Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : "હવે જવાનું નહી", શાસક પક્ષના નેતાની કોર્પોરેટરને ટકોર

VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) માં હાલ સામાન્ય સભા ચાલી રહી છે. જેમાં શાસક પક્ષના નેતા દ્વારા સાથી કોર્પોરેટરોની ખાલી બેઠકો જોઇને હવે જવાનું નહી તેવી ટકોર કરી હતી. આ વાતનો વિડિયો બાદમાં સામે આવ્યો હતો. જે બાદ...
vadodara    હવે જવાનું નહી   શાસક પક્ષના નેતાની કોર્પોરેટરને ટકોર

VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) માં હાલ સામાન્ય સભા ચાલી રહી છે. જેમાં શાસક પક્ષના નેતા દ્વારા સાથી કોર્પોરેટરોની ખાલી બેઠકો જોઇને હવે જવાનું નહી તેવી ટકોર કરી હતી. આ વાતનો વિડિયો બાદમાં સામે આવ્યો હતો. જે બાદ તેમણે આ અંગે પ્રતિક્રિયા આપતા મીડિયાને જણાવ્યું હતું કે, પ્રજાના હિત માટે ચર્ચા થતી હોય તો સભાસદ સભામાં હાજર હોય તો તેની જાણકારી તેમને રહે, અને માહિતી સભાસદની પાસે મળી રહે તે માટે સભાસદોએ સભાગૃહમાં હાજર રહેવું આવશ્યક હોય છે. પરંતુ લાંબો સમયસુધી સભા ચાલે તો કોઇ બહાર નિકળે તે સ્વભાવીક છે. પરંતુ તેમાં કાળજી રાખવા માટેની મારી મીઠી ટકોર હતી.

Advertisement

કોર્પોરેટરને મીઠી ટકોર

વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભા હાલ ચાલી રહી છે. જેમાં લાંબો સમય ચર્ચા ચાલતા સાથી કોર્પોરેટરો મોટી સંખ્યામાં અવર જવર કરતા હતા. અને સભા પૂર્ણ થયા બાદ બહાર નિકળતા સમયે એક તરફની મોટાભાગની ખુરશીઓ ખાલી મળી હતી. જેને લઇને શાસક પક્ષના નેતાઓ સાથી કોર્પોરેટરને મીઠી ટકોર કરી હતી.

Advertisement

સંખ્યા જળવાઇ રહે

પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલે મીડિયાને જણાવ્યું કે, સભાસદ (કોર્પોરેટર) તેમના ટાઇમે સભામાં આવતા હોય છે. પણ જ્યારે લાંબા સમય માટે સભા ચાલતી હોય તો સભાનું રૂપ ગમે ત્યારે બદલાય છે. અત્યારે સભા બંધ થઇ ગઇ છે. તે પ્રમાણેનું હોય, લાંબી ચર્ચા ચાલતી હોય તો કોઇ પણ સભાસદ ફ્રેશ થવા માટે બહાર નિકળે. ત્યારે મારે તેમનું સુચન હતું કે, સભાગૃહમાં અવર-જવર કરે તો સંખ્યામાં કરે જેથી કરીને સંખ્યા જળવાઇ રહે.

સ્વૈચ્છીક બહાર જવાની છુટ

વધુમાં તેમણે જણાવ્યું કે, પોલેન વોટ ન્હતું. પ્રજાના હિત માટે ચર્ચા થતી હોય તો સભાસદ સભામાં હાજર હોય તો તેની જાણકારી તેમને રહે, અને માહિતી સભાસદની પાસે મળી રહે તે માટે સભાસદોએ સભાગૃહમાં હાજર રહેવું આવશ્યક હોય છે. પરંતુ લાંબો સમયસુધી સભા ચાલે તો કોઇ બહાર નિકળે તે સ્વભાવીક છે. પરંતુ તેમાં કાળજી રાખવા માટેની મારી મીઠી ટકોર હતી. દોઢ કલાકમાં નગર સેવકો થાકતા નથી. વધારે ચર્ચા ચાલતી હોય તો બધા સ્વૈચ્છીક બહાર જવાની છુટ હોય છે. સભાગૃહના વિડિયોમાં પક્ષના નેતા સાથી કોર્પોરેટરને કહેતા જણાય છે કે, આ લોકોને ના પાડી દેજો, હવે જવાનું નહી.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : TMC MP યુસુફ પઠાણને “સબક શીખવો”, BJP MLA ની માંગ

Tags :
Advertisement

.