ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : રહસ્યમય સંજોગોમાં પશુ અવશેષ મળી આવતા ચકચાર

VADODARA : આજરોજ વડોદરા (VADODARA) માં દેવપોઢી એકાદશીના દિવસે તાંદલજા વિસ્તારમાં આવેલા મંદિરથી થોડેક દુર પશુ અવશેષ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતા જ તાત્કાલીક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે જાણ થતા જ...
06:43 PM Jul 17, 2024 IST | PARTH PANDYA
featuredImage featuredImage

VADODARA : આજરોજ વડોદરા (VADODARA) માં દેવપોઢી એકાદશીના દિવસે તાંદલજા વિસ્તારમાં આવેલા મંદિરથી થોડેક દુર પશુ અવશેષ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતા જ તાત્કાલીક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે જાણ થતા જ તાત્કાલીક એસીપી (ACP - VADODARA POLICE) સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પશુ અવશેષને વધુ તપાસ માટે એફએસએલ (FSL - VADODARA) માટે મોકલવામાં આવ્યા છે. એસીપીએ કડક શબ્દોમાં જણાવ્યું કે, આમાં જે કોઇ પણ હશે, તેની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી

વડોદરામાં આજરોજ દેવપોઢી એકાદશી નિમિત્તે ધાર્મિક માહોલ જામ્યો છે. તેવામાં આજે તાંદલજા વિસ્તારમાં મંદિર પરિસરથી દુર કોથળીમાં પશુ અવશેષ મળી આવ્યાની ઘટના સામે આવવા પામી છે. આ ઘટના અંગે સ્થાનિક પોલીસે જાણ કરતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવીને વધુ તપાસ હાથ ધરી છે.

ફોટોઝ ગ્રુપમાં શેર કર્યા

સ્થાનિક મહિલા સંગીતા વર્મા જણાવે છે કે, હું યોગી કુટીર સોસાયટી, તાંદલજામાં 1998 થી રહું છું. આજે દેવપોઢી એકાદશી નિમિત્તે જય યોગેશ્વર મંદિરમાં ગીતા પઠનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તે કાર્યક્રમ બાદ સફાઇ કર્યા પછી અમે ત્રણ બહાર નિકળ્યા ત્યારે મારો પગ એક કોથળી પર પડ્યો હતો. તેમાં જોયું કે, પશુના પગનું હાડકું દેખાતું હતું. જે જોઇને હું વિચલીત થઇ ગઇ હતી. બાદમાં તેના ફોટોઝ લઇને ગ્રુપમાં શેર કર્યા હતા. આગળની કાર્યવાહી માટે પુછ્યું કે શું કરવું જોઇએ. અમે એકત્ર થઇને પોલીસને બોલાવી હતી. પોલીસે તેને એફએસએલની તપાસ માટે લઇ ગઇ છે.

કડક કાર્યવાહી હાથ ધરાશે

ACP એ. વી. કાટકડ જણાવે છે કે, સોસાયટી પાસે એક પશુનો કપાયેલો પગ પડ્યો છે, તેવી કંટ્રોલ વર્ધીના આધારે ખાતરી કરતા પશુનો પગ મળી આવ્યો છે. જે અંગે એફએસએલની તપાસ કરાવીને અને આગળની કાર્યવાહી ચાલુ છે, આમાં જે કોઇ પણ હશે, તેની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો -- VADODARA : સતત ચોથા દિવસે પાણીપુરી વિક્રેતાઓ પર તવાઇ જારી

Tags :
AnimalCallfoundInvestigationpartPeoplepolicetandaljaUnderwayVadodara