Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માલિકે પગાર નહી વધારતા કર્મચારીએ ગોડાઉનને આગ ચાંપી

સુરતમાં (Surat) 10 દિવસ પહેલાં કપડાંના ગોડાઉનમાં લાગેલી આગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. CCTV ફૂટેજથી સામે આવ્યું કે, આગ ગોડાઉનના કર્મચારીએ જ ચાંપી હતી. જેનું કારણ હતું કર્મચારીને મળી રહેલો ઓછો પગાર, કર્મચારીને ઓછો પગાર મળી રહ્યો હોવાથી તેણે આ કૃત્ય કર્યું જેનાથી માલિકને  78 લાખનું નુંકસાન થયું.સુરતના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં (Industrial Area) આવેલા કાપડના ગોડાઉનમાં ગત 27 ઓગસ્ટના રોજ આગ લાગી હતી. જેàª
માલિકે પગાર નહી વધારતા કર્મચારીએ ગોડાઉનને આગ ચાંપી
સુરતમાં (Surat) 10 દિવસ પહેલાં કપડાંના ગોડાઉનમાં લાગેલી આગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. CCTV ફૂટેજથી સામે આવ્યું કે, આગ ગોડાઉનના કર્મચારીએ જ ચાંપી હતી. જેનું કારણ હતું કર્મચારીને મળી રહેલો ઓછો પગાર, કર્મચારીને ઓછો પગાર મળી રહ્યો હોવાથી તેણે આ કૃત્ય કર્યું જેનાથી માલિકને  78 લાખનું નુંકસાન થયું.
સુરતના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં (Industrial Area) આવેલા કાપડના ગોડાઉનમાં ગત 27 ઓગસ્ટના રોજ આગ લાગી હતી. જેની જાણ થતાં ફાયર ફાયટરની ટીમે ત્યાં જઈને આગને કાબુમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘણું જ નુંકસાન થઈ ચુક્યું હતું. આકલન કરવા પર જાણવા મળ્યું કે, આગથી લગભગ 78 લાખ રૂપિયાનું નુંકસાન થયું છે.
આગની ઘટના બાદ પોલીસે કારણની તપાસ કરી તો ખુબ જ ચોંકાવનારા ખુલાસા થયા. ગોડાઉનમાં લાગેલા CCTV ફૂટેજમાં જોવા મળ્યું કે એક કર્મચારી જ ગોડાઉનમાં રાખેલા કપડામાં આગ લગાવી રહ્યો છે. તે બાદ પોલીસે તેની અટકાયત કરી પુછપરછ શરૂ કરી તો જાણવા મળ્યું કે, તેને ઓછો પગાર મળવાના કારણે તે નાખુશ હતો અને આ કારણે તેણે માલિકને નુંકસાન પહોંચાડવા માટે ગોડાઉનમાં ચુપચાપ જઈને આગ લગાવી દીધી.
Advertisement
Tags :
Advertisement

.