Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ટ્રાફિકના નિયમો તોડનાર વાહન ચાલક સામે કડક કાર્યવાહી ચાલુ

VADODARA : વડોદરામાં ટ્રાફિકના નિયમો તોડનારા (BREAKING TRAFFIC RULES) વાહન ચાલકો સામે વડોદરા ટ્રાફિક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને નિયત સંખ્યા કરતા વધારે પેસેન્જર (OVERLOAD PASSENGER) ભરી મુસાફરી કરતા, તથા ઓવર...
vadodara   ટ્રાફિકના નિયમો તોડનાર વાહન ચાલક સામે કડક કાર્યવાહી ચાલુ

VADODARA : વડોદરામાં ટ્રાફિકના નિયમો તોડનારા (BREAKING TRAFFIC RULES) વાહન ચાલકો સામે વડોદરા ટ્રાફિક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને નિયત સંખ્યા કરતા વધારે પેસેન્જર (OVERLOAD PASSENGER) ભરી મુસાફરી કરતા, તથા ઓવર સ્પીડમાં (OVER SPEEDING) ચાલતા વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેને લઇને નિયમો તોડનાર વાહન ચાલકોમાં ફફડાટ પેંસી જવા પામ્યો છે.

Advertisement

વધારે પેસેન્જર બેસાડતા ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી

વડોદરામાં નિયત સંખ્યા કરતા વધારે મુસાફરો ભરીને જતા વાહન તથા ઓવર સ્પીડ જતા વાહનના કારણે અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. તો બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા પણ નિયમોને નેવે મુકીને વાહન હાંકતા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા નિયત મર્યાદા કરતા વધારે પેસેન્જર બેસાડતા 340 વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વિતેલા 24 કલાકમાં વધુ મુસાફરો લઇ જતા 60 ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રોંગ સાઇડ આવતા વાહનોને લઇને પણ તંત્ર સતર્ક

ઓવર સ્પીડમાં ચાલતા વાહનો ચાલકો માટે અથવાતો અન્ય માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ વાતને ધ્યાને લઇને વિતેલા સાડા ત્રણ માસમાં 2,747 ઓવર સ્પીડમાં ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે શહેરમાં રોંગ સાઇડ આવતા વાહનોને લઇને પણ તંત્ર સતર્ક છે. વિતેલા સાડા ત્રણ માસમાં 382 રોંગ સાઇડ વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તો બીજી તરફ પોલીસ કમિશનર દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરનારા ભારદારી વાહનો સામે વિતેલા સાડા ત્રણ માસમાં 424 વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, ઓવર સ્પીડીંગ, રોંગ સાઇડ અને વધુ મુસાફરો ભરીને ચાલતા વાહનો સામે પોલીસ સતર્ક રહીને કાર્યવાહી કરી રહી છે.

Advertisement

બ્રિજને નો સ્ટોપીંગ અને નો પાર્કિંગ ઝોન જાહેર

તો બીજી તરફ ઓવર બ્રિજ પર રાત સુધી વાહન પાર્ક કરીને લોકો બેસી રહેતા હોવાનું પોલીસ તંત્રના ધ્યાને આવ્યું છે. જેને લઇને નાના-મોટા અકસ્માતની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તેવામાં તમામ બ્રિજને નો સ્ટોપીંગ અને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેનું તમામ લોકોને પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : કોલ્ડડ્રિંકની સીલ પેક બોટલમાં મકોડો મળી આવ્યો

Advertisement

Tags :
Advertisement

.