ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : અભિયાનના નામે "દેખાડો" કરતા મેયર

VADODARA : વડોદરામાં પાલિકા (VADODARA - VMC) તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાલિકાના પદાધિકારીઓ દ્વારા જઇને સાફ-સફાઇ કરવામાં આવી રહી છે. પરંતુ તાજેતરમાં વડોદરાના પ્રથમ નાગરિક, મેયર પિન્કીબેન સોની દ્વારા...
08:32 AM Jun 04, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરામાં પાલિકા (VADODARA - VMC) તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાલિકાના પદાધિકારીઓ દ્વારા જઇને સાફ-સફાઇ કરવામાં આવી રહી છે. પરંતુ તાજેતરમાં વડોદરાના પ્રથમ નાગરિક, મેયર પિન્કીબેન સોની દ્વારા સ્વચ્છતા અભિયાનના નામે દેખાડો કરવામાં આવતો હોવાનો વિડીયો સપાટી પર આવ્યો છે. જેમાં તેઓ જ્યાં કચરો દેખાતો જ નથી ત્યાં ઝાડુ મારી રહ્યા છે. અને લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી રહ્યા છે. જેને લઇને આજકાલ શહેરભરમાં તરહ તરહની ચર્ચા ચાલી રહી છે.

વિડીયો હાલ સપાટી પર આવવા પામ્યો

વડોદરા પાલિકા તંત્ર દ્વારા અલગ અલગ વોર્ડમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા અલગ અલગ વોર્ડમાં જઇને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં વડોદરાના મેયર દ્વારા વહીવટી વોર્ડ નં - 3 માં અમિત નગર સર્કલ પાસે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેનો વિડીયો હાલ સપાટી પર આવવા પામ્યો છે. આ વિડીયોમાં સ્પષ્ટ જણાય છે કે, મેયર સહિતના સાથી કોર્પોરેટર દ્વારા જે જગ્યાએ ઝાડુ મારીને સ્વચ્છતા કરવામાં આવી રહી છે, ત્યાં કોઇ કચરો છે જ નહી. અને ખાસ ધૂળ પણ જણાઇ આવતી નથી.

મહેનત નથી કરી રહ્યા

આ વિડીયો હાલ સોશિયલ મીડિયા વર્તુળમાં ભારે વાયરલ થવા પામ્યો છે. આ ઘટનાને લઇને હવે શહેરભરમાં તરહ તરહની ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકોનું માનવું છે કે, મુખ્યમંત્રીની ટકોર બાદ પણ વડોદરાના સત્તાધીશો શહેરને અગ્રતાક્રમ અપાવવા માટે મહેનત નથી કરી રહ્યા. હજી પણ માત્ર દેખાડો કરવામાં તેમને વધારે રસ હોય તેમ જણાઇ આવે છે. તો કેટલાકના મતે આ બધુ કરવાની જગ્યાએ કોઇ પરીક્ષામલક્ષી કાર્ય હાથમાં લેવું જોઇએ. જેથી સમયનો સદઉપયોગ થઇ શકે.

આ પણ વાંચો -- VADODARA : લોકસભા-વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરીને લઇ અનેક રૂટ ડાયવર્ટ

Tags :
CleanlinessdriveinMayornameofoffSHOWTalkthetownVadodaraVMC
Next Article