Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : 'હરણી હત્યાકાંડ' માં 5 દિવસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો, SC માં PIL માં કરાઈ આ રજૂઆત!

વડોદરામાં (Vadodara) હરણી તળાવ (Harani Lake) ખાતે ગોઝારી ઘટનામાં 12 માસૂમ અને 2 શિક્ષિકા સહિત કુલ 14 ના મોત નીપજ્યા હતા. આ હચમચાવે એવી ઘટનામાં હવે મોટા અપડેટ સામે આવ્યા છે. માહિતી મુજબ, હરણી બોટ દુર્ઘટના મામલે છેલ્લા પાંચ દિવસથી...
vadodara    હરણી હત્યાકાંડ  માં 5 દિવસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો  sc માં pil માં કરાઈ આ રજૂઆત

વડોદરામાં (Vadodara) હરણી તળાવ (Harani Lake) ખાતે ગોઝારી ઘટનામાં 12 માસૂમ અને 2 શિક્ષિકા સહિત કુલ 14 ના મોત નીપજ્યા હતા. આ હચમચાવે એવી ઘટનામાં હવે મોટા અપડેટ સામે આવ્યા છે. માહિતી મુજબ, હરણી બોટ દુર્ઘટના મામલે છેલ્લા પાંચ દિવસથી ફરાર બિનિત કોટિયા પોલીસની ગિરફ્તમાં આવ્યો છે. આ સાથે એસઆઈટીએ અત્યાર સુધી આ કેસમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે આ કેસ હેઠળ સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન અને PIL પણ દાખલ કરવામાં આવી છે.

Advertisement

છેલ્લા 5 દિવસથી ફરાર આરોપી ઝડપાયો

હરણી બોટ દુર્ઘટના (Harani Lake) મામલે તપાસ કરવા એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં એસઆઈટીએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, SIT દ્વારા છેલ્લા 5 દિવસથી ફરાર આરોપી બિનિત કોટિયાની (Binit Kotia) ધરપકડ કરવામાં આવી છે. બિનિત કોટિયા બનાવ પછીથી ફરાર હતો અને અલગ અલગ રાજ્યોમાં નાસતો ફરતો હતો. જો કે, વડોદરા (Vadodara) આવતાની સાથે જ બિનિટ કોટિયાની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, આરોપીની મિલકતોને પણ ટાંચમાં લેવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિનિત કોટિયાના સમગ્ર પ્રોજેક્ટમાં 20 ટકા શેર છે. આ મામલે પોલીસે આરોપીઓને આશરો આપનાર તમામને કાયદાના શકંજામાં લેવાશે તેમ જણાવ્યું હતું. બોટ બનાવનાર કંપનીના સંચાલકોના નિવેદનો પણ પોલીસે લીધા છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન અને PIL કરાઈ

બીજી તરફ હરણી લેકઝોન (Vadodara) બોટ દુર્ઘટના મામલે વકીલ ઉત્કર્ષ દવેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) રિટ પિટિશન અને PIL દાખલ કરવામાં આવી છે. જે થકી કલેક્ટર અને મ્યુનિ. કમિશનર અને શાળા સંચાલકો સામે પગલાં લેવા માગ કરાઈ છે. સાથે આ અરજીમાં સવાલો કરાયા હતા કે, શાળાએ પિકનિક માટે DEO ઓફિસની પરવાનગી કેમ નથી લીધી ? શાળા સંચાલકોની ગંભીર બેદરકારી હોવા છતાં ફરિયાદમાં તેઓનાં નામ કેમ નથી ? આરોપ છે કે, સાલ 2017માં જે કરાર આધારે કોટિયા પ્રોજેક્ટને ( Kotia project) કોન્ટ્રાક્ટ અપાયો હતો તે હેઠળ પેડલ બોટની જ ચલાવવાની પરવાનગી હતી પણ એન્જિન બોટ ચલાવવામાં આવી રહી હતી.

Advertisement

અરજીમાં સવાલો કરાયા કે, બોટનું સમયસર ઇસ્પેક્શન કેમ ન થયું અને તેને બોગસ NOC કોને આપી ? અરજીમાં આરોપ છે કે, સાલ 1990 માં સુરસાગર બોટ દુર્ઘટનામાં પણ કોટિયા પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટર હતો, તેમ છતાં કોટિયા પ્રોજેક્ટને કેમ અત્યાર સુધી બ્લેકલિસ્ટ ન કરાઈ ? આ સાથે અરજીમાં પીડિત પરિવારોને યોગ્ય વળતરની સાથે ઝડપી ન્યાય મળે તેવી માગ કરાઈ છે. રૂ. 4 લાખ કે 2 લાખના વળતરથી પીડિતોનું શું થશે, તેમને સન્માનિત વળતર મળવું જોઇએ એવી પણ રજૂઆત કરાઈ છે.

આ પણ વાંચો - Congress : લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ તૂટશે? અડધાથી વધુ નેતાઓ નારાજ!

Tags :
Advertisement

.