામાં આવશે. ૧૦૭ રહેણાક સોસાયટીઓમાં ગટર સુવિધા ઊભી કરાશે.જ્યારે ૭૯ રહેણાક સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટનાં કામો કરવામાં આવશે.
શહેરમાં છ નવા કોમ્યુનિટી હોલ તૈયાર કરવામાં આવશે
પાલિકાના ડ્રાફટ બજેટમાં દરેક ઝોનમાં વોર્ડ ઓફિસ, કોમ્યુનિટી હોલ, સિવીક સેન્ટર, ફાયર સ્ટેશન સહિતના આયોજન માટે નાણાની જોગવાઇ કરવામાં આવી છે.તેમજ લોકોની સમસ્યાના નિવારણ માટે વિવિધ વિસ્તારમાં ( ૯ ) નવી વોર્ડ ઓફિસ બનાવવામાં આવશે, શહેરનો વિસ્તાર વધવાથી પાલિકાએ નવા (૬) ફાયર સ્ટેશન બનાવવાનો નિર્ણય લઇ બજેટમાં જોગવાઇ કરી છે. શહેરનો વ્યાપ વધતા લોકોએ પાલિકાની સુવિધા માટે લાંબા અંતર સુધી જવું નહી પડે તે માટે ત્રણ નવા સિવીક સેન્ટર બનાવવાનો નિર્ણય કરાયો છે. જ્યારે લોકો ની લાંબા સમય થી ઉઠતી માંગ ને ધ્યાને લઇ કતારગામ ખાતે નવું ઓડિટોરિયમ બનાવવામાં આવશે. શહેરમાં છ નવા કોમ્યુનિટી હોલ તૈયાર કરવામાં આવશે. વિવિધ ઝોન વિસ્તારમાં શાકભાજી માર્કેટ, નવા રીડિંગ રૂમ, ત્રણ નવી લાઇબ્રેરી, અને સ્પોર્ટ્સ ફેસિલિટી ઊભી કરવામાં આવશે, આ તમામ સુવિધાઓ લોકોને સીધી રીતે સ્પર્શતી હોવાથી અંદાજ અને ટેન્ડરની કામગીરી ઝડપથી હાથ ધરવા દરેક ઝોનને તાકીદ કરવામાં આવી છે..
વેરા અને યુઝર ચાર્જમાં 307 કરોડનો વધારો
સુરત મહાનગર પાલિકા કમિશનર દ્વારા રજુ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં 307 કરોડના વેરા અને યુઝર ચાર્જમાં વધારો કરાયો હતો. જો કે બજેટ પર સ્થાયી સમિતિ ની મેરેથોન ચર્ચા બાદ સામાન્ય મિલકત વેરામાં 50 ટકા રાહતની જાહેરાત કરવામાં આવી છે. તેમજ મનપા કમિશનરે સુચવેલા વેરામાં મિલ્કત વેરો 12 કરોડનો હતો તેમાંથી 6 કરોડ જેટલી રાહત મળશે નું બજેટ રજૂ થયું છે. જેના કારણે યુઝર ચાર્જ અને મિલકત વેરા મળીને 301 કરોડનો વધારો કરી સુધારા વધારા સાથે બજેટ રજૂ કરાયું હતું
મોટાભાગની રહેણાંક મિલકતોમાં કાર્પેટ એરિયા ઓછો હોવાથી મિલકત વેરો નજીવોજ વધશે
કેન્દ્ર સરકારની 15મા નાણાપંચની પરફોર્મન્સ બેઈઝ ગ્રાંટ, અમૃત 2.0 અને સ્વચ્છ ભારત મીશન 2.0 ની માર્ગદર્શિકાની શરતોને ધ્યાનમાં રાખી પ્રોપર્ટી ટેક્સના દરમાં અને યુઝર ચાર્જીસમાં વધારો કરવો જરૂરી બન્યો હોવાનું સ્થાઈ સમિતિએ જણાવ્યું છે. જેના કારણે સુરત શહેરની 89% જેટલી રહેણાંક મિલકતોનો કાર્પેટ એરીયા ૧૦૦ ચો.મી. કરતા ઓછો છે એટલે કે ૧૦૭૬ ચો.ફુટ થી ઓછા કાર્પેટ એરીયા વાળી અંદાજીત કુલ ૧૫.૫૦ લાખ મિલકતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચો.મી રૂા.૨ નો વધારો કરવાથી માત્ર રૂા.૪.૮૩ કરોડનો નજીવો વધારો થશે એટલે કે સુરત શહેરની ૧૦૦ ચો.મી. કરતા ઓછા રહેણાંકની આશરે ૧૫.૫૦ લાખ મિલ્કત ધરાવનાર મિલ્કતદારને સરેરાશ આશરે વાર્ષિક રૂા.૩૧.૧૬ નો નજીવો વધારો ચુકવવો પડશે. જે પ્રતિદિન ફકત ૮ પૈસા જેટલો થાય છે.સાથે જ સ્ટ્રીટ લાઈટ ચાર્જમાં ટેનામેન્ટ દીઠ પ્રતિદિન ફકત ૧૩ પૈસા જેટલો નજીવો વધારો કરેલ છે, આ સિવાય ૧૦૦ ચો.મી. થી ઓછો કારપેટ એરીયા ધરાવતી એટલે કે સુરત શહેરની ૧૭.૫૦ લાખ રહેણાંક મિલકતોના ૮૯% જેટલી આશરે ૧૫.૫૦ લાખ રહેણાંક મિલકતોના યુઝર ચાર્જીસમાં ફકત સ્ટ્રીટલાઈટ ચાર્જ વધારો કરાયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.